કીબોર્ડના F અને J પર શા માટે હોય છે બે નિશાન? જાણો રોચક વાત
જો આપણે આ રીતે કી બેર્ડમાં ટાઈપિંગ કરીએ તો ટાઈપિંગ કરવામાં સરળતા તો રહે જ છે અને વધુ ઝડપથી આપણે ટાઈપિંગ કરી શકીએ છે. એટલે એનો સિધો અર્થ એ થાય છે તે કિબોર્ડમાં આપવામાં આવેલા આ નિશાનથી આપણે આપણાં ડાબા અને જમણાં હાથને સેટ કરીને યોગ્ય આંગળીથકી સરળતાથી અને ઝડપથી ટાઈપિંગ કરી શકીએ છે.
Trending Photos
નવી દિલ્હીઃ આપણે વર્ષોથી કીબોર્ડનો ઉપયોગ કરીએ છીએ અને જો કોઈએ તેનો ઉપયોગ ન કર્યો હોય તો પણ તેણે તે જોયું જ હશે. કોમ્પ્યુટરના આગમનથી આપણા બધાનું જીવન ખૂબ જ સરળ બન્યું છે અને પછી દરેક લેપટોપ તરફ વળ્યા છીએ. પરંતુ શું તમે ક્યારેય કીબોર્ડ પર એક વસ્તુ પર ધ્યાન આપ્યું છે?
અહીં અમે F અને J પરના નિશાન પર વાત કરી રહ્યા છીએ. F અને Jની કીમાં એક એક નિશાન છે જેના પર બહું ઓછા લોકોનું ધ્યાન ગયું હશે અને જો કદાચ ધ્યાન ગયું પણ હશે તો તે જાણવાનો પ્રયત્ન નહીં કર્યો હોય. આવો આમે તમને તેનું કારણ જણાવી દઈએ છે.
કોમ્પ્યુટર કીબોર્ડ પર F અને J કી પર જોવા મળતા નિશાન અથવા પટ્ટાઓ વપરાશકર્તાઓના ડાબા અને જમણા હાથને સ્થાન આપવામાં મદદ કરવા માટે છે. એક વખત તમે F પર તમારા ડાબી હાથની આંગળી અને J પર જમણા હાથની આંગળીઓ મૂકી દો પછી બાકીના કીબોર્ડને ઍક્સેસ કરવું એકદમ સરળ રહેશે. તમારો ડાબો હાથ A, S, D અને F આવરી લે છે જ્યારે તમારો જમણો હાથ J, K, L અને કોલોનને આવરી લે છે. આ બન્ને અંગૂઠા પછી સ્પેસ બાર પર રહે છે જેથી ટાઈપ કરવું વધુ સરળ બને છે.
ટાઇપિંગ સ્પીડ વધે છે-
જો આપણે આ રીતે કી બેર્ડમાં ટાઈપિંગ કરીએ તો ટાઈપિંગ કરવામાં સરળતા તો રહે જ છે અને વધુ ઝડપથી આપણે ટાઈપિંગ કરી શકીએ છે. એટલે એનો સિધો અર્થ એ થાય છે તે કિબોર્ડમાં આપવામાં આવેલા આ નિશાનથી આપણે આપણાં ડાબા અને જમણાં હાથને સેટ કરીને યોગ્ય આંગળીથકી સરળતાથી અને ઝડપથી ટાઈપિંગ કરી શકીએ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે