એક રિપોર્ટ બાદ કેમ લાખો લોકો છોડી કરી રહ્યાં છે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાની આદત?

અમેરિકામાં કરવામાં આવ્યો એક મહત્ત્વનો સ્ટડી અને સામે આવ્યું ચોંકાવનારું પરિણામ. નેનોપ્લાસ્ટિકના કણો માણસના લોહીમાં ભળી શકે છે, એક લિટર પાણીની બોટલમાં પ્લાસ્ટિકના 2.40 લાખ કણ હોવાનો અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે. 

એક રિપોર્ટ બાદ કેમ લાખો લોકો છોડી કરી રહ્યાં છે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાની આદત?

નવી દિલ્લીઃ કોરોના બાદ લોકો દિનપ્તિદિન વધુને વધુ હેલ્થ કોન્સિયશ બનતા જાય છે. સવાસ્થ્ય પ્રત્યેની સભાનતા હવે પહેલાં કરતા વધી ગઈ છે. દુનિયાના અન્ય દેશોની જેમ હવે ભારતમાં પણ લોકો આ દિશામાં ખાસા જાગૃત થઈ ગયા છે. હવે લોકો પહેલાંની જેમ ગમે તે વસ્તુ ખાતા-પીતા નથી. સાથે જ હાઈજીનનું પણ ખુબ ધ્યાન રાખતા થયા  છે લોકો. એવામાં અમેરિકામાં થયેલાં એક સ્ટડી બાદ ટપોટપ દુનિયાભરમાં લાખો લોકો બંધ કરી રહ્યાં છે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાની આદત. અમેરિકામાં કરાયેલાં સ્ટડીનો જે રિપોર્ટ સામે આવ્યો છે તે ચોંકાવી દે તેવો છે.

પાણીની એકલિટરની બોટલમાં પ્લાસ્ટિકમાં ૨,૪૦,૦૦૦ જેટલા કણ હોવાનું નવા અભ્યાસમાં જણાવાયું છે. આમાના કેટલાય કણોને હજી સુધી ચકાસાયા જ નથી. સંશોધકોનું કહેવું છેકે, પ્લાસ્ટિકના પ્રદૂષણના લીધે આરોગ્ય પર થતી અસરની નાટકીય રીતે અવગણના કરવામાં આવી છે. નેશનલ એકેડેમી ઓફ સાયન્સની જર્નલના સોમવારે પ્રકાશિત સ્ટડીમાં આ વાત જણાવાઈ છે. ઉલ્લેખનીય છેકે, સંશોધન દરમિયાન અમેરિકાની ત્રણ જાણીતી બ્રાન્ડની એક લિટર પાણીની બોટલમાં 1,10,000-3,70,000 સુધીના પ્લાસ્ટિકના કણો મળ્યાં. આ અભ્યાસમાં તેમને પ્રથમ વખત પ્લાસ્ટિકની બોટલની અંદર ઉપલબ્ધ નેનોપ્લાસ્ટિકની સમીક્ષા કરી. નેનો પ્લાસ્ટિક એટલે કે એક માઈક્રોમીટરથી પણ નાના પ્લાસ્ટિકના કણો અથવા તો માનવીના વાળનો પણ સાતમા ભાગનો હિસ્સો ધરાવતા હોય તેવા કણો. 

આ સંશોધનનું તારણ દર્શાવે છે કે બોટલ વોટરમાં અગાઉના અંદાજ કરતાં ૧૦૦ ગણુ વધારે પ્લાસ્ટિક જોવા મળ્યું છે. અગાઉના અભ્યાસોમાં ફક્ત એકથી પાંચ હજાર માઇક્રોમીટર સુધીના પ્લાસ્ટિકના કણોની ગણતરી કરવામાં આવતી હતી. એક માઇક્રોમીટરથી નીચેના પ્લાસ્ટિકના કણો ધ્યાનમાં લેવાતા ન હતા. આ અભ્યાસમાં પહેલી વખત એક માઇક્રોમીટરથી નીચેના કણોને ધ્યાનમાં લેવાયા છે. 

નેનોપ્લાસ્ટિક માનવીય આરોગ્યને માઇક્રોપ્લાસ્ટિક કરતાં પણ વધુ નુકસાન પહોંચાડે છે. તે માનવીના કોષોની અંદર ઉતરી જાય તેટલા નાના હોય છે. આ કણો રક્તપ્રવાહમાં ભળે છે અને માનવ શરીરના આંતરિક અંગોને અસર કરે છે. આ ઉપરાંત તે માતાના ગર્ભમાં રહેલા | બાળકના સુરક્ષાકવચને છેદીને અંદર સુધી જવાની ક્ષમતા ધરાવે છે. વૈજ્ઞાનિકોને લાંબા સમયથી બોટલ્ડ વોટરની અંદર નેનોપ્લાસ્ટિક હોવાની શંકા હતી. તેઓ પાસે આ નેનોપાર્ટિકલ્સ ઓળખી નાખવાની ટેકનોલોજી ન હતી. આ અભ્યાસમાં અમેરિકાની ત્રણ લોકપ્રિય બ્રાન્ડની એક લિટરની ૨૫ બોટલને ઉપયોગમાં લેવામાં આવી હતી. તેઓએ તેમા પ્રતિ લિટર પાણીએ ૧,૧૦,૦૦૦થી લઈને ૩,૭૦,૦૦૦ પ્લાસ્ટિકના કણો જોયા, તેમાથી ૯૦ ટકા નેનોપ્લાસ્ટિક હતા.

 

 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news