આવશે 10ની તીવ્રતાનો 'મહાભૂકંપ', મરશે હજારો લોકો, ભવિષ્ય જણાવનાર પાદરીની ખૌફનાક આગાહી

Pralay kab aayegi: દુનિયાના ઘણા મહાન ભવિષ્યવક્તાઓએ ભવિષ્યવાણીઓ કરી છે તે સાચી પણ પડી. પરંતુ હવે દુનિયાના સૌથી મોટા ભૂકંપને લઈને જે ભવિષ્યવાણી કરવામાં આવી છે, તેણે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જવાની છે.

આવશે 10ની તીવ્રતાનો 'મહાભૂકંપ', મરશે હજારો લોકો, ભવિષ્ય જણાવનાર પાદરીની ખૌફનાક આગાહી

Most Dangerous Earthquake: થોડાક મહિનાઓ પહેલા એક સ્વયંભૂ ભવિષ્યવક્તા બ્રેંડન ડેલ બિગ્સ અને ઓક્લાહોમાના પાદરીએ ડોનાલ્ડ ટ્રંપની હત્યાના પ્રયાસની ભવિષ્યવાણી કરી હતી. આ ભવિષ્યવાણી થોડી સાચી પણ પડી, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા એક સભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમના કાન નીચેથી એક ગોળી નીકળી હતી. હવે તે જ પાદરીએ એક એવી ભવિષ્યવાણી કરી છે, જે તમારો જીવ ઉંચો કરી નાંખશે. જી હા... મેટ્રોની રિપોર્ટ અનુસાર પાદરી બિગ્સે હવે ધરતી પર પ્રલય આવવાની ચેતવણી જાહેર કરી છે.

10 તીવ્રતાનો મહાભૂકંપ
પાદરી અને ભવિષ્યવક્તા બ્રેંડન ડેલ બિગ્સે જણાવ્યું હતું કે, ભગવાને મને 10 તીવ્રતા વાળા ભૂકંપનું એક દ્રશ્ય દેખાડ્યું છે, જે આખા અમેરિકામાં હજારો લોકોનો જીવ લઈ શકે છે. શ્રી બિગ્સે દાવો કર્યો છે કે ભૂકંપ ન્યૂ મેડ્રિડ ફોલ્ટ લાઈનથી ટકરાશે, જે મિસોરી, અર્કાંસસ, ટેનેસી, કેન્ટકી અને ઈલિનોઈસ સુધી ફેલાઈ જશે. તેનાથી હજારો લોકો મૃત્યું પામશે, તમામ ઘરોનો પાયો હલી જશે અને તે એક ઝાટકામાં જમીનદોસ્ત થઈ જશે. પાદરીએ એટલે સુધી કહ્યું કે ભૂકંપ એટલો શક્તિશાળી હશે કે જ્યારે આ મિસિસિપી નદી પર આવશે તો તેની દિશા પણ બદલાઈ જશે.

ભયાનક  તબાહી લાવશે 10ની તીવ્રતાનો ભૂકંપ
આમ તો દુનિયામાં અત્યાર સુધી નોંધવામાં આવેલો સૌથી શક્તિશાળી ભૂકંપ 22 મે, 1960ના રોજ ચિલીમાં લગભગ 1000 મિલી લાંબી ફોલ્ટ પર 9.5ની તીવ્રતાનો આવ્યો હતો. તેનાથી આવેલી સુનામીથી દક્ષિણી ચિલી, હવાઈ દ્વિપ, જાપાન, ફિલિપાઈન્સ, પૂર્વી ન્યૂઝીલેન્ડ, દક્ષિણ-પૂર્વ ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશોમાં ભયાનક તબાહી મચી હતી. કેઝુએલિટીની દ્દષ્ટિથી દુનિયાના સૌથી ખતરનાક ભૂકંપ ચીનમાં 1656માં આવ્યો હતો, જેમાં 8.30 લાખ લોકોના મોત થયા હતા.

શું સંભવ છે 10ની તીવ્રતાનો ભૂકંપ?
જોકે, પાદરી બિગ્સની આ ભવિષ્યવાણીને લઈને ઘણા સવાલ પણ ઉઠી રહ્યા છે. સંયુક્ત રાજ્ય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (યૂએસજીએસ) અનુસાર, 10 અથવા તેનાથી વધારે તીવ્રતાનો ભૂકંપ આવી શકે તેમ જ નથી. ભૂકંપની તીવ્રતા તે ભ્રંશની લંબાઈ સાથે જોડાયેલી હોય છે, જેના પર તે ઘટિત થાય છે. એટલે ફોલ્ટ જેટલો લાંબો હશે, ભૂકંપ એટલો મોટો હશે. વર્તમાનમાં પૃથ્વી પર કોઈ પણ ફોલ્ટ એટલી લાંબી નથી કે આટલી તીવ્રતાનો ભૂકંપ આવી શકે.

જોકે, બિગ્સ જ નહીં ઘણા અન્ય ભવિષ્યવક્તાઓ જેવા બાબા વેંગા, નાસ્ત્રોદમસે વર્ષ 2025માં દુનિયામાં મોટી તબાહી આવવાની ચેતવણી જાહેર કરી છે. જેનાથી માનવજાતિને ભારે નુકસાન થઈ શકે છે. તેમાં 2025 માં એક વિશાળ લધુગ્રહ પૃથ્વી સાથે ટકરાશે અને 2025માં અમેરિકાના પશ્ચિમી તટ પર ભૂકંપ અને નિષ્કિય જ્વાળામુખી ફાટશે સહિત ઘણી વિનાશકારી પ્રાકૃતિક આફતોની ભવિષ્યવાણીઓ સામેલ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news