અમેરિકી NSA બોલ્યા-'ડોભાલ પુલવામા એટેક પર કાર્યવાહી કરો, અમે તમારી સાથે છીએ'
પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં CRPFના 40 જવાનોની શહાદત પર અમેરિકાએ ભરોસો વ્યક્ત કર્યો છે કે તેઓ ભારત સાથે છે.
Trending Photos
વોશિંગ્ટન: પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં CRPFના 40 જવાનોની શહાદત પર અમેરિકાએ ભરોસો વ્યક્ત કર્યો છે કે તેઓ ભારત સાથે છે. અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) જોન બોલ્ટને ભારતમાં પોતાના સમકક્ષ અજીત ડોભાલને કહ્યું કે ભારત પુલવામા એટેક પર જે પણ કાર્યવાહી કરશે તેમાં અમેરિકા પૂરેપૂરો સહયોગ કરશે. અમેરિકી NSAએ સ્પષ્ટપણે કહ્યું કે આત્મરક્ષા માટે ભારત જો કોઈ પણ પગલું ભરશે તો અમેરિકા તેની સાથે છે.
ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યાં મુજબ જોન બોલ્ટને અજીત ડોભાલને ફોન કરીને પુલવામા એટેક પર દુ:ખ વ્યક્ત કર્યું અને આશ્વાસાન આપ્યું કે આતંક વિરુદ્ધની લડાઈમાં અમેરિકા પૂરેપૂરી રીતે ભારતની પડખે છે. જોન બોલ્ટને જણાવ્યું કે પુલવામા એટેક બાદ તેઓ બેવાર અજીત ડોભાલને ફોન કરી ચૂક્યા છે. તેમણે ભરોસો વ્યક્ત કર્યો છે કે ભારત આત્મરક્ષામાં કોઈ પણ પગલું ઉઠાવે તો તેનો હક છે. અમેરિકા પૂરેપૂરી રીતે ભારતની પડખે છે.
આ અગાઉ વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સારા સેન્ડર્સે પણ નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકા પાકિસ્તાનને અપીલ કરે છે કે તે પોતાની ધરતી પરથી આતંકી ગતિવિધિઓ ચલવનારા આતંકી સંગઠનોનું સમર્થન અને શરણ આપવાનું તરત બંધ કરે જેનો એકમાત્ર હેતુ ક્ષેત્રમાં અવ્યવસ્થા, હિંસા અને આતંક ફેલાવવાનો છે.
રશિયાએ પણ કાર્યવાહીની સલાહ આપી
હુમલાની નીંદા કરતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પણ શુક્રવારે કહ્યું કે હુમલાને અંજામ આપનારા અને તેને પ્રાયોજિત કરનારા વિરુદ્ધ કેસ ચાલવો જોઈએ.
ઈઝરાયેલના પીએમએ કહ્યું- ડિયર મોદી અમે તમારી સાથે
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે પોતાના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી સાથે પુલવામા આતંકી હુમલા બાદ એકજૂથતા જાહેર કરતા કહ્યું કે ઈઝરાયેલ આ દુ:ખની ઘડીમાં ભારતની પડખે છે. જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઈ ગયાં. અનેક ગંભીર રીતે ઘાયલ થયા. જૈશ એ મોહમ્મદના આતંકી હુમલાખોરે 100 કિગ્રા વિસ્ફોટકો ભરેલી કારથી પુલવામામાં સીઆરપીએફની બસને ટક્કર મારી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે