અમરેલીમાં ફૂડ પોઇઝનિંગ: ડુંગર ગામે લગ્નપ્રસંગમાં 100થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર, આરોગ્ય વિભાગમાં દોડધામ
રાજુલાના ડુંગર ગામે ફૂડ પોઇઝનિંગની એક દુ:ખદ ઘટના સામે આવી છે. એક લગ્ન પ્રસંગમાં 2500થી વધુ લોકોનો ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો, જેમાં નોનવેઝ બિરયાની અને દૂધનો હલવો પણ બનાવવામાં આવ્યો હતો.
Trending Photos
કેતન બગડા/અમરેલી: ગુજરાતમાં લગ્ન પ્રસંગોમાં ફૂડ પોઈઝનિંગના કિસ્સા વધી ગયા છે, ત્યારે અમરેલીના ડુંગર ગામે લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ લોકોની એકાએક તબિયત લથડી હોવાની માહિતી મળી છે. જેમાં 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. હાલ આ ઘટનાને પગલે દર્દીઓને જૂદી જુદી હોસ્પિટલમાં દાખલ કરાતા ડૉક્ટરોને તાત્કાલિક હાજર થવા આદેશ કરાયો છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજુલાના ડુંગર ગામે ફૂડ પોઇઝનિંગની એક દુ:ખદ ઘટના સામે આવી છે. એક લગ્ન પ્રસંગમાં 2500થી વધુ લોકોનો ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો, જેમાં નોનવેઝ બિરયાની અને દૂધનો હલવો પણ બનાવવામાં આવ્યો હતો. પરંતુ દુર્ભાગ્યવશ ફૂડ પોઇઝનિંગ થતાં 100 જેટલા લોકોને હાલમાં અસર થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું.
આ ઘટના બાદ દર્દીઓને તાત્કાલિક જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં ડુંગર, રાજુલા, સાવરકુંડલા, મહુવા જેવી અલગ અલગ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એટલું જ નહીં, આસપાસના સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોને ફરજ પર હાજર રહેવા આરોગ્ય વિભાગ તરફથી આદેશ પણ છૂટ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે