Chanakya Niti: આ 4 ગુણ તમારામાં હશે તો ગમે તેવો જોરાવર દુશ્મન ઊંધા માથે પછડાશે, ખાસ જાણો

ચાણક્ય નીતિ: જો તમે ચાણક્ય નીતિની કેટલીક વાતોનો અમલ કરશો તો તે આજના સમયમાં પણ એટલી જ પ્રાસંગિક છે. તમારા દુશ્મનો નતમસ્તક થવા માટે મજબૂર બની જશે. 

Chanakya Niti: આ 4 ગુણ તમારામાં હશે તો ગમે તેવો જોરાવર દુશ્મન ઊંધા માથે પછડાશે, ખાસ જાણો

Chanakya Niti: સફળ વ્યક્તિના દુશ્મનો તો ઘણા હોય છે પરંતુ એવા લોકોના પણ દુશ્મન ઘણા હોય છે જેઓ સફળ થવાના રસ્તે આગળ વધી રહ્યા છે. સ્પષ્ટ છે કે અનેકવાર આ દુશ્મન તગડું નુકસાન પહોંચાડે છે. આવામાં જરૂરી છે કે પોતાની જાતને શત્રુઓથી બચાવીને રાખવામાં આવે. મહાન કૂટનીતિક આચાર્ય ચાણક્યએ દુશ્મનોથી બચવા અને શત્રુઓને માત આપવા માટે ખાસ બાબતો વર્ણવી છે. જો તમે તે અપનાવી લેશો તો ગમે તેવો શક્તિશાળી દુશ્મન હશે તો તે પણ ઘૂંટણિયે પડશે. 

શત્રુને જરાય ઓછો ન આંકો
આચાર્ય ચાણક્ય કહે છે કે ક્યારેય તમારા દુશ્મનને કમ ન આંકો. તેને માત આપવા માટે તેની તાકાતનો યોગ્ય અંદાજો લગાવવો જરૂરી છે. તો જ તમે તેની નબળી નસ પર વાર કરીને સરળતાથી જીત મેળવી શકશો. 

હાર ન માનો
ક્યારેય હાર ન માનો. દુશ્મન ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય પણ ગભરાવવું જોઈએ નહીં. શક્તિશાળી દુશ્મનની તાકાત જોઈને હિંમત ન હારો. તમારી હિંમત અને બુદ્ધિનો ઉપયોગ કરીને તમારી તાકાત વધારો. એક ને એક દિવસે દુશ્મનો તમારી આગળ જરૂર નતમસ્તક થશે. 

પોતાના પર ભરોસો રાખો
શક્તિશાળી દુશ્મનનો સામનો કરવા માટે અને તેને હરાવવા માટે તમારો પોતાના પર વિશ્વાસ  હોવો જરૂરી છે. કારણ કે શત્રુઓ ક્યારેકને ક્યારેક તે ભૂલ કરશે જ અને તમે તેનો ફાયદો ઉઠાવીને જીત મેળવી લેશો. 

ગુસ્સા પર કાબૂ
ગુસ્સો જીતેલું યુદ્ધ પણ હરાવી શકે છે. ગુસ્સામાં વ્યક્તિ વિચારવા-સમજવાની શક્તિ ગુમાવી બેસે છે. આથી ગુસ્સા પર કાબૂ રાખો અને શત્રુની દરેક ચાલ પર નજર રાખો. તમે જરૂર જીતશો. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news