કન્યા રાશિમાં બન્યો છે ચંદ્ર મંગળ યોગ, આ 3 રાશિવાળાને અપાર ધનલાભ થશે, દુશ્મનો નતમસ્તક થશે

Chandra Mangal Yog In Kanya: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ કન્યા રાશિમાં ચંદ્રમા અને મંગળની યુતિ થવાથી શુભ યોગનું નિર્માણ થયું છે છે. આવામાં ત્રણ રાશિઓને વિશેષ લાભ મળી શકે છે. 
 

કન્યા રાશિમાં બન્યો છે ચંદ્ર મંગળ યોગ, આ 3 રાશિવાળાને અપાર ધનલાભ થશે, દુશ્મનો નતમસ્તક થશે

વૈદિક જ્યોતિષ મુજબ ચંદ્રમા સૌથી ઝડપી ગતિથી ગોચર કરનારો ગ્રહ મનાય છે. કારણ કે તે એક રાશિમાં લગભગ અઢી દિવસ રહે છે. આવામાં ચંદ્રમાની સાથે કોઈને કોઈ ગ્રહની યુતિથી શુભ કે અશુભ યોગનું નિર્માણ થાય છે. એ જ રીતે 15 સપ્ટેમ્બરે સવારે 11.36 વાગે ચંદ્રમાએ કન્યા રાશિમાં પ્રવેશ કર્યો. અત્રે જણાવવાનું કે કન્યા રાશિમાં પહેલેથી જ મંગળ ગ્રહ બિરાજમાન છે. આવામાં બે ગ્રહોની યુતિથી ચંદ્ર મંગળ યોગનું નિર્માણ થયું છે. વૈદિક જ્યોતિષ મુજબ ચંદ્ર મંગળ યોગ બનવાથી અનેક રાશિના જાતકોને લાભ મળશે. 

ચંદ્ર મંગળ યોગ બનવાથી જાતકોના મનોબળમાં વધારો થાય છે. આ સાથે જ તે સામર્થ્યવાન અને શક્તિશાળી બને છે. જાતકોમાં એકાગ્રતા વધે છે. આત્મવિશ્વાસ સાથે સાહસનો વધારો થાય છે. 

મેષ રાશિ
ચંદ્ર મંગળ યોગ બનવાથી મેષ રાશિના જાતકોને વિશેષ લાભ થાય છે. શત્રુઓ પર વિજય મળશે. કાનૂની મામલાઓમાં પણ સફળતા મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. પરિવારમાં સહયોગથી નવો બિઝનેસ શરૂ કરી શકો છો. વૈવાહિક જીવનમાં ખુશીઓ રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થવાથી દરેક ક્ષેત્રે સફળતા મળી શકે છે. 

મિથુન રાશિ
ચંદ્ર મંગળ યોગ આ રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ રાશિમાં મંગળ ચોથા ભાવમાં બિરાજમાન છે. આવામાં આ રાશિના જાતકોને સંપત્તિ, ધન, વાહન ખરીદવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ શકે છે. વેપારમાં વધારો થઈ શકે છે. પાર્ટનરશીપમાં કરાયેલા બિઝનેસમાં પણ સફળતા મળી શકે છે. પરિવાર  સાથે કોઈ મુસાફરી પર જઈ શકો છો. 

કર્ક રાશિ
ચંદ્ર મંગળ યોગથી આ રાશિના જાતકો માટે લાભની સ્થિતિ બની શકે છે. આત્મવિશ્વાસથી ભરપૂર બનશો. આવામાં તમે અનેક કામોમાં સફળતા મેળવી શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી  રહેલા લોકોને સફળતા મળી શકે છે. દુશ્મનો પર વિજય મેળવી શકશો. કરિયરમાં પ્રગતિ માટે સારો સમય સાબિત થઈ શકે છે. નવી નોકરીની શોધ કરી રહેલા જાતકોને પણ સફળતા મળી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news