કોરોના વિરુદ્ધ આજે શરૂ થશે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન, જાણો AtoZ માહિતી
પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ગશે. આ અભિયાન દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક સાથે શરૂ થશે. આ માટે કોવિડ વેક્સિનને કેન્દ્રો પર પહોંચાડવાનું કામ લગભગ સમાપ્ત થઈ ગયું છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં શનિવારથી કોરોના વિરુદ્ધ નિર્ણાયક લડાઈનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) કોરોનાને રોકવા માટે રસીકરણ અભિયાનનું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ગશે. આ અભિયાન દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક સાથે શરૂ થશે. આ માટે કોવિડ વેક્સિનને કેન્દ્રો પર પહોંચાડવાનું કામ લગભગ સમાપ્ત થઈ ગયું છે. એટલું જ નહીં જન ભાગીદારી સિદ્ધાંત પર આધારિત આ અભિયાન માટે તમામ તૈયારીઓ સમાપ્ત થઈ ગઈ છે.
ચૂંટણી પંચ પણ આપશે યોગદાન
આ વચ્ચે ચૂંટણી પંચે પણ આ અભિયાનમાં સંપૂર્ણ મદદ કરવાની વાત કહી છે. આયોગ બુથ સ્તર પર લાભાર્થીઓની ઓળખ કરવામાં સરકારની મદદ કરશે. સૂત્રોએ જણાવ્યું કે, 31 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાને પત્ર લખીને બુથ સ્તર પર 50 વર્ષથી વધુ ઉંમરના લોકોની ઓળખ કરવામાં મદદ કરવાની અપીલ કરી હતી.
સતત એકબીજાના સંપર્કમાં રહેશે અધિકારી
ડેટા સુરક્ષાના મુદ્દા પર ગૃહ સચિવે ચૂંટણી પંચને વિશ્વાસ અપાવ્યો કે માત્ર રસીકરણ માટે ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારી કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના નોડલ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેશે જેથી લાભાર્થીઓની ઓળખમાં થઈ રહેલી સમસ્યાઓનું સમાધાન લાવી શકાય.
આ દસ્તાવેજોની પડશે જરૂર
કોવિડ-19 રસીકરણ અભિયાનને લઈને કેટલાક નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. આ દિશાનિર્દેશો પ્રમાણે લોકસભા અને વિધાનસભા ચૂંટણીની નવી મતદાતા યાદીનો ઉપયોગ 50 વર્ષથી વધુ ઉંમરના પ્રાથમિકતા વાળા લોકોની જાણકારી મેળવવામાં કરવામાં આવશે. રસીકરણના લાભાર્થીઓની ઓળખ માટે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને પેન્શન દસ્તાવેજ સહિત 12 પત્રોની જરૂર પડશે.
આ લોકોને પહેલા લાગશે રસી
સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે સૌથી પહેલા આશરે એક કરોડ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને બે કરોડ ફ્રંટલાઇન વર્કરને કોરોનાની રસી આપવામાં આવશે. ત્યારબાદ 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને તે લોકોનો વારો આવશે જે પહેલાથી બીમારીનો સામનો કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદી પહેલા સ્પષ્ટ કરી ચુક્યા છે કે સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રંટલાઇન વર્કરના રસીકરણનો ખર્ચ ખુદ કેન્દ્ર સરકાર ઉઠાવશે.
3006 કેન્દ્રો પર એક સાથે શરૂઆત
1. શનિવારે સવારે 10.30 કલાકે પ્રધાનમંત્રી અભિયાનની શરૂઆત કરાવશે.
2. પ્રથમ દિવસે દેશભરમાં 3006 કેન્દ્રો પર એક સાથે રસીકરણની શરૂઆત થશે.
3. એક કેન્દ્રમાં એક સત્રમાં લગભગ 100 લોકોને રસી લગાડવામાં આવશે.
4. 61 હજારથી વધુ પ્રોગ્રામ મેનેજર, બે લાખ સહાયક સભ્ય તૈનાત રહેશે.
5. 3.7 લાખ રસી લગાવનાર લોકો હશે આ મહાઅભિયાનમાં સામેલ.
.... જેથી ન ડે કોઈ વિઘ્ન
તોફાની તત્વો આ મહાઅભિયાનમાં કોઈ વિઘ્ન ન પાડે તેથી સરકાર લોકોને સતત જાગરૂત કરી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ગુરૂવારે ટ્વીટ કરી રસીકરણ સાથે જોડાયેલા ભ્રમોને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, કોરોનાની રસી લીધા બાદ હળવા તાવને કોરોનાના લક્ષણ ન સમજવા જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે