રાહુલ ગાંધી પાસે છે ફક્ત આ વિકલ્પો : સજા પર સ્ટેથી નહીં ચાલે કામ, વાયનાડ ગુમાવશે કે હવે શું? જાણી લો તમામ જવાબ

Rahul Gandhi Parliament Membership Cancel : જો રાહુલ ગાંધીની સજાનો ચુકાદો ઉપરી અદાલત યથાવત્ રાખે છે તો તેઓ આવવારાં 8 વર્ષ સુધી ચૂંટણી પણ નહીં લડી શકે. 2 વર્ષની સજા ભોગવ્યા પછી તેઓ 6 વર્ષ માટે અયોગ્ય રહેશે. આવામાં રાહુલ ગાંધી હવે સુરત કોર્ટના ચુકાદાને પડકારી શકે છે.

રાહુલ ગાંધી પાસે છે ફક્ત આ વિકલ્પો : સજા પર સ્ટેથી નહીં ચાલે કામ, વાયનાડ ગુમાવશે કે હવે શું? જાણી લો તમામ જવાબ

Rahul Gandhi Not MP Now : મોદી સરનેમ પર નિવેદન કરીને રાહુલ ગાંધી બરાબરના ભેરવાયા છે. ગઈકાલે સુરતની કોર્ટે તેમને બે વર્ષની સજા કરી છે, તો આજે તેમનું સંસદ સભ્ય રદ કરાયું છે. કોંગ્રેસ માટે આ મોટો ફટકો સમાન છે. સંસદ સભ્ય રદ થવાથી રાહુલ ગાંધી ઘણુ બધુ ગુમાવી શકે છે. પ્રાપ્ત માહિતી અનુનસાર, સંસદ પદ ગુમાવતા લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સંસદીય સીટ વાયનાડને ખાલી જાહેર કરી છે. ઈલેક્શન કમિશન હવે આ સીટ પર ચૂંટણીની જાહેરાત આપી શકે છે. દિલ્હીમાં રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવા પણ કહેવામાં પણ આવી શકે છે. જો રાહુલ ગાંધીની સજાનો ચુકાદો ઉપરી અદાલત યથાવત્ રાખે છે તો તેઓ આવવારાં 8 વર્ષ સુધી ચૂંટણી પણ નહીં લડી શકે. 2 વર્ષની સજા ભોગવ્યા પછી તેઓ 6 વર્ષ માટે અયોગ્ય રહેશે. આવામાં રાહુલ ગાંધી હવે સુરત કોર્ટના ચુકાદાને પડકારી શકે છે. રાહુલ ગાંધીના એક નિવેદનથી તેમના રાજકીય કરિયર પર ખતરો મંડરાઈ રહ્યો છે.  

ચૂંટણી લડવી હોય તો રાહુલ ગાંધીએ સૌથી પહેલા આ કરવું પડશે 
* સૌ પ્રથમ, રાહુલ ગાંધીને કોઈપણ ઉચ્ચ અદાલતમાંથી (conviction ) દોષિત ઠેરવવા પર સ્ટે મેળવવો પડશે.
(ધ્યાનમાં રાખો - અત્યાર સુધી ટ્રાયલ કોર્ટે માત્ર સજા પર ( sentence) સ્ટે આપ્યો છે, દોષિત ઠરાવવા ( conviction)પર નહીં.
*રાહુલ ગાંધીએ દોષિત ઠેરવવા પર સ્ટે મેળવવા માટે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના ગઈકાલના આદેશ સામે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવી પડશે.
* જો રાહુલ ગાંધી તેમની સદસ્યતા પુનઃસ્થાપિત કરવા માંગે છે, તો તેમણે આ બેઠક પર ફરીથી ચૂંટણી પહેલાં આરોપમાંથી મુક્ત થવું પડશે. માત્ર સજા પર રોક લગાવવાથી નહીં થાય
દોષિત ઠેરવવા પર સ્ટે મેળવ્યા પછી અથવા નીચલી કોર્ટના નિર્ણયને પલટાવ્યા પછી જ રાહુલ ગાંધી 2024ની ચૂંટણી લડી શકે છે.
* જો રાહુલ ગાંધીને દોષિત ઠેરવવા પર સ્ટે નહીં મળે તો તેઓ 2031 સુધી ચૂંટણી લડી શકશે નહીં.
* જો રાહુલ ગાંધી કોઈપણ કોર્ટમાંથી દોષિત ઠરાવવા પર સ્ટે મેળવે છે, તો તેઓ તેના વિશે લોકસભા સચિવને જાણ કરશે અને તેમને ગેરલાયકાતની સૂચનાને બિનઅસરકારક બનાવવા વિનંતી કરશે.
* જો કોઈ પણ સંજોગોમાં લોકસભાના સ્પીકર દોષિત ઠેરવવા પર સ્ટે મેળવ્યા પછી પણ આજની સૂચનાને રદ ન કરે તો રાહુલ ગાંધી તેની સામે કોર્ટમાં જઈ શકે છે.

શું છે નિયમ?
સંસદના નિયમાનુસાર કોઈપણ વ્યક્તિ જેને બે વર્ષ અથવા તેથી વધારે સજા થઈ હોય તેવી વ્યક્તિની સંસદની સદસ્યતા રદ્દ થઈ શકે છે. આવા મામલામાં સસદ દ્વારા જેતે વ્યક્તિ પર થયેલાં કેસ અંગે ગંભીર રીતે વિચાર કરવામાં આવે છે. લોકસભા અધ્યક્ષ આ મામલે જેતે સભ્યનું સભ્ય પદ રદ્દ પણ કરી શકે છે. તેના માટે સંસદમાં આ પ્રસ્તાવ પસાર કરવો પડે છે.

लोकतंत्र की हत्या करने लिए उन्होंने श्री गाँधी की संसद सदस्यता रद्द की है।वो सच बोलने वालों का मुँह बंद करना चाहते हैं।

देशवासी ये तानाशाही नहीं सहेंगे।
लोकतंत्र की हिफ़ाज़त के लिए हम जेल तक जाएँगे। pic.twitter.com/bxvwwJik5U

— Mallikarjun Kharge (@kharge) March 24, 2023

શું કહે છે જનપ્રતિનિધિ કાયદો? 
- વર્ષ 1951માં લાવવામાં આવ્યો હતો આ કાયદો
- કાયદાની કલમ 8માં દોષિત મામલ છે મોટી જોગવાઈ 
- MP કે MLAને સજા મળે તો એ જ દિવસ સાબિત થાય છે દોષિત 
- દોષિત જાહેર થયાના દિવસથી 6 વર્ષ સુધી ન લડી શકે ચૂંટણી
- કલમ 8(1)માં ગુનાનો ઉલ્લેખ છે, ચૂંટણી લડવા પર લાગી શકે રોક
- બે સમુદાયો વચ્ચે વૈમનષ્ય વધારવી, ભ્રષ્ટાચાર મામલે થઈ શકે સજા
- જનપ્રતિનિધિ જે આવા કેસમાં દોષિત ઠરે તો ન લડી શકે ચૂંટણી
- માનહાનીના કેસમાં ચૂંટણી ન લડી શકે તેવો નથી ઉલ્લેખ
- ગત વર્ષે SPના આઝમ ખાનનું ધારાસભ્ય પદ ગયું હતું
- આઝમ ખાનને હેટ સ્પીચ મામલે ઠર્યા હતા દોષિત
- કલમ 8(3)માં લખાયું છે કે 2 કે તેથી વધુ વર્ષી સજા પર સભ્યપદ જતું રહે
- આગામી 6 વર્ષ સુધી ન લડી શકે ચૂંટણી

દાદી ઈન્દિરા ગાંધીનું પણ સભ્યપદ ગયું હતું
ભારતીય રાજનીતિના ઈતિહાસનો આ કિસ્સો અનોખો છે. વર્ષ 1978માં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનું પણ સભ્ય પદ છીનવી લેવાયું હતું.  તેમના પર વિશેષાધિકાર ભંગ અને ગૃહની અવમાનનાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમના પર કામમાં અવરોધ, કેટલાક અધિકારીઓને ધમકાવવા, તેમનું શોષણ કરવાનો અને તેમને ખોટી રીતે ફસાવવાનો આરોપ હતો. એ પછી સંસદમાં એક સામાન્ય ઠરાવ દ્વારા 20 ડિસેમ્બર 1978ના રોજ તેમની સંસદની સદસ્યતા છીનવી લેવાઈ હતી. તેમજ સત્ર પૂરું ન થાય ત્યાં સુધી તેમને જેલમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે એક મહિના પછી લોકસભા દ્વારા તેમની હકાલપટ્ટી પાછી ખેંચી લેવામાં આવી હતી. 26 ડિસેમ્બર 1978ના રોજ ઇન્દિરા ગાંધીને જેલમુક્ત કરાયા હતાં.

वह आपके और इस देश के लिए लगातार सड़क से संसद तक लड़ रहे हैं, लोकतंत्र को बचाने की हर सम्भव कोशिश कर रहे हैं।

हर षड्यंत्र के बावजूद वह यह लड़ाई हर क़ीमत पर जारी रखेंगे और इस मामले में न्यायसंगत कार्यवाही करेंगे।

लड़ाई जारी है✊️ pic.twitter.com/4cd9KfG3op

— Congress (@INCIndia) March 24, 2023

શું રાહુલની સંસદ સભ્યપદ સમાપ્ત કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય?
રાહુલ ગાંધી લોકસભા સચિવાલયની સદસ્યતા રદ કરવાના નોટિફિકેશનને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. આને સમજવા માટે 2022ના છેલ્લા મહિનામાં યુપીની રામપુર સીટથી સપાના ધારાસભ્ય આઝમ ખાનનું ઉદાહરણ લઈ શકાય. 27 ઓક્ટોબર 2022 ના રોજ, રામપુરની કોર્ટે નફરતભર્યા ભાષણના કેસમાં આઝમ ખાનને ત્રણ વર્ષની સજા સંભળાવી. બીજા જ દિવસે, યુપી વિધાનસભા સચિવાલયે આઝમની વિધાનસભા સદસ્યતા રદ કરી દીધી. ચૂંટણી પંચે બીજા જ દિવસે જાહેરનામું બહાર પાડ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે પેટાચૂંટણીનું શેડ્યૂલ 10 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

આ સમગ્ર પ્રક્રિયા સામે આઝમ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. તેમણે દલીલ કરી હતી કે ગેરલાયક ઠેરવવામાં બેઠક ખાલી કરવા અને પેટાચૂંટણી માટે શેડ્યૂલ બહાર પાડવાની આટલી ઉતાવળ યોગ્ય નથી, તે પણ જ્યારે સેશન્સ કોર્ટમાં દોષિત ઠરાવવાની તેમની અપીલની સુનાવણી થવાની હતી.

આઝમની આ અપીલ પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ, વિધાનસભા સચિવ અને યુપી સરકારને પૂછ્યું કે આ મામલે આટલી ઝડપ કેમ બતાવવામાં આવી રહી છે. આઝમને શ્વાસ લેવાની તક આપવી જોઈએ. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને તેમની બેન્ચે સેશન્સ કોર્ટમાં સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી પેટાચૂંટણીની પ્રક્રિયા પર રોક લગાવી દીધી હતી. તેમજ સેશન્સ કોર્ટને આઝમ ખાનની અપીલ પર 10 દિવસમાં સુનાવણી પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, બાદમાં સેશન્સ કોર્ટે આઝમ ખાનને દોષિત ઠેરવવા પર કોઈ રાહત આપી ન હતી. એટલે કે આઝમની જેમ રાહુલ ગાંધી પણ લોકસભા સચિવાલયની સદસ્યતા રદ કરવાના નોટિફિકેશનને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે.

राहुल जी ने एक सच्चे देशभक्त की तरह अडानी की लूट पर सवाल उठाया...2/4

— Priyanka Gandhi Vadra (@priyankagandhi) March 24, 2023

આ સવાલો તમને પણ થાય છે? 

  • જો હાઈકોર્ટ દ્વારા રાહુલ ગાંધીની સજા રદ કરવામાં આવે તો શું રાહુલનું સભ્યપદ પુનઃસ્થાપિત થશે?

રાહુલ ગાંધી માનહાનિના કેસમાં 2 વર્ષની સજા સામે હાઈકોર્ટમાં અપીલ કરશે. જો હાઈકોર્ટ દ્વારા રાહુલ ગાંધીને કન્વિક્શન રદ કરવામાં આવે તો પણ તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં. જો કે, તે ફરીથી ચૂંટણી લડવા માટે લાયક રહેશે.

  • રાહુલના સભ્યપદ જવા પછી ખાલી પડેલી વાયનાડ બેઠક પર પેટાચૂંટણી થશે?

હા, કારણ કે લોકસભાની સામાન્ય ચૂંટણી મે 2024માં યોજાવાની છે. તેનો અર્થ એ કે હવે થવામાં 6 મહિનાથી વધુ સમય છે. બંધારણ મુજબ, જો સામાન્ય ચૂંટણી માટે 6 મહિનાથી વધુ સમય બાકી છે, તો કેરળની વાયનાડ બેઠક માટે પેટાચૂંટણી યોજી શકે છે.

  • જો વાયનાડ બેઠક પર પેટાચૂંટણી યોજાય તો શું રાહુલ ગાંધી ફરીથી ચૂંટણી લડી શકશે

 

રાહુલ ગાંધી વાયનાડ બેઠક પરથી પેટાચૂંટણી માત્ર બે સંજોગોમાં લડી શકે છે...

1. પેટાચૂંટણીની ઘોષણા અને તેમના નામાંકનની છેલ્લી તારીખ પહેલાં અદાલત માનહાનિના મૂળ કેસમાં રાહુલને દોષિત ઠેરવવા પર સ્ટે મૂકી દે.

અત્યાર સુધી રાહુલે સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયને પડકાર્યો નથી. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે ચુકાદો 150 પેજનો છે અને તે ગુજરાતીમાં છે. આવી સ્થિતિમાં તેનો અનુવાદ કરવામાં આવી રહ્યો છે.

2. સુપ્રીમ કોર્ટે રાહુલની લોકસભાની સદસ્યતા રદ કરવાના નોટિફિકેશન પર પ્રતિબંધ મૂકે અથવા તેને રદ કરી દે. આ બધું પેટાચૂંટણીની ઘોષણા અને તેમના નામાંકનની છેલ્લી તારીખ પહેલાં થવું જોઈએ. જો આમ થશે તો રાહુલ વાયનાડથી પેટાચૂંટણી લડી શકશેવર્તમાન પરિસ્થિતિને જોતાં આ બંને વિકલ્પોની શક્યતા ઓછી છે. રાહુલને ગમે ત્યાંથી રાહત મળે તે પહેલા પેટાચૂંટણી થઈ શકે છે.

 

— Ashok Gehlot (@ashokgehlot51) March 24, 2023

રાહુલ ગાંધીને ઉપલી કોર્ટમાંથી કોઈ રાહત નહીં મળે તો શું થશે?

રાહુલની કાનૂની લડાઈ બે મોરચે થશે.

1. માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા સામે.

2. બે વર્ષની સજાના આધારે સભ્યપદ રદ કરવાના નોટિફિકેશન સામે.

જો બદનક્ષીના કેસમાં રાહુલની સજા રદ કરવામાં નહીં આવે અથવા સ્ટે આપવામાં નહીં આવે, તો તેમને એક મહિના પછી બે વર્ષની જેલની સજા ભોગવવી પડશે અને તે છ વર્ષ પછી પણ કોઈ ચૂંટણી લડી શકશે નહીં. જો આમ થશે તો રાહુલની ચૂંટણીની રાજનીતિમાં 8 વર્ષનો વિરામ આવશે.

જો અપીલમાં સજા ઘટાડીને 2 વર્ષથી ઓછી કરવામાં આવે તો રાહુલને કાનૂની લડાઈ લડવાનો બીજો વિકલ્પ મળશે.

શું સાંસદોની સદસ્યતા અગાઉ પણ દોષિત ઠેરવ્યા બાદ સમાપ્ત થઈ ગઈ છે અને તેઓ ફરીથી ચૂંટણી લડી શકશે નહીં?

દેશમાં 'પ્રતિનિધિત્વ અધિનિયમ 1951' લાગુ થયા બાદથી અત્યાર સુધીમાં ઘણા સાંસદો-ધારાસભ્યોએ તેમનું સભ્યપદ ગુમાવ્યું છે...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news