Raw Turmeric: પેટની ચરબી ઝડપથી ઘટાડી શકે છે કાચી હળદરનું પાણી, જાણો કેવી રીતે કરવું તૈયાર
Raw Turmeric: શિયાળામાં માર્કેટમાં કાચી હળદર મળે છે. આ હળદરની પેસ્ટનું ખાસ પાણી તૈયાર કરી શિયાળામાં રોજ પીવા લાગો. હળદરનું પાણી તમારી કાયાપલટ કરી દેશે. ખાસ તો બેલી ફેટ ઝડપથી ઓછું થશે.
Trending Photos
Raw Turmeric: હળદર અલગ અલગ ઘરેલુ નુસખામાં ઉપયોગમાં લેવાય છે. રસોઈથી લઈને આયુર્વેદમાં સૂકી હળદરના પાવડર સૌથી વધુ વપરાય છે. શિયાળા દરમિયાન માર્કેટમાં લીલી હળદર કે જેને કાચી હળદર પણ કહેવાય છે તે વધારે જોવા મળે છે. લીલી હળદર પણ સ્વાસ્થ્ય અને ફાયદો કરે છે. હળદરવાળું દૂધ પીવાથી ઘણી બધી હેલ્થ પ્રોબ્લેમમાં આરામ મળે છે. જો કોઈ ઈજા થઈ હોય તો હળદરનો લેપ બનાવીને લગાડવાથી પણ આરામ મળે છે. સુકી હળદરની સાથે કાચી હળદર પણ ફાયદાકારક છે.
શિયાળામાં મળતી કાચી હળદરનો ઉપયોગ કરીને તમે સ્કિન, વધારે વજન અને ડાયજેશનની તકલીફોને દૂર કરી શકો છો. ખાસ તો જે લોકોને પેટની ચરબી ઘટાડવી હોય તેમણે કાચી હળદરનું પાણી પીવું જોઈએ. લીલી હળદરનું પાણી યોગ્ય સમયે પીવામાં આવે તો તેનાથી ઝડપથી અસર જોવા મળે છે.
પેટની ચરબી ઘટાડતું લીલી હળદરનું પાણી
જો તમે વજન ઓછું કરવા માંગો છો અને ખાસ તો પેટ અને કમરની ચરબી ઘટાડવા માંગો છો તો કાચી હળદરનું પાણી પીવાની શરૂઆત કરો. કાચી હળદરનું પાણી સવારે ખાલી પેટ પીવાથી શરીરનું મેટાબોલિઝમ તેજ થાય છે. કાચી હળદરનું પાણી પીવાથી બોડી ફેટ ઘટાડવામાં મદદ મળે છે.
હળદરનું પાણી બનાવવાની રીત
સૌથી પહેલા કાચી હળદરની પેસ્ટ બનાવી લો. સાથે જ એક ચમચી આદુની પેસ્ટ લેવી. આ બંને પેસ્ટને 2 ગ્લાસ પાણીમાં ઉમેરો. આ પાણીને આખી રાત ઢાંકી રાખો. બીજા દિવસે સવારે પાણીને બરાબર ઉકાળો અને પાણી એક ગ્લાસ જેટલું વધે ત્યારે તેને ગાળી અને પી લેવું.
હળદરનું પાણી પીવાથી થતા ફાયદા
1. હળદરમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે અને શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે.
2. હળદરનું પાણી પીવાથી હાર્ટ હેલ્થ સુધરે છે.
3. શિયાળામાં સાંધાના દુખાવાની તકલીફ વધી જતી હોય છે તેવામાં હળદરનું પાણી પીવાથી આ તકલીફ ઓછી થાય છે.
4. હળદરનું પાણી પીવાથી લીવરની સફાઈ થાય છે.
5. હળદરનું પાણી પીવાથી પાચન સુધરે છે અને ડાયજેસ્ટિવ પાવર વધે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે