સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મોટું 'જુઠ્ઠાણું' સામે આવ્યું? ઈબ્રાહિમ નહીં આ વ્યક્તિ લઈ ગયો હતો હોસ્પિટલ

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાના કેસમાં સતત કોકડું ગૂંચવાયેલું જ જોવા મળે છે. હુમલાખોરની ઓળખ પર સવાલ થઈ રહ્યા છે અને હવે સૈફની સાથે હોસ્પિટલમાં કોણ હતું તે અંગે પણ ચોંકાવનારી માહિતી સામે આવી છે. 

સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મોટું 'જુઠ્ઠાણું' સામે આવ્યું? ઈબ્રાહિમ નહીં આ વ્યક્તિ લઈ ગયો હતો હોસ્પિટલ

સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરી 2025ના રોજ તેમના જ ઘરમાં ઘૂસીને એક અજાણી વ્યક્તિએ જીવલેણ હુમલો કર્યો હતો. સૈફ પર છવાર ચાકૂના ઘા ઝીંકાયા હતા. જેમાં તેમના ગળા, હાથ અને કરોડના મણકામાં ઈજા થઈ હતી. મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હ તા. જ્યાં તેમની સર્જરી થઈ. હવે સૈફને જોકે હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. પરંતુ આ કેસમાં રોજ એવા એવા ખુલાસા થઈ રહ્યા છે કે દંગ રહી જવાય. હવે એક નવી વાત સામે આવી રહી છે. જેમાં અભિનેતાને હોસ્પિટલમાં કોણ લઈ ગયું. 

ચાકૂ માર્યાના બે કલાક બાદ હોસ્પિટલ લઈ ગયા?
બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર તેમના  બાન્દ્રા પશ્ચિમ સ્થિત ઘરમાં હુમલો થયો જેમાં ચાકૂથી અનેકવાર ઘા કરાયા. અભિનેતા પર 16 જાન્યુઆરીના રોજ સવારે 2.30 વાગે હુમલો થથયો પરંતુ તેમને સવારે 4.11 વાગે હોસ્પિટલમાં દાખલ કરાયા. જો કે અભિનેતાનું ઘર હોસ્પિટલથી માત્ર 15-20 મિનિટના અંતરે છે પરંતુ આમ છતાં 1 કલાક 41 મિનિટની વાર કેમ લાગી? આ સવાલ લોકોના મગજમાં ઘૂમરાઈ રહ્યો છે. 

સૈફને હોસ્પિટલ કોણ લઈ ગયું
સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં નવી નવી અપડેટ સામે આવી રહી છે. પહેલા એવું કહેવાતું હતું કે સૈફને તેમના મોટા પુત્ર ઈબ્રાહિમ અલી હોસ્પિટલ લઈ ગયા હતા. પછી એવા સમાચાર આવ્યા કે તૈમૂર પિતાનો હાથ પકડીને તેમને હોસ્પિટલ લઈ ગયો હતો. હવે એક નવી અપડેટ સામે આવી છે કે આ બંને નહીં પરંતુ કોઈ અન્ય લઈને ગયું હતું. વાત જાણે એમ છે કે બાન્દ્રા પોલીસ દ્વારા સોંપાયેલા એક રિપોર્ટમાં કહેવાયું છે કે સૈફને તેમના મેનેજર અને મિત્ર અફસર જૈદી દ્વારા લાવવામાં આવ્યા હતા જેનાથી જાણવા મળે છે કે જૈદી જ તેમને હોસ્પિટલ લઈ ગયા હશે. જો કે તે સમયે સૈફ સાથે તૈમૂર હતો એ વાતની પુષ્ટિ ડોક્ટરે પણ કરી હતી. આવામાં એ સ્પષ્ટ છે કે અભિનેતાની સાથે ઈબ્રાહિમ નહીં પરંતુ તૈમૂર અને જૈદી હતા. 

— IANS (@ians_india) January 23, 2025

ડોક્ટરે શું કહ્યું હતું
એક વીડિયોમાં લીલાવતી હોસ્પિટલના  ડોક્ટરે જણાવ્યું હતું કે જ્યારે સૈફ અલી ખાન હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેઓ લોહીથી લથપથ હતા. તે સમયે પુત્ર તૈમૂર જે લગભગ 7-8 વર્ષનો છે તેણે તેમનો હાથ પકડેલો હતો. સૈફ એક રિયલ હીરોની જેમ અંદર આવ્યા. પરંતુ હોસ્પિટલના રિપોર્ટ મુજબ સૈફને જૈદી જ હોસ્પિટલ લઈને આવ્યા હતા. 

ઓટો ડ્રાઈવરે શું કહ્યું
પહેલા એવું કહેવાતું હતું કે સૈફ અલી ખાનને ઈબ્રાહિમ અલી ખાન હોસ્પિટલ લઈને આવ્યો હતો. અભિનેતાને હોસ્પિટલ લઈ જનારા રિક્ષા ડ્રાઈવર ભજનસિંહ રાણાએ  કહ્યું હતું કે સૈફના શરીરથી ખુબ લોહી વહી રહ્યું હતું. તે સમયે તેમની સાથે એક નાનો બાળક અને એક અન્ય વ્યક્તિ પણ હતા. જેવા સૈફ ગાડીમાં બેઠા કે તેમનો પહેલો સવાલ એ હતો કે કેટલો સમય લાગશે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news