Mukesh Ambani Announcements: મુકેશ અંબાણીએ વાઈબ્રન્ટ સમિટમાં ગુજરાતીઓને આપ્યા 5 વચન
Ambani Promises in Vibrant Gujarat: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માં મુકેશ અંબાણીની સ્પીચ વાઈબ્રન્ટ સ્પીચ બની રહી... તેમણે આ સમારોહમાં પાંચ મોટી જાહેરાત કરી
Trending Photos
Mukesh Ambani Big Announcements: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેને સંબોધન કર્યુ હતું. આ સંબોધનમાં તેમણે ગુજરાત માટે પાંચ મોટી જાહેરાત કરી હતી. તેઓએ વાઈબ્રન્ટ સમિટમાં ગુજરાતીઓને 5 વચન આપ્યા હતા. સાથે જ તેઓએ કહ્યું હતું કે, જ્યારે રોકાણકારો ભારત વિશે વિચારે છે, ત્યારે તેઓ નવા ગુજરાત વિશે વિચારે છે. સાથે જ તેમણે કહ્યુ કે, રિલાયન્સ ગુજરાતની કંપની હતી, છે અને ઓળખાતી રહેશે. અમારો હેતુ 7 કરોડ ગુજરાતીઓના સપના પૂરા કરવાનો છે.
મને ગુજરાતી હોવાનું અભિમાન છે - મુકેશ અંબાણી
મુકેશ અંબાણીએ પોતાના વકતવ્યમાં જણાવ્યું, આ સમિટ દુનિયાની સૌથી નામાંકિત સમિટ બની રહી છે. 20 વર્ષથી સતત ચાલતી હોય તેવી આ એકમાત્ર સમિટ છે. તમામ રોકાણકારોને આ સમિટમાં ભાગ લેવાનો મોકો મલે છે. પીએમ મોદીના વિઝનને કારણે આ શક્ય બન્યું છે. હું વાઈબ્રન્ટ ગુજરાતની દરેક સમિટમાં સહભાગી થયો છું તે મારુ ગૌરવ છું. મને ગુજરાતી હોવાનું અભિમાન છે. જ્યારે વિદેશીઓ ન્યૂ ઈન્ડિયા વિચારે છે, તો અમે નવુ ગુજરાત વિચારીએ છીએ. અમારા લીડર દેશના ઈતિહાસના સૌથી સફળ પ્રધાનમંત્રી છે. એક લીડર જેના કારણે નવું ગુજરાત થયું જે એક વૈશ્વિક નેતા છે. પ્રધાનમંત્રી બોલે છે, ત્યારે આખુ વિશ્વ તાળી પાડે છે. મોદી હૈ તો મુમકીન હૈ. દેશના પ્રધાનમંત્રીએ અશક્યને શક્ય બનાવ્યું છે. વિદેશીઓ પણ માની ગયા છે કે, મોદી હૈ કી મુમકીન હૈ. વિદેશના મારા મિત્રો પુછે છે કે મોદી હૈ તો મુમકીન હૈ એટલે શું હું તેમને જવાબ આપું છું ત્યારે તેઓ પણ તે જ કહે છે.
મુકેશ અંબાણીના 5 વાયદા
- RIL હજીરામાં ભારતની પ્રથમ કાર્બન ફાઇબર સુવિધા સ્થાપશે, જે રાજ્યને ‘નવી સામગ્રી અને પરિપત્ર અર્થતંત્રમાં અગ્રણી’ બનાવશે.
- તે ગુજરાતમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે, 2030 સુધીમાં રાજ્યને તેની 50% ગ્રીન જરૂરિયાતો હાંસલ કરવામાં મદદ કરશે.
- રિલાયન્સ રિટેલ, RILની છૂટક શાખા, રાજ્યમાં 'ગુણવત્તાવાળા ઉત્પાદનો' લાવશે અને તેના ખેડૂતોને ટેકો આપશે.
- વિશ્વમાં ક્યાંય પણ 'સૌથી ઝડપી 5G રોલઆઉટ' પૂર્ણ કર્યા પછી, RILની '5G- સક્ષમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) રિવોલ્યુશન્સ' ગુજરાતમાં નોકરીઓનું સર્જન કરશે.
- ભારત 2036 ઓલિમ્પિક માટે બિડ કરશે અને રિલાયન્સ આ સંદર્ભે ગુજરાતમાં રોકાણ કરશે.
વાઈબ્રન્ટ ગુજરાતમાં મુકેશ અંબાણીનો ગુજરાતી પ્રેમ દેખાયો : મને ગુજરાતી હોવાનું અભિમાન છે: મુકેશ અંબાની#vibrantgujarat #mukeshambani #ambani #Gujarat #ZEE24Kalak pic.twitter.com/iWmHWtTykA
— Zee 24 Kalak (@Zee24Kalak) January 10, 2024
રિલાયન્સ ગુજરાતની કંપની હતી, છે અને ઓળખાતી રહેશે
મારા પિતાએ કહ્યુ હતું કે, ગુજરાત તારી માતૃભૂમિ છે અને તે હંમેશા તારી કર્મભૂમિ રહેશે. રિલાયન્સ ગુજરાતની કંપની હતી, છે અને ઓળખાતી રહેશે. આખા ભારતમાં થયેલા 12 લાખ કરોડના રોકાણમાં ત્રીજો ભાગ ગુજરાતમાં રોકાણ થયું છે. રિલાયન્સ આવનાર દસ વર્ષમાં રોકાણ કરશે. રીન્યુએબલ એનર્જી માટે ધીરૂભાઈ અંબાણી પાર્ક જામનગર માત્ર સ્થાપી રહ્યું છે. ગ્રીન પ્રોજક્ટમાં ગુજરાત લીડર બનશે અને ૨૦૨૪ માં પ્રોડક્શન શરૂ થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે