પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં થતી ટીકાને હેન્ડલ કરવાની આ રીતે છે સૌથી બેસ્ટ, આમ કરવાથી રહેશે સ્ટ્રેસ ફ્રી

How to Handle criticism:ફક્ત પરિવારમાં કે રિલેશનશિપમાં જ ક્રિટીસિઝમનો સામનો કરવો પડે છે તેવું નથી. ઘણી વખત ઓફિસમાં પણ કેટલાક લોકો સતત તમારી ટીકા કરે છે. હેન્ડલ કેવી રીતે કરવું ચાલો તમને જણાવીએ. 

પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં થતી ટીકાને હેન્ડલ કરવાની આ રીતે છે સૌથી બેસ્ટ, આમ કરવાથી રહેશે સ્ટ્રેસ ફ્રી

How to Handle criticism: ભૂલ હોય તો પણ ઘણી વખત લોકોને પોતાની ટીકા સાંભળવી પસંદ નથી તેવામાં જો ભૂલ તમારી ન હોય અને તમારી ટીકા કોઇ કરે તો તે વાતથી ખોટું લાગી જાય છે. આવી સ્થિતિ પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઇફમાં ઘણી વખત ઉભી થાય છે. ઘણી વખત ટીકા ટિપ્પણીના કારણે લડાઈ ઝઘડા પણ થઈ જાય છે. જો તમને પણ પર્સનલ કે પ્રોફેશનલ લાઇફમાં કોઈ વારંવાર તમારી આલોચના કરે છે તો તેનાથી સ્ટ્રેસ વધી જાય છે. સાથે જ આત્મવિશ્વાસને પણ અસર થાય છે. આવી સ્થિતિમાં ટીકા કરનાર લોકો વચ્ચે કેવી રીતે રહેવું અને ક્રિટીસિઝમને કેવી રીતે હેન્ડલ કરવું તે શીખી લેવું જોઈએ. જો એક વખત તમે આ કામ કરી લીધું તો તમને કોઈની વાતની અસર નહીં થાય અને તમે સ્ટ્રેસ ફ્રી રહીને તમારું કામ સારી રીતે કરી શકશો. 

ફક્ત પરિવારમાં કે રિલેશનશિપમાં જ ક્રિટીસિઝમનો સામનો કરવો પડે છે તેવું નથી. ઘણી વખત ઓફિસમાં પણ કેટલાક લોકો સતત તમારી ટીકા કરે છે. હેન્ડલ કેવી રીતે કરવું ચાલો તમને જણાવીએ. 

વાતને સમજો

જો કોઈ સમજદાર વ્યક્તિ કોઈ વાતને લઈને તમારી આલોચના કરે છે તો તુરંત નારાજ થઈ જવાની બદલે પહેલા વાતને સમજી લો. દરેક વ્યક્તિ તમને નીચું દેખાડવા કે તમને ખરાબ લગાડવા માટે ટીકા નથી કરતી. વાત યોગ્ય જણાય તો પછી તેની વાત સાંભળીને કામમાં સુધારો કરી લો.

પોઝિટિવ વિચારો

કોઈ તમારી ટીકા કરે તો પણ પોઝિટિવ વિચાર છોડવા નહીં. જો તમે ગુસ્સામાં આવી ટીકા ઉપર ફોકસ કરવા લાગશો તો તેના કારણે તમને જ નુકસાન થશે. તેથી કોઈની વાતને કારણ વિના મન પર લેવી નહીં અને પોઝિટિવ રહીને પોતાનું કામ કરતા રહો. 

સમજી વિચારીને રિએક્ટ કરો

ઘણી વખત ઓફિસમાં જો ટીકાનો સામનો કરવો પડે તો ગુસ્સામાં ખોટું રિએક્શન પણ અપાઈ જાય છે. આવી ભૂલ ક્યારેય ન કરો. તમારો વાંક ન હોય અને તમારી આલોચના થતી હોય તો પણ મનને શાંત રાખો અને સમજી વિચારીને રિએક્શન આપો.

થેન્ક્યુ કહો

કેટલાક લોકોની આદત હોય છે કે વારંવાર ટીકા ટીપણી કરે જ રાખે. આવા લોકોનું કામ જ હોય છે કે તમારું કામ બગડે. પરંતુ આવા લોકોની ટીકા ટિપ્પણીથી ડિસ્ટર્બ થવાને બદલે સિચ્યુએશનને શાંતિથી હેન્ડલ કરો અને તે વ્યક્તિનો પણ આભાર માનો. કે તેણે તમારું ધ્યાન દોર્યું.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news