વર્કઆઉટ પહેલા અને પછી આ આદત પહોંચાડે છે સૌથી વધારે નુકસાન, તાત્કાલિક ચેન્જ કરો
વર્કઆઉટ (Workout) થી શરીરના ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ મળે છે. તેનાથી સ્કિન સેલ્સને મિનરલ અને પોષક તત્વ મળે છે. જેનાથી સ્કિન અને સેલ્સના રિજેનરેશનમાં મદદ મળે છે, પરંતુ વર્કઆઉટથી પહેલા અને વર્કઆઉટ બાદ તમે કેટલીક ભૂલો કરવાથી દૂર રહો.
Trending Photos
નવી દિલ્હી: વર્કઆઉટ પહેલાં તમારી સ્કિન ડલ થઈ જાય છે અને સ્કિન સેલ્સ રેસ્ટ મોડમાં હોય છે. રેગ્યુલર એક્સરસાઈઝથી એજિંગ પ્રોસેસ પર રિજેનરેટિંગ ઇફેક્ટ પડે છે અને તેની અસર સ્કિન પર દેખાય છે. યોગા, પિલેટ્સ અને કાર્ડિયો જેવા વર્કઆઉટ્સ તમારી પોશ્ચરમાં સુધારો કરવામાં મદદ કરે છે. આ મૂવમેન્ટ અને ફ્લેક્સિબિલિટી સારી બને છે અને તમે યંગ દેખાવો છો. તેનાથી બ્લડ ફ્લોનું સર્ક્યુલેશન શારૂ બને છે અને શરીરના તમામ ભાગો ખાસ કરીને સ્કિન સેલ્સમાં ઓક્સિજન અને પોષક તત્વ પહોંચે છે. વર્કઆઉટ બાદ તમારી સ્કિન પર એક ગ્લો જોવા મળે છે, પરંતુ વર્કઆઉટથી પહેલા અને વર્કઆઉટ બાદ તમે કેટલીક ભૂલો કરવાનું ટાળવું જોઈએ.
વર્કઆઉટથી પહેલા
- કોઈપણ પ્રકારનો મેકઅપ અને કોસ્મેટિકની સાથે વર્કઆઉટ કરવું તમારા માટે નુકસાનકારક છે. તેનાથી રોમછિદ્ર અને Sweat Glands બ્લોક થાય છે. તેના કારણે જ્યારે તમે વર્કઆઉટ કરો છો ત્યારે સ્કિન શ્વાસ લઈ શકતી નથી.
- વર્કઆઉટક કરતા પહેલા સ્કિનને સારી રીતે ક્લિન કરો. માઈલ્ડ ફેસ વોશથી ચહેરો સાફ કરો.
- વર્કઆઉટ દરમિયાન વધુ પડતો પરસેવો થવાથી બોડી ડીહાઈડ્રેટ થઈ શકે છે અને સ્કિનમાં ડ્રાઈનેસ આવી શકે છે. ચહેરાના ક્લીંઝર બાદ મોઈશ્ચોરાઈઝર અને લિપ બામ લગાવો. તેનાથી ફાટેલા હોઠની સમસ્યા નહીં થાય.
- જો આઉટડોર એક્સરસાઈઝ કરી રહ્યા છો તો સનસ્ક્રીન લગાવવાનું ન ભૂલતા. તેનાથી હાનિકારક યૂવી કિરણોથી બચાવ થશે.
- સ્કિન કોબેક્ટીરિયા અને કીટાણુંઓથી સુરક્ષિત રાખવા માટે Antiperspirant એપ્લાય કરો.
વર્કઆઉટ બાદ
- વર્કઆઉટ બાદ સારી રીતે ચહેરો ધોઈ લો. પરસેવાના કારણે સ્કિનમાં બેક્ટેરિયા ચોંટી જાય છે. ઠંડા પાણી અને ફેસ ક્લીંઝરથી ચહેરો ધોઈ લો. તેનાથી ચહેરા પરથી પરસેવો, ધૂળના કણો અને તેલ નીકળી જશે.
- વર્કઆઉટ બાદ સ્કિન સંવેદનશીલ બની જાય છે, તેથી ચહેરા પર તરત જ મોઇશ્ચરાઇઝર જેવી વસ્તુઓ ન લગાવો. એકસાથે ઘણા બધા ઉત્પાદનોનો ઉપયોગ કરવાથી ત્વચામાં બળતરા થઈ શકે છે અને લાલાશ થઈ શકે છે.
- વર્કઆઉટ બાદ ઠંડા પાણીથી સ્નાન કરો. આ રોમછિદ્રોને બંધ કરશે અને સ્કિનને કૂલ કરવામાં મદદ કરશે. થોડા સમય બાદ કૂલિંગ જેલ અને મોઈશ્ચરાઈઝર લગાવો.
- Glycolic acid, retinoids અને vitamin C વાળી વસ્તુ વર્કઆઉટ બાદ ના લગાવો.
- Isopropyl myristate વાળા હેર કન્ડીશનરનો ઉપયોગ પણ ના કરો. તેનાથી સ્કિન પ્રોબ્લેમ્સ થઈ શકે છે.
- વારંવાર ચહેરાને ટચ ના કરો. તેનાથી બેક્ટેરીયા અને કીટાણું તમારા ચહેરા પર ચોંટી જશે.
- હળવા અને ઢીલા કપડા પહેરો. તેનાથી સ્કિન ઇરિટેટ થશે નહીં.
- ત્વચા માટે એવી ક્રીમનો ઉપયોગ કરો જેમાં સારી માત્રામાં કેફીન હોય. એન્ટીઑકિસડન્ટથી ભરપૂર આર્ગન તેલનો પણ ઉપયોગ કરી શકાય છે. આ વર્કઆઉટ બાદ મોઈશ્ચરાઈઝર તરીકે કામ કરશે.
વર્કઆઉટ દ્વારા શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજન પહોંચાડવા ઉપરાંત, તે લોહીના પ્રવાહ દ્વારા શરીરમાંથી નકામા પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે. તે શરીરમાં કોલેજનનું ઉત્પાદન વધારે છે, જેનાથી સ્કિન સેલ્સ બને છે, તેથી કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખીને તમે વર્કઆઉટનો પૂરો ફાયદો ઉઠાવી શકો છો.
(નોંધ: અહીં આપેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારી છે. તેને ઉપયોગ કરતા પહેલા ચિકિત્સીય સલાહ જરૂરથી લો. Zee News તેની પુષ્ટી કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે