Zee News Opinion Poll: કર્ણાટકમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલના ચોંકાવનારા આંકડા
Karnataka Assembly Election Opinion Poll: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં તમામ પક્ષોના મેનિફેસ્ટો સામે આવી ગયા છે, પરંતુ કર્ણાટક સહિત સમગ્ર દેશમાં માત્ર એક જ મુદ્દાની ચર્ચા છે અને તે છે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ જેવા સંગઠન પર પ્રતિબંધ મૂકવાનું વચન. પીએમ મોદીએ પોતાની રેલીઓ અને રોડ શોમાં આ મુદ્દો જોર જોરથી ઉઠાવ્યો હતો અને બજરંગ દળને બજરંગ બલી સાથે જોડ્યો હતો.
Trending Photos
બેંગલુરૂઃ Kartanaka Election 2023: કર્ણાટકમાં મતદાનને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે મતદાન પહેલા ઓપિનિયન પોલના આંકડા સામે આવ્યા છે. જેમાં મતદારોના મનની વાત સામે આવી છે. આ પોલમાં શું સામે આવ્યું, કર્ણાટકના પરિણામો કઈ દિશામાં રહી શકે છે, જોઈએ આ અહેવાલમાં..
લોકસભાની ચૂંટણીને હજુ એક વર્ષની વાર છે. એવામાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર સમગ્ર દેશની નજર છે, કેમ કે આ ચૂંટણીના પરિણામો એક રીતે લોકસભાની સેમીફાઈનલ હશે. 10મી મે ના રોજ યોજાનારી ચૂંટણીનું પરિણામ તો 13મી મેના રોજ આવશે, પણ તે પહેલા એક એપિનિયન પોલ સામે આવ્યો છે, જેમાં કર્ણાટકમાં રચાનારી નવી સરકારની તસવીર જોઈ શકાય છે.
29 માર્ચથી 5 મે સુધી કરવામાં આવેલા આ સર્વેમાં કર્ણાટકની તમામ 224 વિધાનસભા બેઠકોને આવરી લેવાઈ છે. પ્રત્યેક વિધાનસભા બેઠકમાં 1500 લોકોનો મત જાણવામાં આવ્યો. એટલે કે 224 વિધાનસભા સીટના 3 લાખ 36 હજાર લોકોની મુલાકાત લેવામાં આવી. જેમાં 2 લાખ 1 હજાર 600 પુરુષો અને 1 લાખ 34 હજાર 400 મહિલાઓનો સમાવેશ થાય છે. CATI મેથડ અને રેન્ડમ બૂથ સેમ્પલિંગથી તમામ વિધાનસભા સીટમાં આ ફિલ્ડ સર્વે કરાયો છે.
આ સર્વેના આધારે કયા પક્ષને કેટલી બેઠકો અને કેટલો વોટશેર મળશે, તેનો પણ એક અંદાજ માંડવામાં આવ્યો છે, ઓપિનિયન પોલનું માનીએ તો આ વખતે કર્ણાટકમાં ભાજપને 41.7 ટકા, કોંગ્રેસને 40.8 ટકા, જેડીએસને 14.4 ટકા તેમજ અન્ય પક્ષોન 3.1 ટકા વોટશેર મળી શકે છે.
કર્ણાટકનો મહાસંગ્રામ
2018માં પાર્ટીઓનો વોટશેર
ભાજપ કોંગ્રેસ JDS અન્ય
36.6% 38.4% 18.5% 6.6%
2023માં પાર્ટીઓનો વોટશેર
ભાજપ કોંગ્રેસ JDS અન્ય
41.7% 40.8% 14.4% 3.1%
5 વર્ષમાં વોટશેરમાં તફાવત
વર્ષ ભાજપ
2018 36.6%
2023 41.7%
ફાયદો 5.1%
5 વર્ષમાં વોટશેરમાં તફાવત
વર્ષ કોંગ્રેસ
2018 38.4%
2023 40.8%
ફાયદો 2.4%
5 વર્ષમાં વોટશેરમાં તફાવત
વર્ષ JDS
2018 18.5%
2023 14.4%
નુકસાન 4.1%
5 વર્ષમાં વોટશેરમાં તફાવત
વર્ષ અન્ય પક્ષો
2018 6.6%
2023 3.1%
નુકસાન 3.5%
2018માં પાર્ટીઓની બેઠક
કુલ ભાજપ કોંગ્રેસ JDS અન્ય
224 104 80 37 3
2023માં પાર્ટીઓની બેઠક
કુલ ભાજપ કોંગ્રેસ JDS અન્ય
224 103-118 82-97 28-33 1-4
5 વર્ષમાં બેઠકોમાં તફાવત
વર્ષ ભાજપ
2018 104
2023 103-118
ફાયદો-નુકસાન -1/+11
5 વર્ષમાં બેઠકોમાં તફાવત
વર્ષ કોંગ્રેસ
2018 80
2023 82-97
ફાયદો-નુકસાન +4/+16
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે