Keeway V302C રિવ્યૂઃ મસ્ક્યુલર લુક સાથે બાઈકમાં મળે છે શક્તિશાળી એન્જિન, જાણો કિંમત અને ફીચર્ચ

જો તમે એક શાનદાર બાઈક ખરીદવાનું વિચારી રહ્યો છો તો આ ખબર તમારા માટે ફાયદાકારક રહેશે. આદિશ્વર ઓટો રાઈડ ઈન્ડિયા ભારતમાં Keeway, Moto Morini, Zontes બ્રાન્ડ્સનું વેચાણ કરે છે.

Keeway V302C રિવ્યૂઃ મસ્ક્યુલર લુક સાથે બાઈકમાં મળે છે શક્તિશાળી એન્જિન, જાણો કિંમત અને ફીચર્ચ

નવી દિલ્હીઃ Keeway V302Cએ VTwi એન્જિનથી સજ્જ ક્રુઝર મોટરસાઈકલ છે, જેની સમીક્ષા તમે જોઈ શકો છો. ડ્રાઈવિંગના અનુભવના આધારે તમને આ બાઇક વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

બાઇકનો લુક અને ડિઝાઈન-
બાઈકના લુક અને ડિઝાઈન વિશે વાત કરીએ તો આ બાઇકને યુનિક કર્વી અને મસ્ક્યુલર લુક સાથે પહોળા ટાયર સાથે ખરીદી શકો છો. આ બાઈક તમને પહેલીવાર જોઈને ખૂબ જ અદભૂત લાગશે. આ બાઈકની ફ્રન્ટ સાઈડમાં લગાવવામાં આવેલી ગોળાકાર LED લાઈટ અને પ્રોજેક્ટર LED લેમ્પ આકર્ષક લાગે છે. આગળના હેડલેમ્પમાં બેન્ડા બેજિંગ પણ મળે છે. આ બાઈકનો સાઈડ લુક પણ ઘણો આકર્ષક છે. આગળના ભાગમાં 16 ઈંચના ટાયર અને પાછળના ભાગમાં 15 ઈંચના ટાયર છે. જેના કારણે આ બાઈક 2120mm લાંબી હશે.

કલર ઓપશન- 
બાઈકના કલર ઓપશન વિશે વાત કરવામાં આવે તો, આ બાઈક ત્રણ પ્રકારના કલર ઓપશન સાથે આવે છે. જેમાં ગ્લોસી બ્લેક, ગ્લોસી ગ્રે અને ગ્લોસી રેડ કલરનો સમાવેશ થાય છે. ગ્લોસી રેડ કલર ટોપ મોડલમાં ઉપલબ્ધ હશે, જે દેખાવમાં પણ વધુ પ્રીમિયમ છે. ત્રણેય બાઈકની કિંમત અલગ-અલગ છે.

પાવર અને પર્ફોર્મેન્સ-
Keyway 302Cમાં એક શક્તિશાળી એન્જિન આપવામાં આવ્યું છે. કારણ કે, તેમાં V ટ્વીન એન્જિન છે, જે હાઈ પર્ફોર્મેન્સ માટે જાણીતું છે. તે 298ccનું એન્જિન 29.9PSનો મહત્તમ પાવરઅને 26.5Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6 સ્પીડ ગિયર બોક્સ પણ આપવામાં આવ્યું છે.

કિંમત-
આ ક્રુઝર બાઈકની શરૂઆતની કિંમત 3 લાખ 89 હજાર (એક્સ-શોરૂમ દિલ્હી) છે. જો કે, આ કિંમત ફક્ત ગ્રે કલર પર જ લાગુ છે. ગ્લોસી બ્લેકની કિંમત 3 લાખ 99 હજાર છે, જ્યારે રેડ કલરનો વિકલ્પ 4 લાખ 9 હજારમાં ખરીદી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news