મહેસાણા-અમદાવાદ હાઇવે બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત, 2ના મોત, 5ને ઇજા

મહેસાણા અમદાવાદ હાઇવે પર મડાલી પાટિયા પાસે લક્ઝરી બસ અને ટેન્કર સામ સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લક્ઝરી બસનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો.

મહેસાણા-અમદાવાદ હાઇવે બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત, 2ના મોત, 5ને ઇજા

મહેસાણા: મહેસાણા અમદાવાદ હાઇવે પર લક્ઝરી બસ અને ટેકન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે અન્ય 5 ઘાયલ થયા છે. જ્યારે અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા અમદાવાદ હાઇવે પર મડાલી પાટિયા પાસે લક્ઝરી બસ અને ટેન્કર સામ સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લક્ઝરી બસનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં બે લોકોના સ્થળ પર મોત થયા છે અને પાંચ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.

આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સહિત 108 સ્થળ પર પહોંચી ગયા હતા. અને પોલીસ સહિત 108 દ્વારા અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અને મૃત દેહને પીએમ અર્થે ખસેડી પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news