West Bengal: મમતા બેનર્જીને ઝટકો, હાઈકોર્ટના આદેશ પર ચૂંટણી બાદ હિંસાની તપાસ માટે બની સમિતિ

હાઈકોર્ટ તરફથી સમિતિની રચનાનો નિર્ણય સ્થગિત ન કરવાનું ભાજપે સ્વાગત કર્યુ છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ હાઈકોર્ટના નિર્ણયને લઈને કહ્યું કે, તેનાથી પીડિતોનો વિશ્વાસ મજબૂત થશે. 
 

West Bengal: મમતા બેનર્જીને ઝટકો, હાઈકોર્ટના આદેશ પર ચૂંટણી બાદ હિંસાની તપાસ માટે બની સમિતિ

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસાની તપાસ માટે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે સમિતિની રચના કરી છે. કોલકત્તા હાઈકોર્ટ તરફથી આપવામાં આદેશ બાદ આ સમિતિ બનાવવામાં આવી છે, જે હિંસાના મામલાની તપાસ કરશે અને કોર્ટને રિપોર્ટ પરત કરશે. સમિતિની રચનાનો વિરોધ કરી રહેલા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે આ એક મોટા ઝટકા સમાન છે. આ પહેલા સોમવારે હાઈકોર્ટે ટીએમસીની તે અરજીને નકારી દીધી, જેમાં 18 જૂનના તે આદેશને રોકવાની માંગ કરવામાં આવી છે, જે હેઠળ સમિતિની રચનાનો નિર્ણય આપવામાં આવ્યો હતો. 

માનવાધિકાર પંચના ચેરમેન નિવૃત જસ્ટિસ અરૂણ મિશ્રાએ સમિતિની રચના કરી દીધી છે. આ 7 સભ્યોની સમિતિમાં અલ્પસંખ્યક આયોગના ઉપાધ્યક્ષ આતિફ રશીદ, મહિલા આયોજના સભ્ય રાજુલબેન એલ. દેસાઈ, પશ્ચિમ બંગાળ માનવાધિકાર પંચના રજીસ્ટ્રાર પ્રદીપ કુમાર પંજાને સામેલ કરવામાં આવ્યા છે. આ સમિતિની અધ્યક્ષતા માનવાધિકાર પંચના સભ્ય રાજીવ જૈન કરશે. 

— ANI (@ANI) June 21, 2021

હાઈકોર્ટ તરફથી સમિતિની રચનાનો નિર્ણય સ્થગિત ન કરવાનું ભાજપે સ્વાગત કર્યુ છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ હાઈકોર્ટના નિર્ણયને લઈને કહ્યું કે, તેનાથી પીડિતોનો વિશ્વાસ મજબૂત થશે. 

આ સાથે સ્મૃતિ ઇરાનીએ મમતા બેનર્જી પર વાર કરતા કહ્યું કે, આખરે તે કેટલા રેપ સુધી ચુપ રહેશે. ઇરાનીએ કહ્યું કે, તેમણે આજ સુધી જોયું નથી કે કોઈ સીએમ માત્ર એટલા માટે લોકોને મરતા જોતા રહે કારણ કે તેણણે તેમને મત આપ્યો નથી. આ વચ્ચે રાજ્યપાલ જગદીપ ધનખડે પણ મમતા સરકાર પર નિશાન સાધ્યુ છે. જગદીપ ધનખડે કહ્યુ- હું હેરાન છું કે ચૂંટણી સમાપ્ત થયાના 7 સપ્તાહ બાદ પણ આ પ્રકારની સ્થિતિને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. આઝાદી બાદ આ સૌથી મોટી ચૂંટણી હિંસા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news