કોંગ્રેસમાં જોડાઈ શકે છે BJPના 'શત્રુ', રાહુલ ગાંધીની યોજનાને ગણાવી માસ્ટરસ્ટ્રોક

શત્રુધ્ન સિન્હાએ રાહુલ ગાંધીની પ્રશંસા કરીને તેમને 'મોકા પર ચોગ્ગો ફટકારનારા' જણાવ્યા છે. તેમણે રાહુલ ગાંધીની 'ન્યાય' યોજનાને માસ્ટસ્ટ્રોક ગણાવી છે અને કહ્યું કે, શા માટે ભાજપ આ યોજનાને છલ-કપટ સાબિત કરવા મથી રહી છે 

કોંગ્રેસમાં જોડાઈ શકે છે BJPના 'શત્રુ', રાહુલ ગાંધીની યોજનાને ગણાવી માસ્ટરસ્ટ્રોક

પટનાઃ ભાજપના વિદ્રોહી સાંસદ શત્રુધ્ન સિન્હા લોકસભા ચૂંટણી 2019 પહેલા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. બિહારના પટના સાહિબથી ભાજપની ટિકિટ ન મળ્યા બાદ અભિનેતા અને રાજનેતા શત્રુધ્ન સિન્હા અંગે વિવિધ અટકળો લગાવાઈ રહી છે કે તેઓ 28 માર્ચના રોજ મહાગઠબંધનમાં જોડાઈ શકે છે. 

આ બાજુ મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રશંસા કરીને શત્રુએ એ વાતને વધુ પાકી કરી દીધી છે કે, તેઓ ભાજપના એનડીએની સામે બિહારમાં બનેલા મહાગઠબંધનમાં જોડાઈ શકે છે. શત્રુધ્ન સિન્હાએ રાહુલ ગાંધીની પ્રશંસા કરીને તેમને 'મોકા પર ચોગ્ગો ફટકારનારા' જણાવ્યા છે. 

તેમણે રાહુલ ગાંધીની 'ન્યાય' યોજનાને માસ્ટસ્ટ્રોક ગણાવી છે અને કહ્યું કે, શા માટે ભાજપ આ યોજનાને છલ-કપટ સાબિત કરવા મથી રહી છે. તેમણે એક કહેવત દ્વારા ભાજપ પર નિશાન તાકતા કહ્યું કે, તમે કરો તો રાસલીલા અને અન્ય કરે તો કેરેક્ટર ઢીલા.

શત્રુધ્ન સિન્હાએ ભાજપ પર પ્રહાર કરતા ભાજપના નેતાઓને સવાલ પુછ્યા કે, જેમણે દરેક વ્યક્તિના ખાતામાં રૂ.15 લાખ, ખેડૂતોની દેવામાફી અને આર્થિક સહાયદા, યુવાનોને 2 કરોડ નોકરીના જુમલાની જાહેરાત કરી હતી તો શું એ સાચું હતું?  

શત્રુએ જણાવ્યું કે, કોંગ્રેસે ત્રણ રાજ્ય મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં સરકાર બનતાની સાથે જ ખેડૂતોનું દેવું માફ કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે, સિન્હાને પટના સાહિબથી કોંગ્રેસના ઉમેદવાર બનાવાઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news