ATM તોડયું પણ એવું થયું કે કારમાંથી રસ્તા પર રૂપિયા ઉડાવ્યા, તમે VIDEO જોઈને ચોંકી જશો

State Bank Of India ATM: મળતી માહિતી અનુસાર ચોરી કરતા સમયે એટીએમમાં એલાર્મ વાગ્યો હતો અને ગણતરીની મિનિટોમાં પોલીસની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે લૂંટારુંઓને પકડવાનો પ્રયત્ન કર્યો પરંતુ લૂંટારુંઓ રોડ પર રૂપિયાની નોટો ફેંકીને ભાગ્યા હતા. 

ATM તોડયું પણ એવું થયું કે કારમાંથી રસ્તા પર રૂપિયા ઉડાવ્યા, તમે VIDEO જોઈને ચોંકી જશો

Telangana ATM Robbery Case: તેલંગણાના જગતિયાલ જિલ્લામાં ચાર લોકોએ એટીએમ મશીનમાં ધાડ પાડી લાખો રૂપિયાની ચોરી કરી હતી. જો કે, ચોંકાવનારી ઘટના એ છે કે, પૈસા તો ચોરી લીધા પરંતુ તમામ કેશ કારમાંથી જ રસ્તા પર ફેંકી દીધી હતી. 

મળતી માહિતી અનુસાર ચોરી કરતા સમયે એટીએમમાં એલાર્મ વાગ્યો હતો અને ગણતરીની મિનિટોમાં પોલીસની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે લૂંટારુંઓને પકડવાનો પ્રયત્ન કર્યો પરંતુ લૂંટારુંઓ રોડ પર રૂપિયાની નોટો ફેંકીને ભાગ્યા હતા. 

પોલીસે રસ્તા પરથી અંદાજિત 19 લાખ જેટલી મસમોટી રકમ રિકવર કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર તેઓ લૂંટારુઓને પકડવા ત્યાં પહોંચ્યાં એટલીવારમાં જ તમામ લૂંટારુંઓ કારમાં નાસી છૂટ્યા હતા. હાલ કારમાંથી રૂપિયા ફેંકવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે..

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news