સૂતી વખતે બ્રા કાઢી નાખવાના ફાયદા સાથે છે ગેરફાયદા, શું બ્રા પહેરવી જરૂરી છે કે નહીં?

Why To Wear Bra: આ મુદ્દે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે.  તો બીજી તરફ એવી મહિલાઓ છે જે બ્રા વગર ઘરની બહાર નીકળવાનું વિચારી પણ શકતી નથી. એટલું જ નહી તે ઘરની અંદર પહેરવાનું વધુ સારું માને છે.

સૂતી વખતે બ્રા કાઢી નાખવાના ફાયદા સાથે છે ગેરફાયદા,  શું બ્રા પહેરવી જરૂરી છે કે નહીં?

Women Health: વિશ્વભરમાં ઘણી સ્ત્રીઓને બ્રેઝિયર પહેરવાથી ચીડ ચડે છે. તેમાં કોઈ શંકા નથી કે તે સૌથી આરામદાયક કપડાં નથી, તેથી ઘણી સ્ત્રીઓ તેને પહેરવાનું જરૂરી માનતી નથી. બ્રા પહેરવી જરૂરી છે કે નહીં... આ મુદ્દે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે.  તો બીજી તરફ એવી મહિલાઓ છે જે બ્રા વગર ઘરની બહાર નીકળવાનું વિચારી પણ શકતી નથી. એટલું જ નહી તે ઘરની અંદર પહેરવાનું વધુ સારું માને છે.

પુરૂષો પોતાની પત્ની કરતાં પારકી સ્ત્રી કેમ લાગે વધુ આકર્ષક, આ રહ્યું સાચું કારણ
યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ, કારણો જાણશો તો ચોંકી જશો
Vish Yoga: શનિ-ચંદ્ર યુતિથી બનશે અશુભ વિષ યોગ, આ 2 રાશિઓ પર તૂટશે મુસિબતનો પહાડ!
વરરાજા મંડપ છોડીને ભાગ્યો તો કન્યા 20 કિમી સુધી પીછો કરી દાદાગીરીથી કર્યા લગ્ન

બ્રા પહેરવામાં મુશ્કેલી
ઘણી સ્ત્રીઓ કહે છે કે તેઓ આખો સમય બ્રા પહેરીને થાકી જાય છે. તેઓ ફરિયાદ કરે છે કે દરેક સમયે બ્રા પહેરવાથી તેમને ચુસ્ત લાગે છે. એ પણ સાચું છે કે આખો સમય બ્રા પહેરવાથી ખૂબ જ ટાઇટ લાગે છે. આ સિવાય ટાઈટ બ્રા તમારી ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે. આ જ કારણ છે કે ઘણી સ્ત્રીઓ રાત્રે સૂતી વખતે પોતાની બ્રા ઉતારે છે જેથી તેમને સારી ઊંઘ આવે. પરંતુ સાથે જ એક માન્યતા એવી પણ છે કે લાંબા સમય સુધી બ્રા ન પહેરવાને કારણે સ્તનો ઢીલા પડી જાય છે અથવા નીચે લટકી જાય છે, આકાર બગડે છે અને આવી અનેક બાબતો.

રક્ત પરિભ્રમણને અસર કરે છે-
રાત્રે બ્રા પહેરીને સૂવાથી તમારા બ્રેસ્ટની આસપાસ લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી. આ સાથે, સ્ત-નની આસપાસના સ્નાયુઓ સંકોચવા લાગે છે. જેના કારણે તમને ઊંઘમાં તકલીફ થઈ શકે છે. તેથી જો તમારે સારી ઊંઘ લેવી હોય તો રાત્રે તમારી બ્રા ઉતાર્યા વગર જ સૂઈ જાઓ.

પરંતુ શું તે સત્ય છે કે પછી ફક્ત એક મિથક?
 બ્રા પહેરવાથી કે ન પહેરવાથી સ્વાસ્થ્યને કોઈ પણ રીતે અસર થતી નથી. તે માત્ર એક ફેશન સ્ટેટમેન્ટ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે બ્રા પહેરવી કે ન પહેરવી એ વ્યક્તિગત પસંદગી છે. કેટલાક લોકોને બ્રા સાથે તેમનું શરીર ગમે છે, જ્યારે કેટલાક તેના વિના સ્પોર્ટ્સ રમવામાં અસમર્થ હોય છે. 

ડૉક્ટરે એમ પણ કહ્યું કે જો કોઈને તેને પહેરવામાં આરામદાયક લાગે છે, તો તેઓ આમ કરવા માટે સ્વતંત્ર છે. એ જ રીતે, જો ઘણી સ્ત્રીઓ બ્રા પહેરવા ન માંગતી હોય, તો તેઓ પણ ફ્રી છે. જો તમે બ્રા નહીં પહેરો તો તમારા સ્તનની સાઇઝ કે સ્વાસ્થ્ય પર કોઇપણ રીતે અસર નહીં થાય. અંડરવીયર બ્રા અથવા પેડેડ બ્રા પહેરવાથી કેન્સર થતું નથી. તે ફક્ત તમારી પોતાની પસંદગી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news