Weight Loss Tips: દિવસમાં આ 2 કલાક દરમિયાન ઝડપથી ઘટે છે વજન, જાણો ત્યારે શું ખાવું અને શું નહીં..
Weight Loss Tips: જો યોગ્ય જાણકારી મેળવી વજન ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવે તો પરિણામ ઝડપથી મળે છે. જેમકે આપણું શરીર સાંજે 4 થી 6 વચ્ચે ઝડપથી વજન ઘટાડી શકે છે. આ સમય દરમિયાન યોગ્ય વસ્તુનું સેવન કરવામાં આવે તો પરિણામ ઝડપથી મળે છે.
Trending Photos
Weight Loss Tips: આજના સમયમાં મોટાભાગના લોકો વધારે વજનની સમસ્યાથી પીડિત જોવા મળે છે. ભોજનનું ધ્યાન રાખવામાં ન આવે અને દિનચર્યા ખરાબ હોય તો વજન ઝડપથી વધી જાય છે. એકવાર વજન વધી જાય તો પછી વધેલી ચરબી અને વજન ઘટાડવામાં દિવસે તારા દેખાઈ જાય છે. જો કે આવું એટલા માટે થાય છે કે લોકોને એ વાતનો ખ્યાલ નથી હોતો કે વજન ઘટાડવાની યોગ્ય પ્રોસેસ શું છે ?
જો યોગ્ય જાણકારી મેળવી વજન ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવે તો પરિણામ ઝડપથી મળે છે. જેમકે આપણું શરીર સાંજે 4 થી 6 વચ્ચે ઝડપથી વજન ઘટાડી શકે છે. આ સમય દરમિયાન યોગ્ય વસ્તુનું સેવન કરવામાં આવે તો પરિણામ ઝડપથી મળે છે. આ સમય એવો હોય છે જ્યારે આપણા શરીરમાં કોર્ટિસોલનું સ્તર યોગ્ય હોય છે.
કોર્ટિસોલ એક હોર્મોન છે જે આપણા શરીરને સ્ટ્રેસ પર પ્રતિક્રિયા કરવા, બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં અને બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર સાંજે 4 થી 6 નો સમય આપણા સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ હોય છે.
જો કોર્ટિસોલ હોર્મોનનું બેલેન્સ ન જળવાય તો વધારે ભુખ લાગે છે, બેચેની થાય છે, ઊંઘ આવે છે. વધારે કોર્ટિસોલ વજન વધારે છે, અનિંદ્રા અને મૂડ સ્વીંગ જેવી સમસ્યા પેદા કરે છે. જો લાઈફસ્ટાઈલને સંતુલિત રાખવામાં આવે તો કોર્ટિસોલનું સ્તર પણ નિયંત્રણમાં રહે છે.
આ કામ કરવા માટે સાંજે 4 થી 6 વચ્ચે ગરમ અને હળવો આહાર લેવો જોઈએ. આજે તમને જણાવીએ સાંજે 4 થી 6 વચ્ચે કઈ કઈ વસ્તુ ખાવાથી લાભ થાય છે. સાંજના સમયે સાબુદાણા ખીચડી, મસાલા ઢોસા, થાલીપીઠ, ઉપમા, સેવઈ, થેપલા જેવી વસ્તુ ખાઈ શકાય છે. જો સાંજે આ સમયે ગરમ ભોજન કરો છો તો વજન અને સ્ટ્રેસ દુર થશે અને બીમારીઓ પણ કાબુમાં રહેશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે