સંકટ ચતુર્થી 2023: જીવનની દરેક બાધાથી મુક્ત કરશે ગણપતિ, 11 માર્ચે કરી લેવું આ કામ
Sankashti Chaturthi 2023: મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી ? આવક કરતા ખર્ચ વધી જાય છે અને તમારી હાલત ઠન ઠન ગોપાલ જેવી રહે છે ? જો આ બધા જ પ્રશ્નોનો જવાબ હા હોય તો આ બધી જ સમસ્યા દૂર કરવા માટે શનિવાર અને 11 માર્ચે ગણપતિજીની પૂજા ભૂલ્યા વિના કરજો કારણ કે...
Trending Photos
Sankashti Chaturthi 2023: શું તમારા જીવનમાં પણ સમસ્યાઓ આવતી રહે છે ? મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી ? આવક કરતા ખર્ચ વધી જાય છે અને તમારી હાલત ઠન ઠન ગોપાલ જેવી રહે છે ? જો આ બધા જ પ્રશ્નોનો જવાબ હા હોય તો આ બધી જ સમસ્યા દૂર કરવા માટે શનિવાર અને 11 માર્ચે ગણપતિજીની પૂજા ભૂલ્યા વિના કરજો. ગણપતિજી તમારા જીવનની બધી જ બધાઓને દૂર કરીને જીવન ખુશીઓથી ભરી દેશે. કારણ કે 11 માર્ચે સંકટ ચતુર્થીનું વ્રત છે. ગણપતિજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ખૂબ જ ખાસ દિવસ છે.
આ પણ વાંચો:
11 માર્ચ અને શનિવારે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી છે જેને સંકટ ચતુર્થી પણ કહેવાય છે. આ દિવસે ગણેશજીની વિધિ વિધાનથી પૂજા કરવાથી અને વ્રત કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.
શાસ્ત્રોમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ દેવોના સ્વરૂપ જણાવ્યા છે. તેવી જ રીતે ગણેશજીને ભગવાન બ્રહ્માનું વિગ્રહ કહેવામાં આવે છે. તે શિવજીના પુત્ર છે. શાસ્ત્રો અનુસાર સંકટ ચતુર્થીનું વ્રત કરનાર વ્યક્તિના જીવન પરથી દરેક પ્રકારના સંકટ દૂર થઈ જાય છે.
સંકટ ચતુર્થી ની પૂજા કરતી વખતે બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એક ગણપતિજીને દુર્વા ખૂબ જ પ્રિય છે તેથી પૂજામાં દુર્વા અર્પણ અચૂક કરવી. દુર્વા અર્પણ કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે. બીજું ગણપતિજીની પૂજામાં ક્યારે તુલસી દલ નો ઉપયોગ કરવો નહીં. તુલસી ચડાવવાથી ભગવાન ગણપતિ નારાજ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે