Corona Vaccination: નવી ગાઇડલાઇન લાગૂ થશે રસીકરણ ઝુંબેશને વેગ મળ્યો, પ્રથમ દિવસે રેકોર્ડ 69 લાખ ડોઝ અપાયા
દેશમાં આજથી કોરોના રસીકરણની નવી સંશોધિત ગાઇડલાઇન લાગૂ કરવામાં આવી છે. નવી ગાઇડલાઇનને કારણે રસીકરણ અભિયાનને વેગ મળ્યો છે. પ્રથમ દિવસે રેકોર્ડ ડોઝ આપવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરની અસર હવે ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ધીમી પડી ચુકી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં સોમવારે માત્ર 89 નવા કેસ સામે આવ્યા છે, જે વર્ષ 2021માં સૌથી ઓછા છે, જ્યારે 11 લોકોના મૃત્યુ થયા છે. પરંતુ દેશના ઘણા દક્ષિણ અને પૂર્વોત્તરના રાજ્યોમાં હજુ કોરોના કેસ રોકવામાં અપેક્ષા મુજબ સફળતા મળી નથી. આ વચ્ચે કોરોના વેક્સિનેશન અભિયાન જોર-શોરથી ચાલી રહ્યું છે.
દેશમાં સોમવારે સંશોધિત નવી ગાઇડલાઇન લાગૂ થવાના પ્રથમ દિવસે રેકોર્ડ 69 લાખથી વધુ કોરોના વેક્સિનના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. આ પહેલા કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને સાંજે 4 કલાકે ટ્વીટ કરતા કહ્યુ હતુ કે વિશ્વનની સૌથી મોટી વેક્સિનેશન ડ્રાઇવ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, વેક્સિનેશન ડ્રાઇવમાં સંશોધિત ગાઇડલાઇન લાગૂ થયા બાદ એક દિવસમાં રેકોર્ડ 47 લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
ત્યારબાદ 5.30 કલાકે સ્વાસ્થ્ય મંત્રાલયે આંકડા જાહેર કરતા કહ્યું કે, દેશમાં નવી ગાઇડલાઇન લાગૂ થયા બાદ એક દિવસમાં 69 લાખથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
#UPDATE | More than 69 lakh doses of anti-COVID vaccine administered on day one of the implementation of 'Revised Guidelines for Covid Vaccination' today: Union Health Ministry
— ANI (@ANI) June 21, 2021
આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને શુક્રવારે કહ્યુ હતુ કે કોરોના વાયરસનું સ્વરૂપ બદલાતા અને નાગરિકો દ્વારા કોરોના પ્રોટોકોલના પાલનમાં ઢીલ મુકવાને કારણે કેસ વધ્યા અને બીજી લહેર આવી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયમાં પ્રથમ હરોળના કર્મીઓને માસ્ક વિતરિત કર્યા બાદ હર્ષવર્ધને આ ટિપ્પણી કરી હતી.
સ્વાસ્થ્ય મંત્રાલયના એક નિવેદન પ્રમાણે, તેમણે કહ્યું કે, જો આ પગલું પ્રતિકાત્મક છે પરંતુ વિભિન્ન ઉદ્યોગો અને કોર્પોરેટ ગૃહોના લોકો અને પદો પર બેઠેલા રાજનેતા આ પગલાનું અનુકરણ કરી એક ઉમદા સાંકળની શરૂઆત કરી શકે છે અને કોવિડ અનુકૂળ આચરણ દ્વારા કોઈને કોવિડથી બચાવવા માટે તેને જનઆંદોલનમાં પરિવર્તિત કરી શકે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયમાં આ કવાયદનો ઇરાદો બધા કર્મચારીઓને માસ્ક વિતરિત કરવાનો છે અને તેને પ્રથમ હરોળના કર્મચારીઓથી શરૂ કરી અન્ય કર્મચારીઓ સુધી પહોંચાડવામાં આવશે. નિવેદનમાં તેમના હવાલાથી કહેવામાં આવ્યું- કોવિડ-19 રોકવા માટે સરકારે પાછલા વર્ષે સતત કામ કર્યું. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં આપણે કેસને ઘટાડી ઓછા કરવામાં ખુબ સફળ રહ્યાં છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે