Rice Flour: ડલ સ્કિન માટે બેસ્ટ છે આ સફેદ પાવડર, પાર્લરમાં ફેશિયલ કરાવ્યું હોય તેવો ગ્લો ચહેરા પર 15 મિનિટમાં આવશે

Rice Flour: જો સ્કિન કોઈપણ કારણસર ડલ થઈ ગઈ હોય તો તેને ફરીથી ચમકતી અને સાફ બનાવવા માટે ચોખાના લોટનો ઉપયોગ કરી શકાય છે. ચોખાનો લોટ સ્કિનને સોફ્ટ અને મુલાયમ બનાવે છે. આ ફેસપેક લગાડવાથી ત્વચા પરની કરચલીઓ પણ ઓછી થાય છે.

Rice Flour: ડલ સ્કિન માટે બેસ્ટ છે આ સફેદ પાવડર, પાર્લરમાં ફેશિયલ કરાવ્યું હોય તેવો ગ્લો ચહેરા પર 15 મિનિટમાં આવશે

Rice Flour: ચોખાના લોટનો ઉપયોગ અલગ અલગ વાનગીઓમાં કરવાની સાથે સ્કીન કેરમાં પણ કરવામાં આવે છે. ત્વચા માટે પણ ચોખાનો લોટ ફાયદાકાર છે. ચોખાનો લોટ એવી વસ્તુ છે જે ત્વચા પર ઇન્સ્ટન્ટ નિખાર લાવવામાં મદદ કરે છે અને સાથે જ ત્વચાની સમસ્યાને પણ દૂર કરે છે. 

ચોખાનો લોટ પ્રાકૃતિક એક્સફોલિયેટર છે. ચોખાનો લોટ ત્વચા પરથી ડેડ સ્કિન સેલ્સ હટાવે છે અને ટેનિંગ દૂર કરે છે. તેનાથી ત્વચાને એક સમાન રંગત મળે છે. ત્વચા પર જે એક્સ્ટ્રા ઓઇલ હોય છે તેને પણ ચોખાનો લોટ સાફ કરે છે અને ત્વચા પર કરચલીઓ પણ ઓછી થાય છે. જો કોઈની સ્કિન ડલ થઈ ગઈ હોય તો તેને ચોખાના લોટનો આ ફેસપેક લગાડવો જોઈએ. 

ઇન્સ્ટન્ટ ગ્લો માટે ચોખાના લોટનો ફેસપેક 

આ ફેસપેક બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં બે ચમચી ચોખાનો લોટ લેવો, તેમાં એક ચમચી દૂધ અને અડધી ચમચી મધ ઉમેરીને પેસ્ટ બનાવો. પેસ્ટ ઘટ્ટ હોય તો તેમાં જરૂર અનુસાર દૂધ ઉમેરવું. હવે આ મિશ્રણને ત્વચા પર લગાડો અને 15 થી 20 મિનિટ માટે લગાવી રાખો. ત્યાર પછી હળવા હાથે મસાજ કરીને ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો.

આ ફેસપેક લગાવવાથી ત્વચા પર તુરંત જ ચમક દેખાય છે. ચોખાનો લોટ ડેડ સ્કિન સેલ્સને હટાવે છે. જેના કારણે ત્વચા પર ઇન્સ્ટન્ટ ગ્લો દેખાય છે. ત્વચાનું ટેનિંગ દૂર કરવા માટે ચોખાના લોટમાં ગુલાબજળ અને મધ મિક્સ કરીને પણ લગાડી શકાય છે. ચોખાના લોટને સ્ક્રબ તરીકે ઉપયોગ કરવાથી ત્વચા મુલાયમ અને સાફ દેખાય છે. 

ચોખાના લોટનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે. ચોખાના લોટમાં હળદર અને લીંબુનો રસ મિક્સ કરીને પણ ચહેરા પર લગાવાય છે. તેનાથી ઓઈલી સ્કીનમાં ફાયદો થાય છે. આમ તો ચોખાનો લોટ એક પ્રભાવી અને પ્રાકૃતિક ઉપાય છે. પરંતુ તેને ત્વચા પર લગાડતા પહેલા કેટલીક સાવધાનીઓ રાખવી. ચોખાના લોટનો ફેસપેક લગાડવો હોય તો તે પહેલા પેચ ટેસ્ટ કરી લેવો જેથી તમને ખ્યાલ આવે કે ચોખાના લોટથી તમને રિએક્શન નથી થતું. આ સિવાય ચોખાના લોટનો ઉપયોગ અઠવાડિયામાં બે થી ત્રણ વખત જ કરવો. 

અઠવાડિયામાં બેથી ત્રણ વખત ચોખાના લોટના આ ફેસપેક લગાડવાથી ત્વચા પર નિખાર આવશે અને ટેનિંગ દૂર થશે. સાથે જ ત્વચા મુલાયમ બનશે અને ચમકદાર દેખાશે. જો તમે ચોખાના લોટના ફેસપેકનો ઉપયોગ કરશો તો તમારે ફેશિયલ કરાવવા માટે પાર્લર સુધી પણ નહીં જવું પડે. કારણકે ફેશિયલ જેવો ગ્લો તમને ઘર બેઠા મળશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news