Gujarat Weather Update: રંગમાં ભંગ પાડશે વરસાદ? હવામાન ખાતાની આગાહીએ ચિંતા વધારી

Weather Update Gujarat: દિલ્હી એનસીઆર, યુપી સહિત દેશના કેટલાક ભાગોમાં આજે ધૂળેટીના દિવસે વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે. હવામાન ખાતાએ આજે કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરી છે.

Gujarat Weather Update: રંગમાં ભંગ પાડશે વરસાદ? હવામાન ખાતાની આગાહીએ ચિંતા વધારી

Weather Update Gujarat: દિલ્હી એનસીઆર, યુપી સહિત દેશના કેટલાક ભાગોમાં આજે ધૂળેટીના દિવસે વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે. હવામાન ખાતાએ આજે કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશના હવામાનની વાત કરીએ તો આ સિલસિલો લગભગ બે દિવસ સુધી ચાલી શકે છે. દિલ્હીમાં આ વખતે હોળી પહેલા ખુબ ગરમી પડી રહી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આજે મહત્તમ તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધુ રહેવાની શક્યતા છે. 

હવામાન ખાતાએ જણાવ્યું છે કે આગામી બે દિવસ સુધી દેશના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કેટલાક ભાગોમાં કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

ગુજરાતમાં વરસાદની શક્યતા
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં આજે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 8-9 માર્ચના રોજ ભારે વરસાદની આગાહી કરાઈ છે. હોળી પર આજે રાજસ્થાન અને ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે. 

અંબાલાલની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમીની ઋતુમાં ચોમાસા જેવો માહોલ બન્યો છે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. આ વર્ષ ભારે ગણાય છે, ત્યારે અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતો માટે માઠા સમાચાર આપ્યા છે. અંબાલાલ પટેલ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના નબળું આવતા અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજના લીધે હવા સર્ક્યુલેટ થતા રાજ્યના ભાગોમાં વરસાદ રહેશે.

ગુજરાતમાં 12 મી માર્ચ પછી હવામાન પલટાતા 14,  15 16 અને 17 માં ફરી વાર વરસાદની શક્યતા છે, જયારે 24 અને 25 માર્ચમાં પણ દરિયા કિનારે ભારે પવન ફુંકાતા હવામાનમાં પલટો આવી શકે છે. માર્ચમાં ગરમી પણ વધારે પડશે. કેટલાક વિસ્તારોમાં વીજ પ્રપાત અને કરા પડવાની પણ શક્યતા છે. એપ્રિલ અને મેં મહિનામાં પણ પ્રિમોન્સૂન વરસાદ આવી શકે છે. વરસાદને કારણે કેરીના પાકને નુકશાન થવાની શક્યતા રહેલી છે. મસાલા,  ઘઉં,  રાયડો, ઇસબગુલ અને, શાકભાજીને પણ નુક્શાનની ભીતિ સેવાઈ રહી છે. ગરમી વધુ પડતા એરંડાના પાકમાં પણ ફૂલકિયો આવતા દાણા ઓછા પેદા થવાની શક્યતા જણાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news