Eating Tips: રાત્રે ભુલથી પણ ન ખાશો આ 3 વસ્તુઓ, નહિં તો તમારી ઊંઘ થઈ જશે હરામ!

Do Not Eat These Things Before Sleeping: ઊંઘ ન આવવાના કારણે વ્યક્તિ અનેક ખતરનાક બીમારીઓનો શિકાર બની શકે છે. જો તમને પણ પૂરતી ઊંઘ ન આવવા જેવી સમસ્યા હોય તો તમારી થાળીમાં પીરસવામાં આવતી વસ્તુઓનુ ધ્યાન રાખો કારણ કે ખાવા-પીવાની વસ્તુઓની તમારી ઊંઘ પર મોટી અસર પડે છે.

Eating Tips: રાત્રે ભુલથી પણ ન ખાશો આ 3 વસ્તુઓ,  નહિં તો તમારી ઊંઘ થઈ જશે હરામ!

Do Not Eat These Things Before Sleeping: ઊંઘ ન આવવાના કારણે વ્યક્તિ અનેક ખતરનાક બીમારીઓનો શિકાર બની શકે છે. જો તમને પણ પૂરતી ઊંઘ ન આવવા જેવી સમસ્યા હોય તો તમારી થાળીમાં પીરસવામાં આવતી વસ્તુઓનુ ધ્યાન રાખો કારણ કે ખાવા-પીવાની તમારી ઊંઘ પર મોટી અસર પડે છે. એટલા માટે ખોરાકની આદતો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.

સારા સ્વાસ્થ્ય માટે ઊંઘ જરૂરી
સારા સ્વાસ્થ્યનો ઊંઘ સાથે ગાઢ સંબંધ છે. ઊંઘનો અભાવ વ્યક્તિને અનેક ખતરનાક રોગોનો શિકાર બનાવી શકે છે. જેમાં હૃદયરોગ, નબળી રોગપ્રતિકારક શક્તિ, કેન્સરનું જોખમ, ડિપ્રેશન જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. એટલા માટે સૂતા પહેલા બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

રાત્રે સૂતા પહેલા આ વસ્તુઓ ન ખાવી

1. કેફીનયુક્ત પીણાં
આલ્કોહોલ અને કેફીનની માત્રા પર નજર રાખવી જરૂરી છે. તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે કેફીન, જે ઊંઘની પેટર્નને અસર કરે છે, તે ઘણા પ્રકારના ખોરાક અને પીણાંમાં જોવા મળે છે. ચા, કોફી અને વિવિધ સોફ્ટ ડ્રિંક્સમાં કેફીન જોવા મળે છે.  તેથી રાત્રે સૂતા પહેલા આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળો.

No description available.

2. ટામેટા
શું તમે જાણો છો કે સૂતા પહેલા ટામેટા ખાવાથી પણ તમારી ઊંઘ ખરાબ થાય છે. આનું કારણ એ છે કે ટામેટાં એસિડ રિફ્લેક્સનું કારણ બની શકે છે અને પાચનની સમસ્યાઓ વધારી શકે છે. એક રિપોર્ટ અનુસાર, રાત્રે ટામેટાંનું સેવન કરવાથી બેચેની વધી શકે છે.

3. ડુંગળી
ટામેટા સિવાય ડુંગળી પણ એક એવી વસ્તુ છે, જે તમારા પાચનતંત્ર સાથે ખેલ કરી શકે છે. ડુંગળી પેટમાં ગેસ બનાવવાનું કામ કરે છે.  ખાસ કરીને જ્યારે તમે સીધા સૂઈ જાઓ. નવાઈની વાત તો એ છે કે કાચી કે પાકેલી બંને ડુંગળી આવી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી તમારે રાત્રે સૂતા પહેલા શક્ય હોય ત્યાં સુધી ડુંગળી ખાવાનું ટાળવું જોઈએ.

કેટલા કલાકની ઊંઘ જરૂરી છે?
ઊંઘ પૂરી ન થવા પર મગજની કામગીરીની સાથે શરીર પર પણ અસર થઈ શકે છે. જે લોકો દિવસમાં 7 કલાકથી ઓછી ઊંઘ લે છે તેમના વજન પર નિયંત્રણ નથી હોતું અને સામાન્ય લોકોની સરખામણીમાં તેઓ સ્થૂળતાનો શિકાર બને છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો:
IMD Rain Alert: આ જગ્યાઓએ જવાનું હોય તો કેન્સલ કરી દેજો, 5 દિવસ ભુક્કા બોલાવશે વરસાદ
27 જૂન રાશિફળ: મેષ રાશિ માટે મંગળવાર છે શુભ, જાણો કઈ રાશિના લોકોએ આજે રહેવું સાવધાન
ઝાડ પાસે ઉગેલો તુલસીનો છોડ અચાનક કરે છે નૃત્ય, આ Video જોઈ તમે પણ દંગ રહી જશો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news