મંત્રી કુંવરજી હળપતિ 156 દીકરા-દીકરીના 'બાપ' બન્યા! પાટિલે કહ્યું; 'દીકરી ભણે છે ત્યારે બે કુંટુંબો ભણતાં હોય છે...'

સી.આર.પાટીલે ભવ્ય સમૂહ લગ્નના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા અને આદિવાસી વિસ્તારમાં દીકરીઓ વધુ છે માટે દીકરીઓને ભણાવવી પણ ખૂબ જ જરૂરી છે.

મંત્રી કુંવરજી હળપતિ 156 દીકરા-દીકરીના 'બાપ' બન્યા! પાટિલે કહ્યું; 'દીકરી ભણે છે ત્યારે બે કુંટુંબો ભણતાં હોય છે...'

સંદીપ વસાવા/માંડવી: સુરતના માંડવી ખાતે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નનું આયોજન માંડવી વિધાન સભાના ધારાસભ્ય અને મંત્રી કુંવરજી હળપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં 156 યુગલોએ ભાગ લીધો હતો, ત્યારે નવદંપતીઓને આશીર્વાદ પાઠવવા માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ માંડવી ખાતે પહોંચ્યા હતા.

સી.આર.પાટીલે ભવ્ય સમૂહ લગ્નના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા અને આદિવાસી વિસ્તારમાં દીકરીઓ વધુ છે માટે દીકરીઓને ભણાવવી પણ ખૂબ જ જરૂરી છે. જે દીકરીના માતા પિતાઓને લગ્નના ખર્ચની ખૂબ ચિંતા હોય છે ત્યારે આવા ભવ્ય સમૂહલગ્નનું આયોજનની પ્રશંસા કરી હતી. મંત્રી કુંવરજી હળપતિ આવનારા સમયમાં પણ આજ પ્રમાણે ગરીબ પરિવારના દીકરા દીકરીઓના લગ્ન કરાવતાં રહેશે તેમ જણાવ્યું હતું. 

 

No description available.

વધુમાં સીઆર પાટીલે ગર્ભ પરીક્ષણ પર ભાર આપી ગર્ભ પરીક્ષણ નહી કરાવવા માટે અનુરોધ કર્યો હતો. દીકરી ભણે છે ત્યારે બે કુંટુંબો ભણતાં હોય છે, માટે દીકરીનો જન્મ થવા દેવા પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું. માંડવી ખાતે યોજાયેલા સમૂહ લગ્નનું આયોજનને લઈ સી.આર.પાટીલે માંડવીના ધારાસભ્ય અને મંત્રી કુંવરજી હળપતિના ભરપેટ વખાણ કર્યા હતા.

આ સમૂહલગ્નમાં સાધુ સંતો પણ હાજર રહ્યા હતા. સંતો દ્વારા પણ સમૂહલગ્નમાં નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. મંત્રીએ સમૂહલગ્નની સાથે કન્યાઓને કરિયાવરમાં ચાંદીનું મંગળસૂત્ર, સોનાની જળ, કબાટ સહિતનો સમાન આપવામાં આવ્યો છે. માંડવી તાલુકો ટ્રાઈબલ તાલુકો છે, ત્યારે આ વિસ્તારમાં સૌ પ્રથમ વાર આવા ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવા બદલ મંત્રી કુંવરજી હળપતિને અભિનંદન પાઠવ્યા હતા. આ સમૂહ લગ્નમાં સર્વ જ્ઞાતિના દીકરા દીકરીઓએ ભાગ લીધો હતો, ત્યારે આવા સફળ અને ભવ્ય લગ્નના આયોજન બદલ મંત્રી કુંવરજી હળપતિ પ્રશંસા કરવામાં આવી હતી.

મંત્રી કુંવરજી હળપતિએ એક ભગીરથ બીડું ઝડપ્યું છે ત્યારે મંત્રી કુંવરજી હળપતિના આ સેવાકિય યજ્ઞથી 156 ગરીબ દીકરા-દીકરીના માં બાપને એક આર્થિક રાહત મળી છે. માંડવી વિધાનસભાના ધારાસભ્ય બન્યા બાદ મંત્રીના આ પહેલા ભવ્ય સમૂહલગ્નના આયોજનથી દંપતીઓના પરિવાર તેમજ આદિવાસી સમાજમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. આ સમૂહ લગ્ન ગરીબ આદિવાસી પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news