કાતિલ દોરીથી બચાવવા મહેસાણાના યુવાનની પ્રેરણાદાઈ પહેલ! ઉત્તરાયણ પહેલા 3 ઘાયલ, એકનું ગળું કપાયું
મહેસાણા જિલ્લામાં પતંગ દોરી વાગવા થી અત્યાર સુધીમાં ત્રણ લોકો ઘાયલ થયા છે તો એક યુવાનનું ગળું કપાઈ જવાથી મોત નીપજ્યું છે. આ અતિ ગંભીર અને ઘાતક બાબતને ધ્યાનમાં રાખી મહેસાણા શહેરના યુવાને પ્રેરણાદાઈ પહેલ કરી છે.
Trending Photos
તેજસ દવે/મહેસાણા: ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે પતંગની કાતિલ દોરીના કારણે ગળા કપાઈ જવાની ઘટનાઓ વાંરવાર બનતી હોય છે. ત્યારે મહેસાણા જિલ્લામાં પતંગ દોરી વાગવા થી અત્યાર સુધીમાં ત્રણ લોકો ઘાયલ થયા છે તો એક યુવાનનું ગળું કપાઈ જવાથી મોત નીપજ્યું છે. આ અતિ ગંભીર અને ઘાતક બાબતને ધ્યાનમાં રાખી મહેસાણા શહેરના યુવાને પ્રેરણાદાઈ પહેલ કરી છે.
પુરપાટ ઝડપે જતા વાહનચાલકોના બચાવ માટે કાર્તિકસિંહ નામના યુવાને તમામ ટુ વ્હિલર વાહનો આગળ પતંગ દોરીથી બચાવ થાય એ માટે લોખંડના સળિયા સ્વરૂપે સેફટી ગાર્ડ વિના મૂલ્યે લગાવી આપવાનું શરૂ કર્યું છે. જે પણ ટુ વ્હિકલ વાહન ચાલક પોતાના વાહનના આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવવા માંગતા હોય તેને પતંગની કાતિલ દોરીથી બચવા વિના મૂલ્યે લોખંડના સળિયાનો સેફટી ગાર્ડ લગાવી આપવા નું શરૂ કર્યું છે.
રૂપિયા બચાવવા, ખર્ચના ડરથી કે આળસના કારણે ઉત્તરાયણ દરમ્યાન જે લોકો સેફટી ગાર્ડ લગાવવા પ્રેરવા અને જાગૃતિ અર્થે વિના મૂલ્યે લોખંડના સળિયા રૂપે સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવી રહ્યા છે, અત્યાર સુધી આ યુવાને 1 હજાર કરતા પણ વધુ સેફટી ગાર્ડ લગાવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે