UPSC 2022 Final Result OUT: UPSC નું અંતિમ પરિણામ જાહેર, આ રહી ટોપર્સની યાદી અને માર્કશીટ

UPSC final Result 2022: UPSC પ્રિલિમ પરીક્ષા 5 જૂન 2022 ના રોજ લેવામાં આવી હતી. જ્યારે, તેનું પરિણામ જૂનમાં બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં સફળ ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષા 16 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર 2022 દરમિયાન લેવામાં આવી હતી.

UPSC 2022 Final Result OUT: UPSC નું અંતિમ પરિણામ જાહેર, આ રહી ટોપર્સની યાદી અને માર્કશીટ

UPSC CSE Final Result 2023: Union Public Service Commission યુનિયન પબ્લિક સર્વિસ કમિશને સિવિલ સર્વિસ પરીક્ષા 2022નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. જેમાં ઈશિતા કિશોર, ગરિમા લોહિયા અને ઉમા હરથી એ અનુક્રમે ટોચના ત્રણ રેન્ક મેળવ્યા છે. UPSC ના ઇન્ટરવ્યુ રાઉન્ડમાં ભાગ લેનાર ઉમેદવારો કમિશનની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર UPSC પરિણામ 2022 જોઈ શકે છે. UPSC એ 24 એપ્રિલથી 18 મે, 2023 સુધી 582 ઉમેદવારો માટે ત્રીજા તબક્કાના વ્યક્તિગત ઇન્ટરવ્યુ લીધા હતા.

હવે પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ટોપ 10માંથી 6 મહીલા અને 4 પુરુષ ઉમેદવારનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ઇશીતા કિશોર ઇકોનોમિક્સથી ગ્રેજ્યુએટ છે અને શ્રીરામ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. બીજા રેન્ક પર આવેલી ગરિમા લોહિયા છે. એટલું જ નહીં, અમદાવાદના સ્પીપાના સિવિલ સર્વિસીઝ એક્ઝામ 2022માં 16 ઉમેદવારો સફળ થયા છે.

Ishita Kishore, Garima Lohia and Uma Harathi N secure the top three ranks, respectively pic.twitter.com/ulJZnG7JBi

— ANI (@ANI) May 23, 2023

How to download UPSC CSE Final Result 2022

  • કમિશનની સત્તાવાર વેબસાઇટ upsconline.nic.in પર જાઓ.
  • પછી 'Final Result - Civil Services Examination, 2022' લિંક પર ક્લિક કરો.
  • હવે તમારી સામે UPSC પરિણામની PDF ખુલશે.
  • ઉમેદવારો આ PDF માં તેમનું નામ અને રોલ નંબર ચકાસી શકે છે.

UPSC દ્વારા સિવિલ સર્વિસીઝ એક્ઝામ 2022ના પરિણામમાં આવેલ ટોપ 50

No description available.

UPSC CSE પરીક્ષા 2022: ક્યારે લેવામાં આવી હતી UPSC પરીક્ષા?
UPSC પ્રિલિમ પરીક્ષાનું આયોજન 5મી જૂન 2022ના રોજ કરવામાં આવ્યું હતું. જ્યારે, તેનું પરિણામ જૂનમાં બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં સફળ ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષા 16 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર 2022 દરમિયાન લેવામાં આવી હતી. જ્યારે, UPSC ઇન્ટરવ્યુ 18 મે 2023 ના રોજ સમાપ્ત થયો. હવે ઉમેદવારોના અંતિમ પરિણામ પણ જાહેર કરવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news