આવી રીતે બનાવો મટર મખાનાની ટેસ્ટી અને હેલ્ધી સબ્જી, આંગળા ચાટતા રહી જશો

આજે અમે તમને એક એવી રેસિપી જણાવીશું છે જે ઝટપટ બની જાય છે અને સૌ કોઈને પસંદ પણ આવે છે. આ રેસિપી છે મટર મખાના. જેમાં મખાનાના ગુણ છે અને વટાણાનો ટેસ્ટ.

આવી રીતે બનાવો મટર મખાનાની ટેસ્ટી અને હેલ્ધી સબ્જી, આંગળા ચાટતા રહી જશો

આજકાલ બધા લોકો તેમના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ જાગૃત થઈ ગયા છે.હેલ્થ કોન્સિયસ લોકો માટે સૌથી સારા હોય છે મખાના. જે અનેક ગુણો ધરાવે છે. અને આ મખાનાને જો યોગ્ય રીતે બનાવવામાં આવે તો તે હેલ્ધીની સાથે ટેસ્ટી પણ બની શકે છે. આજે અમે તમને એક એવી રેસિપી જણાવીશું છે જે ઝટપટ બની જાય છે અને સૌ કોઈને પસંદ પણ આવે છે. આ રેસિપી છે મટર મખાના. જેમાં મખાનાના ગુણ છે અને વટાણાનો ટેસ્ટ.

આવી રીતે બનાવો મટર મખાના
- મટર- મખનાના બનાવવા માટે સૌથી પહેલા વટાણાને ઉકાળી લો.
- એક તવામાં ઘી ગરમ કરીને મખાનાને થોડા સમય સુધી રોસ્ટ કરો. પછી તેને કાઢીને અલગ કરી લો.
- તવામાં ઘી મુકો અને તેમાં ડુંગળી, લાલ મરચું અને ટામેટા સાંતળી લો. જે બાદ તેમાં કાજૂ નાખો. આ તમામ વસ્તુઓ સારી રીતે સાંતળીને તેની પેસ્ટ બનાવો.

આવી રીતે કરો વઘાર
- એક કડાઈમાં તેલ લો. તમે કોઈપણ તેલનો ઉપયોગ કરી શકો છો. પરંતુ સરસવનું તેલ વધારે સ્વાદ આપે છે. તો તેલમાં મોટી એલચી, તમાલપત્ર, જાવંત્રી, લવિંગ, જીરું, ધાણાનો પાવડર અને લાલ મરચાનો પાવડર મુકો.
- મસાલાને સારી રીતે સાંતળી લો અને પછી પહેલા બનાવેલી પેસ્ટ એમાં એડ કરી દો
- સારી રીતે તેને 4 થી 5 મિનિટ સુધી પકાવ્યા બાદ તેમાં કસૂરી મેથી અને વટાણા નાંખો, જરૂર પ્રમાણે પાણી મુકો અને તેમાં મખાના નાંખો. નમક સૌથી છેલ્લા નાખો.
- તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને 2 થી 3 મિનિટ સુધી ઉકાળો અને પછી ગરમ મસાલો નાંખો. સબ્જીને કોથમીર સાથે સર્વ કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news