Watch Video: લેન્ડિંગ પહેલા તોફાનમાં ફસાયેલા સ્પાઈસજેટની અંદરનો વીડિયો આવ્યો સામે, જોઈને હચમચી જશો

Inside Video of SpiceJet Flight after Turbulence: રવિવારે એક ચિંતાજનક ઘટના ઘટી જેમાં સ્પાઈસજેટની મુંબઈ-દુર્ગાપુરની ફ્લાઈટ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ખરાબ હવામાનનો ભોગ બની અને આ દુર્ઘટનામાં વિમાનના 12 જેટલા મુસાફરો ઘાયલ થયા.

Watch Video: લેન્ડિંગ પહેલા તોફાનમાં ફસાયેલા સ્પાઈસજેટની અંદરનો વીડિયો આવ્યો સામે, જોઈને હચમચી જશો

Inside Video of SpiceJet Flight after Turbulence: રવિવારે એક ચિંતાજનક ઘટના ઘટી જેમાં સ્પાઈસજેટની મુંબઈ-દુર્ગાપુરની ફ્લાઈટ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ખરાબ હવામાનનો ભોગ બની અને આ દુર્ઘટનામાં વિમાનના 12 જેટલા મુસાફરો ઘાયલ થયા. ઈજાગ્રસ્ત મુસાફરો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

અકસ્માત સમયે વિમાનમાં મુસાફરો ખુબ ડરેલા હતા અને અફરાતફરીનો માહોલ હતો. દુર્ગાપુર એરપોર્ટ પર વિમાનના લેન્ડિંગ સમયે થયેલા અકસ્માત બાદ સ્પાઈસજેટ વિમાનની અંદરનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુસાફરો કેવી દહેશતભરેલી સ્થિતિમાં હતા તે જોઈ શકાય છે. 42 સેકન્ડના આ વીડિયોને ફ્લાઈટની અંદર રહેલા કોઈ મુસાફરે બનાવેલો હોય તેવું લાગે છે. જો કે હજુ આ વીડિયો અકસ્માતનો ભોગ બનેલા વિમાનની અંદરનો છે કે કેમ તેની પુષ્ટિ થઈ નથી. વિમાનમાં ચારેબાજુ નીચે વસ્તુઓ ફેલાયેલી છે. ઓક્સિજનના માસ્ક લટકી રહ્યા છે. કેબિનમાં રહેલો સામાન મુસાફરો પર પડેલો જોવા મળ્યો છે. 

Airline was SpiceJet. Again it was B737 MAX.

Never travelling in this aircraft.
But thankfully no major accident. 🙏#SpiceJet pic.twitter.com/j7225Ag0UZ

— Yuvraj Sharma (@SharmaYuv1) May 1, 2022

એર હોસ્ટેસ મુસાફરોને આશ્વાસન આપવાની કોશિશ કરી રહી છે. અકસ્માત અંગે સ્પાઈસજેટના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે એક મેના રોજ સ્પાઈટજેટનું  બોઈંગ બી737 વિમાન મુંબઈથી દુર્ગાપુરની ઉડાણ એસજી-945 એરપોર્ટ પર ઉતરણ કરી રહ્યું હતું, ત્યારે તેણે ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો. જેના કારણે કેટલાક મુસાફરોને ઈજા થઈ. પ્રવક્તાએ કહ્યું કે વિમાન દુર્ગાપુરમાં લેન્ડિંગ કરતા જ તરત ડોક્ટરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી. સ્પાઈસજેટ આ કમનસીબ ઘટના પર ખેદ વ્યક્ત  કરે છે અને તે ઘાયલોને દરેક શક્ય ડોક્ટરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news