જાડેજા-હાર્દિકને મળ્યું પ્રમોશન, રાહુલને જબરદસ્ત મોટો ઝટકો
BCCI Annual Contract List: બીસીસીઆઈએ 2022-23 સીઝન માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટની યાદી જાહેર કરી છે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું પ્રમોશન થયું છે. બીસીસીઆઈએ કોન્ટ્રાક્ટ યાદીમાં કુલ 26 ખેલાડીઓને જગ્યા આપી છે.
Trending Photos
BCCI Annual Contract List: બીસીસીઆઈએ 2022-23 સીઝન માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટની યાદી જાહેર કરી છે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું પ્રમોશન થયું છે અને હવે તે ગ્રેડ A+ માં આવી ગયો છે. જ્યારે કે એલ રાહુલને ગ્રેડ A માંથી ગ્રેડ B માં ડિમોટ કરી દેવાયો છે. બીસીસીઆઈએ કોન્ટ્રાક્ટ યાદીમાં કુલ 26 ખેલાડીઓને જગ્યા આપી છે.
ગ્રે A+માં કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ઈજાનો સામનો કરી રહેલા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પોતાની જગ્યા જાળવી રાખી છે. હવે રવિન્દ્ર જાડેજા પણ આ ગ્રેડમાં સામેલ થઈ જવાથી ખેલાડીઓની સંખ્યા ચાર થઈ ગઈ છે. આ ચારેય ખેલાડીઓને ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 સુધીના સમયગાળા દરમિયાન 7 કરોડ રૂપિયા મળશે.
હાર્દિક-અક્ષરનું પણ પ્રમોશન
હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઋષભ પંત, અને અક્ષર પટેલને ગ્રેડ A માં સામેલ કરાયા છે. અક્ષર પટેલ પહેલા ગ્રેડ B અને હાર્દિક પંડ્યા ગ્રેડ Cમાં હતો. પરંતુ હવે તેમનું પ્રમોશન થયું છે. અનુભવી બેટર ચેતેશ્વર પૂજારા, કે એલ રાહુલ, શ્રેયસ ઐય્યર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ ગ્રેડ B નો ભાગ છે. શુભમન ગિલની પણ આ વખતે પદોન્નતિ થઈ છે.
ગ્રેડ B માં સામેલ થયેલા ખેલાડીઓને 3 કરોડ રૂપિયા મળે છે. ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, દીપક હુડ્ડા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, સંજૂ સેમસન, અર્શદીપ સિંહ અને વિકેટકિપર બેટર કેએસ ભરત ગ્રેડ C નો ભાગ છે અને તેમને એક કરોડ રૂપિયા મળશે. ભરત, ઈશાન કિશન અને અર્શદીપ સિંહને પહેલીવાર કોન્ટ્રાક્ટમાં જગ્યા મળી છે.
આ ખેલાડીઓ કોન્ટ્રાક્ટ યાદીમાંથી બહાર
ફાસ્ટ બોલર ઈશાંત શર્મા અને દિગ્ગજ બેટર અજિંક્ય રહાણે હવે કોન્ટ્રાક્ટ લિસ્ટનો ભાગ નથી. રહાણે અને ઈશાંતને ગત સીઝનમાં ગ્રેડ B કોન્ટ્રાક્ટ અપાયો હતો. વિકેટકિપર બેટર ઋદ્ધિમાન સાહા, ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, મિડલ ઓર્ડર બેટર હનુમા વિહારી, ઓપનર મયંક અગ્રવાલ અને ઓલરાઉન્ડર દીપક ચાહરની પણ છુટ્ટી થઈ ગઈ છે. આમ જોઈએ તો આ વખતે ગ્રેડ A+ માં ચાર, A માં પાંચ, ગ્રેડ B માં છ અને ગ્રેડ C માં સૌથી વધુ 11 ખેલાડીઓને જગ્યા મળી છે.
NEWS 🚨- BCCI announces annual player retainership 2022-23 - Team India (Senior Men).
More details here - https://t.co/kjK4KxoDdK #TeamIndia
— BCCI (@BCCI) March 26, 2023
સેન્ટ્રલર કોન્ટ્રાક્ટ પ્લેયર્સ (ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 સુધી)
ગ્રેડ A+ ( વાર્ષિક 7 કરોડ રૂપિયા)- વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા
ગ્રેડ A ( વાર્ષિક 5 કરોડ રૂપિયા)- હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ
ગ્રેડ B ( વાર્ષિક 3 કરોડ રૂપિયા)- ચેતેશ્વર પૂજારા, કે એલ રાહુલ, શ્રેયસ ઐય્યર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ
ગ્રેડ C ( વાર્ષિક 1 કરોડ રૂપિયા)- ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, દીપક હુડ્ડા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, સંજૂ સેમસન, અર્શદીપ સિંહ, કે એસ ભરત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે