તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન? જાણો કારણ
પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે લગ્ન કરવાના મોટા ફાયદા છે. જાણીને તમને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે. અને સમાજમાં એવા ઢગલાબંધ ઉદાહરણો પણ છે. મોટી યુવતીઓ સાથે લગ્ન કરવાથી થાય છે આટલાં ફાયદા એકવાર જાણી લેશો તો ચોંકી જશો, જાણો વિગતે...
Trending Photos
નવી દિલ્હીઃ સચિન તેંડુલકરથી માંડીને અભિષેક બચ્ચન સુધીના સેલેબે પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે લગ્ન કર્યા છે. અને આજે આ લોકો ખુબ જ સુખી જીવન જીવી રહ્યાં છે. ત્યારે મહાન વિચારક ઓશો દ્વારા પણ હંમેશા કહેવાયું છે કે “ પોતાની ઉંમરથી મોટી સ્ત્રી સાથે જ હંમેશા લગ્ન કરવા જોઈએ. બંને વિચારકે પોતપોતાના દ્રષ્ટિકોણથી આ મુદ્દા પર પ્રકાશ પડવાની કોશિશ કરી છે. થોડા રીતી-રિવાજો અલગ અલગ હોઈ શકે છે પણ દુનિયાભરના દરેક સમાજોમાં અલગ અલગ દેશો અલગ અલગ સભ્યતાઓમાં લગ્ન જીવનનું સ્થાન અચુક હોય છે. દુનિયામાં કોઈપણ સમાજ તમે જોઈ લો, કોઈ સમાજ લગ્નની પરંપરાથી બાકાત નથી.
આ પણ ખાસ વાંચોઃ
લગ્ન વિશે મોટા ભાગના લોકોનું એવું માનવું છે કે છોકરા કરતા છોકરીની ઉંમર નાની હોવી જોઈએ. આવું દરેક જગ્યાએ જોવા પણ મળે છે કે છોકરા કરતા છોકરીની ઉંમર મોટાભાગે નાની જ હોય છે. પણ હવે આપણે વાત કરવાની છે મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરવાની. તો મોટી ઉંમરની યુવતી સાથે લગ્ન કરવાથી વિશેષ ફાયદા થાય છે. એના વિશે જાણીએ...
ઉંમરની યુવતીઓ સાથે લગ્ન કરવાના મોટા ફાયદા:
મોટી ઉંમરની છોકરી સાથેના લગ્નની વાત અમુક મહાન લોકો દ્વારા પણ કરવામાં આવી છે. જેમાં આચાર્ય ચાણક્ય, ઓશો જેવા મહાનુભાવોનો સમાવેશ થાય છે. આચાર્ય ચાણક્યે પોતાના ગ્રંથ “ચાણક્યનીતિ” માં આ વિશે વિસ્તૃત માહિતી આપી છે.
1. પુરુષોને પણ ગમે છે આવી સ્ત્રીઓ-
આજના કટ્ટર હરીફાઈના જમાનામાં જીવવું ખરેખરજ બહુ મુશ્કેલ છે અને આર્થિક રીતે ખુશ રહેવું એ એનાથી પણ મુશ્કેલ છે. જો ઉંમરમાં મોટી સ્ત્રી હોય અને તે પોતાના પર નિર્ભર રહી પતિને આર્થિક રીતે મદદ કરે અને સબંધોને સર્વોપરી માને તો તેનાથી લાંબા સમયે પતિનું પણ મનોબળ વધી જાય છે. પતિ પણ આવી પત્નીને પામી પોતાને ધન્ય માને છે.
આ પણ ખાસ વાંચોઃ
2. પ્રેમ કરવામાં પણ કુશળ હોય છે-
જો ઉંમરમાં મોટી પત્ની હોય તો તે પ્રેમ કરવામાં પણ વધુ કુશળતા ધરાવે છે. તે પોતાના પતિ તેમજ પરિવારજનોને પ્રેમથી બાંધી રાખવામાં માહિર હોય છે. પુરુષની માનસિક સ્થિતિને સમજીને તેને કેવી રીતે ખુશ રાખવા તે પતિ કરતા ઉંમરમાં નાની છોકરીઓ કરતા ખુબ સારી રીતે સમજી શકે છે. ઉંમરમાં મોટી છોકરીઓ પ્રેમ કરતા પણ પતિની જરૂરિયાતો વધુ સારી રીતે સમજી શકે છે.
3. જવાબદારી યોગ્ય રીતે સાંભળી શકે છે-
આચાર્ય ચાણક્યના મતે પતિથી ઉંમરમાં મોટી છોકરી પોતાના આત્મસુઝથી ઉંમરમાં નાની છોકરીઓ કરતા જવાબદારી વધુ સારી રીતે નિભાવી શકે છે કેમકે તે વધુ પરીપક્વ હોય છે. જો ઉંમરમાં નાની છોકરી હોય તો હજુ પણ તે પતિને યોગ્ય માર્ગદર્શન ના આપી શકે. પણ ઉંમરમાં મોટી છોકરી પતિની સાથે ખભેખભા મિલાવીને જવાબદારીનો સામનો કરી શકે છે.
આ પણ ખાસ વાંચોઃ
4. કોઈ પર વધુ પડતી નિર્ભર નથી રહેતી-
જો આપ આવી ઉંમરમાં મોટી છોકરી સાથે લગ્ન કરો તો તે પોતાની રીતે નિર્ભર થવાનું વધુ પસંદ કરે છે. તે પરિવારને પણ જરૂરીયાત અનુસાર મદદ કરે છે. તેનાથી પતિને પણ થોડો જવાબદારીમાંથી આરામ મળી શકે છે અને તે પોતાના બિઝનેસમાં વધુ ધ્યાન આપી શકે છે. આજની સ્ત્રી જો પોતાની રીતે નિર્ભર રહે તો તે પોતાના માટે, પરિવાર માટે અને સમાજ માટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે.
5. સબંધો પ્રત્યે વધુ ઈમાનદાર હોય છે-
એક અભ્યાસ મુજબ, જો ઉંમરમાં મોટી છોકરી હોય તો તે સબંધો પ્રત્યે વધુ ઈમાનદાર હોય છે. તેની પાછળ એ કારણ રહેલું હોય છે કે તે પોતાના પતિની સેવા કરવાની સાથે કાળજી પણ વધુ લેતી હોય છે. તે પોતાની સબંધોની ઈમાનદારીથી પતિને હંમેશા પોતાનો બનાવીને રાખી શકે છે.
6. સ્વાસ્થ્ય સબંધી બીમારી ઓછી થાય છે-
કદાચ જો તમે ઉંમરમાં નાની છોકરી સાથે લગ્ન કરો અને તે પોતે શારીરિક અને માનસિક રીતે જો પરિપક્વ ના હોય તો તે અજ્ઞાનને કારણે તમારા બંનેના જીવનમાં ક્યારેક સ્વાસ્થ્ય સબંધી તકલીફો થઇ શકે છે. પણ જો તમારા લગ્ન ઉંમરમાં મોટી છોકરી સાથે થાય તો આવી બીમારીનો સામનો કરવાનું લગભગ થતું જ નથી.
7. ભાગ્ય ખુલી શકે છે-
આચાર્ય ચાણક્યના માટે જો ઉંમરમાં મોટી છોકરી સાથે જો લગ્ન કરવામાં આવે તો પતિની કિસ્મત પણ બદલાઈ શકે છે. એવું કહેવાય છે કે, આવનારી નવી વહુ ના ગૃહ પ્રવેશથી પતિની તેમજ ઘરની સ્થિતિમાં બદલાવ જરૂરથી આવે છે.તેમાં પણ જો મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરવામાં આવ્યા હોય તો હકારાત્મક પરિણામ વહેલું મળી શકે છે.
આ પણ ખાસ વાંચોઃ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે