Tamarind water: ખાટી આમલીના પાણીના છે 'ચમત્કારિક' ફાયદા, ખાસ જાણો તેના વિશે
આમલી એક વસ્તુ છે જે સ્વાદમાં મીઠી અને ખાટી હોય છે. આમલીનું નામ સાંભળતાં જ મોમાં પાણી આવી જાય છે. એટલા માટે તમે અનેકવખત આમલી ખાધી હશે. પરંતુ શું તમે ક્યારેય આમલીનું પાણી બનાવીને પીધું છે. જો નહીં તો આજે અમે તમારા માટે આમલીનું પાણી બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ.
Trending Photos
આમલીનું પાણી પીઓ અને પાચન વ્યવસ્થાને મજબૂત કરોઆમલી એક વસ્તુ છે જે સ્વાદમાં મીઠી અને ખાટી હોય છે. આમલીનું નામ સાંભળતાં જ મોમાં પાણી આવી જાય છે. का એટલા માટે તમે અનેકવખત આમલી ખાધી હશે. પરંતુ શું તમે ક્યારેય આમલીનું પાણી બનાવીને પીધું છે. જો નહીં તો આજે અમે તમારા માટે આમલીનું પાણી બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ. આમલીનું પાણી પીવાથી તમારી પાચન વ્યવસ્થા સારી બને છે. જે તમારા ડાયાબિટીસ અને વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. આમલી તમારા શરીરમાં લોહીની અછતને દૂર કરે છે. તો આવો જાણીએ કે આમલીનું પાણી કઈ રીતે બનાવી શકાય.
આમલીનું પાણી બનાવવા માટે જરૂરી સામગ્રી-
આમલી 200 ગ્રામ
1 નાની ચમચી જીરા પાઉડર
1 મોટી ચમચી ધાણાનો પાઉડર
મીઠું સ્વાદ અનુસાર
2 મોટી ચમચી ચાટ મસાલો
2 મોટી ચમચી મરચાનો પાઉડર
2 મોટી ચમચી ખાંડ
1 મોટી ચમચી ફૂદીનાની ચટણી
3 ટેબલ સ્પૂન કાપેલા ધાણા
કેવી રીતે બનાવશો આમલીનું પાણી?
આમલીનું પાણી બનાવવા માટે સૌથી પહેલા આમલી લો.
પછી તેને 1 કપ ગરમ પાણીમાં પલાળીને 1 કલાક માટે રાખો.
તેના પછી તેનું પાણી વાસણમાં બહાર કાઢો.
પછી આમલીમાંથી કચૂકા કાઢીને અલગ કરી દો
ત્યારબાદ આમલીના પાણીમાં લગભગ 6-7 ગ્લાસ પાણી મિક્સ કરો
ત્યારપછી આમલીને નાંખો અને સારી રીતે મિક્સ કરો
બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં બૂંદી નાંખીને ઠંડો થવા માટે ફ્રીજમાં મૂકો.
ઠંડો થઈ જાય પછી આમલીના રસને તમે પીરસી શકો છો.
(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે