ટમેટા સ્ટોર કરવાની આ રીતો છે જોરદાર, મહિનાઓ સુધી ઉપયોગમાં લઈ શકો છો અને સ્વાદ પણ નહીં થાય ખરાબ

Best Way To Store Tomatoes: ટમેટા થોડા જ દિવસોમાં પોચા પડી જાય છે અથવા તો ખરાબ થવા લાગે છે. આવું એટલા માટે થાય છે કે ટમેટા સ્ટોર કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે. ટમેટાને સ્ટોર કરતી વખતે કેટલીક ભૂલ કરવામાં આવે તો તે જલ્દી ખરાબ થઈ જાય છે.

ટમેટા સ્ટોર કરવાની આ રીતો છે જોરદાર, મહિનાઓ સુધી ઉપયોગમાં લઈ શકો છો અને સ્વાદ પણ નહીં થાય ખરાબ

Best Way To Store Tomatoes: બધા જ શાકભાજીમાં ટમેટા એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરેક પ્રકારના પકવાન બનાવવા માટે થાય છે. ટમેટા વિના ઘણી વાનગી બનાવવી શક્ય જ નથી. તેથી મોટાભાગે મહિલાઓ બજારમાંથી એક સાથે ઘણા ટમેટા લાવે છે અને ઘરમાં તેને સ્ટોર કરે છે. પરંતુ ટમેટા થોડા જ દિવસોમાં પોચા પડી જાય છે અથવા તો ખરાબ થવા લાગે છે. આવું એટલા માટે થાય છે કે ટમેટા સ્ટોર કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે. ટમેટાને સ્ટોર કરતી વખતે કેટલીક ભૂલ કરવામાં આવે તો તે જલ્દી ખરાબ થઈ જાય છે. તેથી એ વાતની જાણકારી હોવી જરૂરી છે કે ટમેટાને સ્ટોર કેવી રીતે કરવા.

આ પણ વાંચો:

છીણેલા ટમેટા

સૌથી પહેલા ટમેટાને કાપી અને તેને થોડા પાણીમાં ઉકાળો. ટમેટા સોફ્ટ થઈ જાય પછી તેને ગાળી લો જેથી તેના બીજ નીકળી જાય. હવે ટમેટાની આ પ્યૂરીને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો આ પ્યુરે લાંબા સમય સુધી ફ્રેશ રહે છે અને ઉપયોગમાં લઈ શકાય છે.

સુકવેલા ટમેટા  

ટમેટાને લાંબો સમય સુધી ઉપયોગમાં લેવા હોય તો તેના ટુકડા કરી તેને તડકામાં સુકવી દેવા. તે બરાબર સુકાઈ જાય પછી તેને એર ટાઈટ કન્ટેનરમાં ભરી સ્ટોર કરી લેવા. આ રીતે સ્ટોર કરેલા ટમેટાનો ઉપયોગ સલાડ પાસ્તા પીઝા વગેરેમાં કરી શકાય છે. ઉપયોગમાં લેવાના હોય ત્યારે ટામેટાને પાણીથી સારી રીતે સાફ કરી ટુકડા કરી ઉપયોગમાં લેવા. ટમેટાને સુકવો ત્યારે તેની ઉપર મીઠું છાંટી દેવું અને એક અઠવાડિયા માટે તેને તડકામાં સુકાવા દેવા.

ફર્મેટેડ ટમેટા

ચેરી ટમેટા સ્વાદથી ભરપૂર હોય છે અને તેને ઘરે સ્ટોર કરવા પણ સરળ છે. તેના માટે બે કપ પાણીમાં એક મોટી ચમચી મીઠું ઉમેરો. ત્યાર પછી એક કાચની બરણીમાં ચેરી ટોમેટો ભરો અને પછી તેમાં મીઠાવાળું પાણી તેમાં ઉમેરી દો. આ બરણીમાં થોડી લસણની કળી પણ રાખી દો. આ રીતે ટમેટાને તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો. 

ટમેટાનો પાવડર

ટમેટાને તમે પાવડર બનાવીને પણ સ્ટોર કરી શકો છો. તેના માટે ટામેટાને ધોઈ અને તેને પાતળી પાતળી સ્લાઈસમાં કટ કરો. ત્યાર પછી તેને તડકામાં સૂકવો અથવા તો ઓવનમાં મીડીયમ ટેમ્પરેચરમાં બેક કરો. ટમેટા એકદમ કરકરા થઈ જાય પછી તેને મિક્સરમાં પીસી લો. આ પાવડરને તમે મહિનાઓ સુધી ઉપયોગમાં લઈ શકો છો. તેનો ઉપયોગ કરવાથી સ્વાદ પણ ટમેટા જેવો જ આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news