Weather Forecast: હોળી પહેલાં 11 રાજ્યોમાં આફત: ક્યાંક વરસાદ તો ક્યાં હિમવર્ષાની આગાહી, આવી છે હવામાન વિભાગની આગાહી

Weather update today: દિલ્હી એનસીઆરમાં જ્યાં માર્ચના શરૂઆતના દિવસોમાં ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. તો બીજી તરફ દિલ્હી એનસીઆરમાં ગરમી પ્રકોપ શરૂ થઇ ગયો છે. 16 માર્ચના રોજ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. તો બીજી તરફ 19-21 માર્ચ વચ્ચે આ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. 

Weather Forecast: હોળી પહેલાં 11 રાજ્યોમાં આફત: ક્યાંક વરસાદ તો ક્યાં હિમવર્ષાની આગાહી, આવી છે હવામાન વિભાગની આગાહી

IMD Weather Forecast Today: દિલ્હી એનસીઆરમાં જ્યાં માર્ચના શરૂઆતના દિવસોમાં ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. તો બીજી તરફ દિલ્હી એનસીઆરમાં ગરમી પ્રકોપ સહન કરવો પડી રહ્યો છે. સવારના સમયે અને રાતના સમયે ઠંડી હવાઓના કારણે રાહત તો મળી છે, પરંતુ દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ લોકોને થવા લાગ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો શનિવારે તાપમાનમાં વધારો થવાની સંભાવના છે.

દેશની રાજધાની દિલ્હીમાં આજે 16 માર્ચના રોજ આકાશ સ્વચ્છ રહેશે. IMD એ 16 માર્ચના રોજ ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા હળવા વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે 20 માર્ચ સુધી જમ્મુ-કાશ્મીરમાં મુખ્યત્વે શુષ્ક હવામાનની આગાહી કરી છે. જો કે, 22 થી 24 માર્ચની વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં ઘણી જગ્યાએ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં, IMD એ રાજ્યના તમામ જિલ્લાઓમાં શુષ્ક હવામાનની આગાહી કરી છે. દેશની રાજધાની દિલ્હીમાં આજે એટલે કે 16 માર્ચે આકાશ સ્વચ્છ રહેશે. દિલ્હીમાં આજે તાપમાન લઘુત્તમ 15 થી મહત્તમ 29 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે.

21 માર્ચ સુધી તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. 16 માર્ચના રોજ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. તો બીજી તરફ આકાશમાં આછા વાદળો છવાયેલા રહેવાની છે. તો બીજી તરફ 17 માર્ચ અને 18 માર્ચના રોજ મેક્સિમમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. તો બીજી તરફ 21 માર્ચ સુધી તાપમાન 31 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તો બીજી તરફ 18 થી 21 માર્ચ સુધી દિલ્હી-એનસીઆરમાં હળવા વાદળો છવાયેલા રહેશે. 

બિહારનું હવામાન
જો બિહારના હવામાનની વાત કરીએ તો હવામાનમાં ફેરફારને કારણે ગરમી ઘણી વધી ગઈ છે. અનેક જિલ્લાઓમાં તાપમાન 36 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. દિવસ દરમિયાન એટલી ગરમી હોય છે કે જાણે મે-જૂન મહિનો આવી ગયો હોય તેવું લાગે છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. બિહારમાં શનિવારે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ અંતર્ગત વૈશાલી, પટના, અરવલ, ભોજપુર સહિત અનેક જિલ્લાઓમાં હળવો અને મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. રાજ્યના વિવિધ ભાગોમાં 19 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.

દેશના અન્ય રાજ્યોમાં હવામાનની સ્થિતિ
IMD 16 માર્ચના રોજ ઉપ-હિમાલયન પશ્વિમી બંગાળ અને સિક્કિમમાં અલગ-અલગ હળવો વરસાદ અને હિમવર્ષની ભવિષ્યવાણી કરવામાં આવી છે. ઉત્તર પૂર્વી ભારતમાં 16 થી 20 માર્ચના રોજ અરૂણાચલ પ્રદેશમાં છુટોછવાયો હળવો વરસાદ અને હિમવર્ષાની ભવિષ્યવાણી કરી છે. IMD એ 16 થી 19 માર્ચ દરમિયાન ગંગીય પશ્વિમી બંગાળમાં આંધી, વિજળી અને 30 થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપ પવન સાથે વરસાદની ભવિષ્યવાણી કરી છે. આ ઉપરાંત 16 માર્ચના રોજ ગંગીય પશ્વિમ બંગાળમાં છુટાછવાયા કરાની પણ આગાહી કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news