લોકસભા ચૂંટણી 2019: અડવાણી પછી ભાજપના અન્ય સંસ્થાપક મુરલી મનોહર જોશીની ટિકિટ પણ કપાઈ

ભાજપ દ્વારા 39 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાંથી 29 નામ ઉત્તરપ્રદેશના છે, જ્યારે 10 પશ્ચિમ બંગાળના ઉમેદવાર જાહેર કરાયા છે. આ યાદીમાં નામ ઓછા કપાયા છે, પરંતુ ઉમેદવારોની બેઠકોની અદલા-બદલી કરવામાં આવી છે 

લોકસભા ચૂંટણી 2019: અડવાણી પછી ભાજપના અન્ય સંસ્થાપક મુરલી મનોહર જોશીની ટિકિટ પણ કપાઈ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપ દ્વારા વધુ એક યાદી બહાર પાડવામાં આવી છે. ભારે મનોમંથન બાદ બહાર પડાયેલી આ યાદીમાં ભાજપના વરિષ્ઠ અને સંસ્થાપક નેતાઓમાંના એક એવા મુરલી મનોહર જોશીનું પત્તુ કાપવામાં આવ્યું છે. તેઓ કાનપુર બેઠક પરથી ચૂંટણી લડતા આવ્યા છે, પરંતુ આ યાદીમાં ભાજપ દ્વારા સત્યદેવ પચોરીને કાનપુર બેઠક પરથી ઉમેદવાર બનાવાયા છે. મંગળવારે જ ભાજપમાં જોડાયેલા અભિનેત્રી જયાપ્રદાને રામપુરની ટિકિટ આપવામાં આવી છે. 

ભાજપ દ્વારા 39 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાંથી 29 નામ ઉત્તરપ્રદેશના છે, જ્યારે 10 પશ્ચિમ બંગાળના ઉમેદવાર જાહેર કરાયા છે. આ યાદીમાં નામ ઓછા કપાયા છે, પરંતુ ઉમેદવારોની બેઠકોની અદલા-બદલી કરવામાં આવી છે.

રામશંકર કઠેરિયાની આગરા બેઠક પરથી ટિકિટ કાપવામાં આવી છે અને તેમને ઈટાવાથી ચૂંટણી લડવા જણાવાયું છે. એ જ રીતે વરુણ ગાંધીને પણ સુલ્તાનપુરને બદલે પીલીભીતથી ચૂંટણી લડવા માટે જણાવાયું છે. 

લોકસભા ચૂંટણી 2019: અડવાણી પછી ભાજપના અન્ય સંસ્થાપક મુરલી મનોહર જોશીની ટિકિટ પણ કપાઈ

વરુણ ગાંધીના માતા મેનકા ગાંધી પીલીભીતના બદલે સુલતાનપુરથી ચૂંટણી લડશે. મેનકા ગાંધી અંગે એવું કહેવાતું હતું કે તેઓ હરિયાણાના કરનાલથી ચૂંટણી લડવા માગે છે. 

અન્ય પ્રમુખ બેઠકો પર જાહેર થયેલા જાણીતા નામમાં કાનપુર ગ્રામીણ બેઠક પર દેવેન્દ્ર સિંહ ભોલે, ગાઝીપુરથી મનોજ સિન્હા, હમિરપુરથી પુષ્પેન્દ્ર ચંડેલ, અલાહાબાદ બેઠક પરથી રીતા બહુગુણા જોશી, કુશીનગરથી વિજય દુબે અને બલિયા બેઠક પરથી વિરેન્દ્ર મસ્ત ચૂંટણી લડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news