Indian Cinema: આ ફિલ્મ છે ભારતીય સિનેમાની પહેલી 'A' સર્ટિફાઈડ ફિલ્મ, અભિનેત્રી મધુબાલાએ કર્યો હતો લીડ રોલ
First A Certificate Film: ફિલ્મને 'A' સર્ટિફિકેટ મળવું આજે તો સામાન્ય થઈ ગયું છે. પરંતુ શું તમે જાણો છો ભારતીય સિનેમાની એ પહેલી ફિલ્મ વિશે જેને 'A' સર્ટિફેકેટ મળ્યું હતું.? આ ફિલ્મમાં મધુબાલાએ કામ કર્યું હતું. તો ચાલો તમને જણાવીએ આ ફિલ્મની સ્ટોરીમાં શું હતું કે તેને 'A' સર્ટિફિકેટ આપવામાં આવ્યું.
Trending Photos
First A Certificate Film: આજના સમયમાં ફિલ્મોમાં કિસિંગ સીન અને વલ્ગારિટી દેખાડવી ખૂબ જ સામાન્ય છે. આ પ્રકારના સીન વિનાની ફિલ્મ ભાગ્ય જ જોવા મળે છે. જેના કારણે વર્ષ દરમિયાન આવતી અઢળક ફિલ્મોને એ સર્ટીફીકેટ આપવામાં આવે છે. મોટાભાગની ફિલ્મોમાં સિનેમા ઘર અને ઓટીટી પ્લેટફોર્મ પર એ સર્ટિફિકેટ સાથે રિલીઝ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે બોલીવુડની પહેલી કઈ ફિલ્મ હતી જેને સેન્સર બોર્ડે એ સર્ટીફીકેટ આપ્યું હતું ?
ભારતીય સિનેમાની પહેલી એ રેટેડ ફિલ્મ 1950 માં આવી હતી. આ ફિલ્મનું નામ હતું હસતે આંસુ. ફિલ્મનું ડાયરેક્શન કેબી લાલે કર્યું હતું. આ ફિલ્મને ફેમિલી કોમેડી ડ્રામા કહેવામાં આવી હતી પરંતુ સેન્સર બોર્ડે આ ફિલ્મને એડલ્ટ કન્ટેન્ટવાળી ફિલ્મના લિસ્ટમાં રાખી અને તેને એ સર્ટીફીકેટ આપ્યું. આ ફિલ્મમાં લીડ રોલ મધુબાલાએ કર્યો હતો. જે ફિલ્મને એ સર્ટિફિકેટ મળ્યું તે ફિલ્મની મુખ્ય અભિનેત્રી તે સમયે ફક્ત 16 વર્ષની હતી. એટલે કે મધુબાલાએ 16 વર્ષની ઉંમરમાં આ ફિલ્મ કરી હતી. મધુબાલાની સાથે આ ફિલ્મમાં મોતીલાલ, મનોરમા મુખ્ય પાત્રોમાં જોવા મળ્યા હતા.
જ્યારે ફિલ્મ તૈયાર થઈ અને સર્ટિફિકેશન માટે સેન્સર બોર્ડ સામે પહોંચી તો બોર્ડે ફિલ્મને એ સર્ટિફિકેટ આપ્યું. સેન્સર બોર્ડ એ કહ્યું કે ફિલ્મમાં ઘરેલુ હિંસા દેખાડવામાં આવે છે અને ડબલ મિનિંગ ટાઇટલ છે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ રીતે મધુબાલાની ફિલ્મ હસતે આંસુ ભારતની પહેલી એ રેટેડ ફિલ્મ બની.
હસતે આંસુ ફિલ્મની સ્ટોરી
હસતે આંસુ ફિલ્મની સ્ટોરી ઉષા નામની યુવતીની આસપાસ ફરે છે. ફિલ્મમાં ઉષાનો પતિ કુમાર તેનું શારીરિક શોષણ કરે છે અને તેનાથી પરેશાન થઈને ઉષા પતિનું ઘર છોડી દે છે. ત્યાર પછી તે મહિલાઓ પર થતા અત્યાચાર વિરુદ્ધ અને તેમના અધિકારો માટે લડાઈ લડવાની શરૂઆત કરે છે. આ દરમિયાન ઉષા એક ફેક્ટરીમાં કામ કરે છે જેને જોઈને દર્શકોએ પણ એવો આરોપ લગાવ્યો હતો કે ફિલ્મમાં મહિલાઓને ખોટી રીતે દેખાડવામાં આવી છે. ફિલ્મ દ્વારા પારિવારિક મૂલ્યો પર હુમલો કરવામાં આવે છે. આ સમય એવો હતો જ્યારે આ પ્રકારની ફિલ્મો બનાવી ખૂબ જ મુશ્કેલ અને પડકારજનક કામ હતું.
ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પણ ઘણા બધા વિવાદ થયા હતા. જોકે વિવાદ અને એ સર્ટીફીકેટ મળ્યા પછી પણ હસતે આંસુ ફિલ્મ બોક્સ ઓફિસ પર તે સમયે સફળ રહી હતી અને તાબડતોડ કમાણી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે