હું સાહેબ છું તારી...! કહીને મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરે TRBના જવાનને બતાવ્યો પાવર!
Traffic Rules : જૂનાગઢમાં મહિલા PIએ ટ્રાફિક મુદ્દે રોકતાં તતડાવ્યો... રોંગ સાઈડમાં વાહન ચલાવતા ટ્રાફિક બ્રિગેડે રોક્યા, તો I-કાર્ડ બતાવી જવાનને ધમકાવ્યો, મહિલા પીઆઈની દાદાગીરીનો વીડિયો વાઈરલ
Trending Photos
Junagadh News : ટ્રાફિક નિયમો બધા માટે છે. અધિકારીઓ પણ તેમાંથી બાકાત નથી. જો કોઈ અધિકારી કે સરકારી કર્મચારી આ નિયમ તોડે છે, તે પણ ગુનાને પાત્ર બને છે. આવામાં જૂનાગઢમાં એક પ્રોબેશનરી મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર TRBના જવાન પર રોફ જમાવતાં હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ મહિલા પીઆઈ રોંગ સાઈડમાં આવતાં હોવાથી TRB જવાને તેમને રોક્યાં હતાં. જો કે TRB જવાને તેમને નિયમ બતાવતાં જ પીઆઈ મેડમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને પોતાનો પાવર બતાવવા લાગ્યાં.
જુનાગઢમાં પ્રોબેશન PI કે.આર.સુવાએ પહેલા તો ટ્રાફિક નિયમો તોડ્યા હતા. તેઓએ રોંગ સાઈડ ગાડી હંકારી હતી, જેથી TRB જવાને તેમને રોક્યા હતા. જોકે, વાત અહી અટકી ન હતી, મહિલા પીઆઈએ ટીઆરબી જવાનને પોતાનો પાવર બતાવ્યો હતો. ટ્રાફિક અને કાયદાના ધજાગરા ઉડાવી PI એ ટ્રાફિક નિયમોની ઐસીતૈસી કરી હતી. જે વીડિયોમાં કે.આર.સુવાનો વટ જુઓ તો લાગે કે, કાયાદાની બધી જ કલમો અને ટ્રાફિકના નિયમો તેમનાથી પર છે. તેઓ TRB જવાનને કહે છે કે, ''લોકો પૂછે તો કહી દેવાય કે મારા સાહેબ છે''
મહિલા PI: B ડિવિઝનમાંથી સેકન્ડ PI છું બરાબર એટલે માપમાં રહેજો.
TRB: એમ નથી.. માપમાં એટલે એમ નથી માપની કંઈ વાત કરતા.
મહિલા PI: હવે છે ને આરગ્યુમેન્ટ કરો મા બરોબર?
TRB: આરગ્યુમેન્ટ એટલે?
મહિલા PI: હું નામ આપું છું તો તમે મને એમ કેમ કહી શકો કે આમ છે ને તેમ છે?
TRB: અરે અમે બીજું કંઈ નથી કીધું તમે..
મહિલા PI: હવે ભઈ આપણે પોલીસમાં છીએ તો તમે આટલું નથી ચલાવતા?
TRB: પણ પબ્લિક બીજું વિચારે.. એ શું જુએ?
મહિલા PI: પબ્લિકને કહી દેવાનું કે આ સાહેબ હતા. નથી ખબર તમને કે પબ્લિકને કેમ જવાબ આપવો? કે હું કહું ઉપર સાહેબને?
TRB: કરો વાત કરો, તમે કંઈ વાંધો નહીં.
મહિલા PI: હા તો કરવાની જ છું.
TRB: કરો વાત કરો.
TRB: તમે એક બહેન જાઓ એની વાંહે અમારે બીજી લાઈન થાય.
મહિલા PI: બહેન-બહેન બોલ મા.. હું સાહેબ છું તારી. ખબર પડે છે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે