ઉપવાસમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ છે 2 વાનગીઓ, ફટાફટ બનશે અને શરીરમાં વધારશે એનર્જી
Healthy Snacks For Navratri Fasting: કેટલાક લોકોને ચા સાથે નાસ્તો કરવાની આદત હોય છે. તેવામાં નવરાત્રિ દરમિયાન ઉપવાસ કર્યા હોય તો તમે ચા સાથે આ 2 હેલ્ધી અને લાઈટ નાસ્તા બનાવી શકો છો.
Trending Photos
Healthy Snacks For Navratri Fasting: ચૈત્ર મહિનાની નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે અને આ સમય દરમિયાન કેટલાક લોકો નવ દિવસ સુધી ઉપવાસ કરે છે. કેટલાક લોકો એવા હોય છે જેમને વ્રત દરમિયાન વારંવાર ભૂખ લાગે છે અને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય છે. જો તમારી સાથે પણ આવું થાય અને તમને વારંવાર ભૂખ લાગતી હોય તો તમારા માટે સ્નેક્સના કેટલાક હેલ્થી અને ફરાળી ઓપ્શન ઉપલબ્ધ છે. આ ફરાળી સ્નેક્સ ઝટપટ બની જાય છે અને તેનાથી શરીરમાં એનર્જી પણ રહે છે.
આ પણ વાંચો:
મખાના ચાટ
જો વ્રતમાં વારંવાર ભૂખ લાગે તો તમે રોસ્ટેડ મખાનાનું સેવન કરી શકો છો. તેના માટે એક વાસણમાં ઘી ગરમ કરો અને તેમાં મખાના ઉમેરી ધીમા તાપે શેકો. પાંચ મિનિટમાં ખાના શેકી તેને એક પ્લેટ પર લઈ તેમાં દહીં આમલીની ચટણી તીખી ચટણી સંચળ અને જીરાનો પાવડર ઉમેરી સર્વ કરો.
સાબુદાણા નમકીન
મખાનાની જેમ સાબુદાણાને પણ ઘીમાં શેકીને ટેસ્ટી નમકીન બનાવી શકાય છે. તેના માટે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં સાબુદાણા ફુલાવી લેવા. ત્યાર પછી તેમાં સિંધવ મીઠું અથવા તો સંચળ ઉમેરીને ચા સાથે ગરમાગરમ સર્વ કરો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે