Beard Care Tips: શાનદાર દાઢી રાખીને લાગવા માંગો છો સ્ટાઈશ? તો અપનાવો આ ટિપ્સ
લોકો ટ્રેન્ડિંગ બિયર્ડ લુકને કેરી કરવા માટે સ્ટાઈલીશ બની જાય છે. પરંતુ તેની કેર કરવાનું છોડી દે છે. બિયર્ડને સમયસર સાફ કરવામાં ન આવે તો વાળ ખરવાનું શરૂ થઈ જાય છે. તમને બિયર્ડ કીટ માર્કેટમાં સરળતાથી મળી જશે. દિવસમાં એક વખત બિયર્ડ પર કોમ્બનો યુઝ જરૂર કરો.
Trending Photos
Beard Care Tips: વાળનું ખરવું એક સામાન્ય સમસ્યા છે. પરંતુ જો તમારી દાઢીના વાળ ખરવાનું શરૂ થઈ ગયું હોય તો તે ચિંતા વધારનારી વાત છે. દાઢીથી સ્ટાઈલીશ લુક મેળવી શકાય છે. અને જો તમે વાળ ખરવા જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો એવામાં તમારે એક્ટિવ થઈ જવું જોઈએ. આ ટિપ્સને ફોલો કરો અને શાનદાર દાઢી જાળવી રાખો.
1. ડુંગળીનો રસ લગાવો:
માથાની જેમ તમારે દાઢી પર પણ ડુંગળીનો રસ લગાવવો જોઈએ. તેના રસના ગુણોના કારણે આજકાલ અનેક પ્રોડક્ટ્સ માર્કેટમાં મળી રહી છે. ડુંગળીના એન્ટી ઓક્સિડેન્ટ્સ વાળને રિપેર કરે છે અને તેને ખરતા પણ અટકાવે છે.
2. બિયર્ડ ઓઈલ લગાવો:
વાળને સારા પોષણ કે તેના હાઈડ્રેટ ન રહેવાથી તે ખરવાનું શરૂ થઈ જાય છે. વાળ પણ સારું પોષણ ઈચ્છે છે, તો આ સ્થિતિમાં તમારે બિયર્ડ ઓઈલની મદદ લેવી જોઈએ. તેનાથી વાળ ખરવાનું બંધ થઈ જશે અને તેના ગ્રોથમાં પણ સુધારો થશે.
3. આમળાનું સેવન કરો:
દાઢીના વાળ ખરવાનું કારણ ખોરાક પણ છે. હેર કેરમાં તમારે ડાયેટનું પણ ધ્યાન રાખવું જોઈએ. તમારે આમળાનું સેવન કરવું જોઈએ. કેમ કે તે વિટામીન સીથી ભરપૂર હોય છે. આ વિટામિન હેલ્થ, સ્કીન અને વાળ ત્રણેયને હેલ્થી બનાવવામાં મદદ કરે છે.
4. સાફ-સફાઈનું ધ્યાન:
લોકો ટ્રેન્ડિંગ બિયર્ડ લુકને કેરી કરવા માટે સ્ટાઈલીશ બની જાય છે. પરંતુ તેની કેર કરવાનું છોડી દે છે. બિયર્ડને સમયસર સાફ કરવામાં ન આવે તો વાળ ખરવાનું શરૂ થઈ જાય છે. તમને બિયર્ડ કીટ માર્કેટમાં સરળતાથી મળી જશે. દિવસમાં એક વખત બિયર્ડ પર કોમ્બનો યુઝ જરૂર કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે