LIVE: 40 શહીદ જવાનોને આજે અપાઈ રહી છે અંતિમ વિદાય, ઉમટ્યો જનસેલાબ
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના 40 જવાનોને આજે અંતિમ વિદાય અપાઈ રહી છે. તમામના પાર્થિવ દેહ શુક્રવારે દિલ્હી લાવવામાં આવ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય મંત્રીઓ અને નેતાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ શહીદોના પાર્થિવ દેહો તેમના વતન મોકલવામાં આવી રહ્યાં છે. પીએમ મોદીએ ભાજપના તમામ મંત્રીઓ અને સાંસદોને નિર્દેશ આપ્યા છે કે તેઓ પોત પોતાના રાજ્યોમાં આ જવાનોના અંતિમ સંસ્કાર સમયે હાજર રહે.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના 40 જવાનોને આજે અંતિમ વિદાય અપાઈ રહી છે. તમામના પાર્થિવ દેહ શુક્રવારે દિલ્હી લાવવામાં આવ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય મંત્રીઓ અને નેતાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ શહીદોના પાર્થિવ દેહો તેમના વતન મોકલવામાં આવી રહ્યાં છે. પીએમ મોદીએ ભાજપના તમામ મંત્રીઓ અને સાંસદોને નિર્દેશ આપ્યા છે કે તેઓ પોત પોતાના રાજ્યોમાં આ જવાનોના અંતિમ સંસ્કાર સમયે હાજર રહે.
રક્ષામંત્રી નિર્મલા સીતારમણે તામિલનાડુના તિરુચિરાપલ્લીમાં સીઆરપીએફના શહીદ કોન્સ્ટેબલ સી શિવચંદ્રનને શ્રદ્ધાંજલિ આપી. પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશના 12 જવાનો છે.
પુલવામા હુમલામાં શહીદ થનારા જવાનોમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશના છે. યુપીના આગરા, શામલી, ઉન્નાવ અને ચંદૌલીના 12 જેટલા જવાનો શહીદ થયા. જવાનોના પાર્થિવ દેહ તેમના ઘરે પહોંચી ગયા છે. દહેરાદૂનમાં શીહદ જવાન મોહન લાલના પાર્થિવ દેહને તેમની પુત્રીએ સલામી આપી. આ સાથે જ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે પણ શ્રદ્ધાંજલિ આપી.
વારાણસીના રહીશ સીઆરપીએફના શહીદ જવાન રમેશ યાદવનો પાર્થિવ દેહ પણ તેમના ઘરે પહોંચી ગયો છે. મેનપુરમાં રહેતા શહીદ સીઆરપીએફ જવાન રામ વકીલનો પાર્થિવ દેહ પણ તેમના ઘરે પહોંચી ગયો છે. મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડ્યાં છે.
દહેરાદૂનના શહીદ જવાનનો પાર્થિવ દેહ પણ તેમના ઘરે પહોંચી ગયો છે. રાજસ્થાનના જયપુરના રહીશ શહીદ સીઆરપીએફના જવાન રોહિતાશ લાંબાનો પાર્થિવ દેહ પણ તેમના ઘરે પહોંચ્યો. આ ઉપરાંત રાજસ્થાનના 5 જવાન, પંજાબના 4, ઓડિશાના 2, મહારાષ્ટ્રના 2, ઉત્તરાખંડના 2 અને બિહારના 2 જવાનો શહીદ થયા છે. અન્ય રાજ્યોના જવાનો પણ સામેલ છે.
હુમલામાં શહીદ થયેલા જવાનોના પાર્થિવ શરીર શુક્રવારે દિલ્હી લાવવામાં આવ્યાં હતાં. પીએમ મોદીએ પાલમ એરપોર્ટ પર જઈને જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. વાયુસેનાના સી-17 વિમાન દ્વારા આ પાર્થિવ શરીર દિલ્હી લવાયા હતાં. પીએમ મોદી ઉપરાંત રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતાં. પીએમ મોદીએ ભાજપના તમામ મંત્રીઓ અને સાંસદોને નિર્દેશ પણ આપ્યાં છે કે તેઓ પોત પોતાના રાજ્યોમાં આ જવાનોના અંતિમ સંસ્કારના સમયે ત્યાં હાજર રહે.
(વારાણસીમાં રમેશ યાદવનો પાર્થિવ દેહ ઘરે પહોંચ્યો, લોકોનો જનસેલાબ ઉમટ્યો)
પુલવામાં હુમલો: આધાર કાર્ડ અને આઈડી કાર્ડથી શહીદ જવાનોની ઓળખ થઈ
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલો આતંકી હુમલો એટલો ભયાનક હતો કે શહીદોના મૃતદેહોને ઓળખવા મુશ્કેલ હતાં. શહીદ થયેલા જવાનોની ઓળખ તેમના આધાર કાર્ડ, આઈડી કાર્ડ અને કેટલાક સામાન થકી થઈ શકી. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે ભીષણ વિસ્ફોટથી જવાનોના મૃતદેહો ક્ષત-વિક્ષત થઈ ગયા હતાં. આથી તેમની ઓળખ ખુબ મુશ્કેલ બની હતી.
(જયપુરના શહીદ જવાન રોહિતાશ લાંબાનો પાર્થિવ દેહ તેમના ઘરે પહોંચ્યો છે.)
આ શહીદોની ઓળખ આધાર કાર્ડ, આઈડી કાર્ડ, પાન કાર્ડ અથવા તેમના ખિસ્સામાં કે બેગોમાં રહેલા તેમની રજાની અરજીઓથી થઈ શકી. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે કેટલાક મૃતદેહોની ઓળખ તેમને બાંધેલી ઘડિયાળો અથવા પર્સથી થઈ. આ સામાન તેમના સહયોગીઓએ ઓળખ્યા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે