ભારતમાં આતંક ફેલાવા પાકિસ્તાનની નવી ચાલ! આ રીતે અમદાવાદમાં કરાવે છે બાંગ્લાદેશીઓની ઘૂષણખોરી

Gujarat Police: નાપાક પાકિસ્તાન હવે બાંગ્લાદેશીઓનો ઉપયોગ કરી ભારતમાં ફેલાવી રહ્યો છે આતંકવાદ. ગુજરાતના એપી સેન્ટર કહેવાતા અમદાવાદ માંથી છેલ્લાં 5 વર્ષ માં 212 બાંગ્લાદેશી પકડાયા છે.

ભારતમાં આતંક ફેલાવા પાકિસ્તાનની નવી ચાલ! આ રીતે અમદાવાદમાં કરાવે છે બાંગ્લાદેશીઓની ઘૂષણખોરી

ઉદય રંજન, અમદાવાદ: ગુજરાત એટીએસ એ તાજેતર મા જ અમદાવાદ ની ચાર બાંગ્લાદેશી શખ્સ ની ધરપકડ કરી દેશ વિરુદ્ધ પ્રવુતિ નો પર્દાફાશ કર્યો છે. ત્યારે અમદાવાદ માંથી આ કેટલા બાંગ્લાદેશી છેલ્લા 5 વર્ષ માં પકડાયા છે તેની પર નજર કરીએ. ઉલ્લેખનીય છે કે આ એક નવી મોડ ઓપરેન્ડી સામે આવી છે જેમાં પાકિસ્તાન માટે બાંગ્લાદેશી ઓ સ્લીપર સેલ તરીકે કામ કરી રહ્યા છે. અમદાવાદ માં થી અવાર નવાર ગેરકયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ની ધરપકડ અમદાવાદ sog કરતી હોય છે ત્યારે છેલા પાંચ વર્ષ માં કેટલા બાંગ્લાદેશી પકડાયા છે તેની આંકડાકીય માહિતી પર નજર કરીએ.

છેલ્લાં 5 વર્ષમાં અમદાવાદથી ઘૂષણખોરી કરતા કેટલાં બાંગ્લાદેશીઓ પકડાયા?
વર્ષ : 2017 
પકડાયા : 51 
સ્ત્રી : 08 
પુરુષ : 43 
પરત મોકલ્યા : 35 

વર્ષ : 2018
પકડાયા : 35
સ્ત્રી :03 
પુરુષ :32
પરત મોકલ્યા : 59 

વર્ષ : 2019 
પકડાયા : 70 
સ્ત્રી : 00 
પુરુષ : 70 
પરત મોકલ્યા : 62 

વર્ષ : 2020 
પકડાયા : 17 
સ્ત્રી : 00 
પુરુષ : 17 
પરત મોકલ્યા : 22 

વર્ષ : 2021 
પકડાયા : 20 
સ્ત્રી : 02 
પુરુષ : 18 
પરત મોકલ્યા : 14 

વર્ષ : 2022
પકડાયા : 19 
સ્ત્રી : 03 
પુરુષ : 16 
પરત મોકલ્યા : 10 

વર્ષ : 2023
પકડાયા : 00
સ્ત્રી : 00
પુરુષ : 00 
પરત મોકલ્યા : 07

કેમ વર્ષે ને વર્ષે આંકડા ઘટી રહ્યા છે? 
ત્યારે અમદાવાદ એસ ઓ જી ના ડીસીપી જયરાજસિંહ વાળા નું જણાવું છે કે વર્ષ ને વર્ષ આ આંકડા માં અમદાવાદ ઘટાડો થઇ રહ્યો છે કેમ કે sog નો કડક અને સરકારક કાર્યવાહી ના કારણે મોટાભાગના ઘૂસણખોરી કરી બે આવેલા બાંગ્લાદેશીઓ ઝડપાય ચુક્યા છે તેમ છતાં પણ SOGની કાર્યવાહી હજુ પણ શરુ જ છે જેમાં વધુ બાંગ્લાદેશીઓ પકડાઈ શકે છે   

ક્યાંથી આવે છે બાંગ્લાદેશીઓ ?
અમદાવાદ SOG ક્રાઇમ બ્રાન્ચ ની તાપસ માં સામે આવ્યું છે કે આ બાંગ્લાદેશીઓ:
01 : વેસ્ટ બંગાળ ના ચેક પોસ્ટ પર થી પૈસા આપી ને ઘુષણખોરી કરતા હોય છે 
02 : બાંગ્લાદેશ અને ભારતીય સીમા પર કોઈ ખાસ સુરક્ષા નથી અને ફેન્સીંગ પણ નથી જેના કારણે પણ ઘુષણખોરી થઇ રહી છે 
03: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થોડા વિસ્તારમાં ખાડી જેવો વિસ્તાર છે જેમાં થી ચલતા આવી ને ઘુષણખોરી કરતા હોવાનું પણ સામે આવ્યું છે 
04 : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નાળા માં તારી ને ઘુષણખોરી કરી રહ્યા છે 
05 : ભારત અને બાંગ્લાદેશ બોર્ડર પર ગેટ પાસ માં ચેક ચાક કરી ને ઘુષણખોરી કરે છે

અમદાવાદ માં ક્યાં રહે છે બાંગ્લાદેશી ઓ?
જ્યારે પણ એક ખાસ ઝુંબેશ ને આધારે અમદાવાદ SOG ક્રાઇમ બ્રાંચ દ્વારા બાંગ્લાદેશી ઓ ને પકડાયા માં આવે છે ત્યારે મોટા ભાગ ના લોકો અમદાવાદ ના ચંડોળા તળાવ નજીક અને અમદાવાદ વટવા વિસ્તાર માં રહેતા હોવાનું જણાઈ આવે છે 

ભારતીય દસ્તાવેજ ક્યાંથી આવે છે? 
પોલીસ દ્વારા જ્યારે પણ ઘુષણખોરી બાંગ્લાદેશીઓ ભારત કે ગુજરાત કે અમદાવાદ માં પ્રવેશ કરે છે ત્યારે એ બનવાતી આધાર કાર્ડ બનવી લેતા હોય છે ત્યારે હવે પોલીસે એ તપાસ શરુ કરી છે કે આ ભારતીય દસ્તાવેજ કોણ અને કેટલા રૂપિયા માં બનવી આપે છે ત્યારે આવનાર સમય માં આ ખોટા દસ્તાવેજ બનાવી આપે એ લોકો પણ કાર્યવાહી પણ થાય તો નવાઈ નહિ  

પોલીસ ની તપાસ માં સામે આવ્યું છે કે મોટાભાગના બાંગ્લાદેશી ઓ બેકારી ના કારણે વ્યવસાય અર્થે ગુજરાત કે ભારત માં આવતા હોય છે જેમાં ખાસ કરી ને એક બીજા ના સાગા સબંધી ઓ હોવાનું સામે આવ્યું હોય છે. ત્યારે સવાલ એ થઇ રહ્યો છે કે ભારત અને બાંગ્લાદેશ નીઓ બોર્ડર પર સરકાર કડક હાથે કાર્યવાહી કરે છે અને આ ગેરકયદેસર ઘુષણખોરી ક્યારે અટકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news