Palm Rubbing: બંને હાથની હથેળી ઘસવી શરીર માટે લાભકારી, જાણો આમ કરવાથી થતા લાભ વિશે

Palm Rubbing Benefits: હથેળીને ઘસવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. ખાસ કરીને મોટી ઉંમરના લોકો કે કોઈપણ સમસ્યાથી પીડિત દર્દી હથેળીને ઘસે તો તેનાથી શરીરમાં ઘણા સકારાત્મક ફેરફાર થાય છે. 

Palm Rubbing: બંને હાથની હથેળી ઘસવી શરીર માટે લાભકારી, જાણો આમ કરવાથી થતા લાભ વિશે

Palm Rubbing Benefits: ઠંડી હોય ત્યારે તમે ઘણા લોકોને હથેળીને એકબીજા સાથે ઘસતા જોયા હશે. આમ કરવાથી શરીરમાં ગરમી આવી જાય છે. જોકે હથેળી ને એકબીજા સાથે ઘસવાથી ફક્ત શિયાળામાં જ ફાયદો થાય છે તેવું નથી. હથેળી ને ઘસવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. ખાસ કરીને મોટી ઉંમરના લોકો કે કોઈપણ સમસ્યાથી પીડિત દર્દી હથેળીને ઘસે તો તેનાથી શરીરમાં ઘણા સકારાત્મક ફેરફાર થાય છે. 

હથેળી ઘસવાથી થતા ફાયદા

આ પણ વાંચો:

1. જ્યારે આપણે બંને હાથની હથેળીને એકબીજા સાથે ઘસીએ છીએ તો બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થવા લાગે છે. જેના કારણે શરીરને એનર્જી મળે છે અને પોઝિટિવિટી વધે છે. ત્યાર પછી રોજના કામ કરવામાં સુસ્તી નડતી નથી. 

2. આ વાત ભાગ્યે જ કોઈ જાણતું હશે કે બંને હાથની હથેળીને ઘસવાથી આંખને ફાયદો થાય છે. બંને હાથની હથેળી ને ઘસવાથી જે ગરમાહટ ઉત્પન્ન થાય છે તેનાથી આંખનો સ્ટ્રેસ ઓછો થાય છે. હથેળીને એકબીજા સાથે ઘસીને 30 સેકન્ડ માટે આંખ ઉપર રાખી દો. તેનાથી આંખની આસપાસ રક્તસંચાર સુધરે છે.

3. હાથને એકબીજા સાથે ઘસવાથી મેન્ટલ હેલ્થને પણ ફાયદો થાય છે. આમ કરવાથી મગજ શાંત થાય છે અને આરામ મળે છે. હથેળીને એકબીજા સાથે ઘસવાથી બ્રેન ફંકશન સુધરે છે અને વ્યક્તિ પોઝિટિવ ફીલ કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news