AHMEDABAD: પરિણામ પહેલા જ ગુજરાત વિદ્યાપીઠે એડમિશન આપવાનું ચાલુ કર્યું

ગુજરાત વિદ્યાપીઠમાં એડમિશનને લઈ ઉલટી ગંગા જેવો ખેલ જોવા મળી રહ્યો છે. ધોરણ 12 નું પરિણામ હજુ જુલાઈના અંતમાં આવશે અને વિદ્યાપીઠે અત્યારથી એડમિશન શરૂ કર્યા છે. BA, B.Sc. જેવા વિષયમાં 15 જુલાઈ પહેલા એડમિશન લેવા જાહેરાત કરાઈ છે. હજુ ધોરણ 12નું પરિણામ નથી આવ્યું અને વિદ્યાપીઠે વહેલા તે પહેલાંના ધોરણે એડમિશન આપવાનું ચાલુ કર્યું છે. 

AHMEDABAD: પરિણામ પહેલા જ ગુજરાત વિદ્યાપીઠે એડમિશન આપવાનું ચાલુ કર્યું

અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાત વિદ્યાપીઠમાં એડમિશનને લઈ ઉલટી ગંગા જેવો ખેલ જોવા મળી રહ્યો છે. ધોરણ 12 નું પરિણામ હજુ જુલાઈના અંતમાં આવશે અને વિદ્યાપીઠે અત્યારથી એડમિશન શરૂ કર્યા છે. BA, B.Sc. જેવા વિષયમાં 15 જુલાઈ પહેલા એડમિશન લેવા જાહેરાત કરાઈ છે. હજુ ધોરણ 12નું પરિણામ નથી આવ્યું અને વિદ્યાપીઠે વહેલા તે પહેલાંના ધોરણે એડમિશન આપવાનું ચાલુ કર્યું છે. 

વિદ્યાપીઠે આપેલી જાહેરાતમાં સ્પષ્ટ લખ્યુ છે કે પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે લેવો. જો કે આ મામલે વિદ્યાપીઠના સત્તાધીશોએ જણાવ્યું કે દરેક યુનિવર્સિટીની જેમ અમે પણ ગાઈડલાઈન ફોલો કરી રહ્યા છીએ. એડમિશન લેવાવાળા વર્ગ માટે ઓનલાઇન અને ઓફલાઇન પ્રક્રિયા શરૂ કરી છે. 

હાલ ધોરણ 12ના માર્કશીટ અપાઈ નથી તેઓની માર્કશીટ મળશે પછી સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. પણ આ અમારી સાઇડથી અમે તૈયારીઓ શરૂ કરી છે. વિદ્યાર્થીઓ હાલ રજિસ્ટ્રેશન કરાવી શકે પરંતુ માર્કશીટ આવશે પછી જ એડમિશન નિશ્ચિત થશે. હાલ માત્ર ઔપચારિકતા ખાતર એડમીશન શરૂ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news