જાણો સતી પ્રથા અને વિધવા વિવાહ જેવા કૂરિવાજો સામે અવાજ ઉઠાવનારા દેશના પહેલાં મહિલા શિક્ષકની કહાની
દેશના પહેલાં મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફુલેની આજે જન્મજયંતી, જાણો તેમની રસપ્રદ કહાની...જાન્યુઆરી 1831માં એટલે કે આ દિવસે દેશની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફુલેનો જન્મ થયો હતો. મહારાષ્ટ્રના અનુસુચિત જાતિના પરિવારમાં જન્મેલા સાવિત્રીબાઈ ફૂલેના પિતાનું નામ ખંડોસી નેવસે અને માતાનું નામ લક્ષ્મીબાઈ છે. સાવિત્રીબાઈ ફુલેએ સતી પ્રથા, અસ્પૃશ્યતા અને વિધવા વિવાહ જેવા સમાજના દુષણો સામે અવાજ ઉઠાવવા અને તેનો અંત લાવવા માટે લાંબો સમય સંઘર્ષ કરવો પડ્યો હતો.
Trending Photos
નવી દિલ્લીઃ સાવિત્રીબાઈ ફુલેએ (Savitribai Phule Story) સતી પ્રથા, અસ્પૃશ્યતા અને વિધવા વિવાહ જેવા સમાજના દુષણો સામે અવાજ ઉઠાવવા અને તેનો અંત લાવવા માટે લાંબો સમય સંઘર્ષ કરવો પડ્યો હતો. તેવા આજે સાવિત્રીબાઈ ફુલેનો જન્મદિવસ છે. આવી આજે અમે તમને તેમના વિશે અમુક વાતો જણાવીશું.
જાન્યુઆરી 1831માં એટલે કે આ દિવસે દેશની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફુલેનો જન્મ થયો હતો. મહારાષ્ટ્રના અનુસુચિત જાતિના પરિવારમાં જન્મેલા સાવિત્રીબાઈ ફૂલેના પિતાનું નામ ખંડોસી નેવસે અને માતાનું નામ લક્ષ્મીબાઈ છે. સાવિત્રીબાઈ ફુલેએ સતી પ્રથા, અસ્પૃશ્યતા અને વિધવા વિવાહ જેવા સમાજના દુષણો સામે અવાજ ઉઠાવવા અને તેનો અંત લાવવા માટે લાંબો સમય સંઘર્ષ કરવો પડ્યો હતો.
એક વાક્યએ જીવન બદલી નાખ્યુંઃ
સાવિત્રીબાઈ ફુલેના લગ્ન 9 વર્ષની ઉંમરે જ્યોતિરાવ ફુલે સાથે થયા હતા. સાવિત્રીબાઈના લગ્ન થયા ત્યારે તેઓ અભણ હતા. તે સમયે તેમના પતિએ ત્રીજા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. અભ્યાસનું જે સપનું સાવિત્રીબાઈએ જોયું હતું, તે લગ્ન પછી તેમણે અટકવા દીધું નહીં. એક દિવસ જ્યારે તે રૂમમાં અંગ્રેજી પુસ્તકના પાના ફેરવી રહ્યા હતા તે દરમિયાન તેમના પિતા ખંડોજીની નજર તેમના પર પડી. સાવિત્રીબાઈના હાથમાં પુસ્તક જોઈને ખંડોસી ગુસ્સે થઈ ગયા અને સાવિત્રીબાઈના હાથમાંથી પુસ્તક લઈ બહાર ફેંકી દીધું. ખંડોસી નેવસેએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ માત્ર ઉચ્ચ જાતિના પુરુષોનો અધિકાર છે. દલિત મહિલાઓ માટે શિક્ષણ લેવું એ પાપ છે. આ ઘટના પછી સાવિત્રીબાઈ ફૂલેએ તેને સરળ રીતે લીધું.
લોકોએ કર્યું અપમાનઃ
સાવિત્રીબાઈ ફૂલેએ જે પ્રણ લીધુ તે વાત તે સમયે સમાજને બિલકુલ ન ગમી. અનુસૂચિત જાતિની છોકરી સ્કૂલમાં જઈને શિક્ષણ મેળવે તે વાત કોઈને ન ગમી. તેનું પરિણામ તે આવ્યું કે, સાવિત્રીબાઈ ફૂલે જ્યારે સ્કૂલે જતાં હતાં તો લોકો તેમના પર પથ્થર ફેંકતા હતા. સાથે જ અમુક લોકો તેમના પર ગંદકી ફેંકીને તેમને અપમાનિત કરતા હતા. તેમને પોતાના પતિ સાથે મળીને ઈતિહાસ રચ્યો. અને લાખો દિકરોઓ માટે પ્રેરણારૂપ બન્યા. જણાવી દઈએ કે, સાવિત્રીબાઈ ફૂલેએ જાતે શિક્ષા ગ્રહણ કરી અને 18 સ્કૂલો ખોલી જેથી કોઈ અનપઢ ન રહી શકે. સાથે જ વર્ષ 1848માં પુણેમાં દેશના સૌથી મોટી બાલિકા સ્કૂલ પણ તેમને ખોલી.
બુરાઈઓનો કર્યો વિરોધઃ
સાવિત્રીબાઈ ફૂલેએ શિક્ષા ગ્રહણ કરીને સામાજિક કુનીતિ સામે અવાજ ઉઠાવ્યો. તેમણે આભજછેટ, સતીપ્રથા, બાળ લગ્ન, વિધવા લગ્ન, જેવી અનેક કુનીતિ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. આ કારણે સમાજમાં તેમણે ઘણું અપમાનિત થવું પડ્યું. પરંતુ આ વચ્ચે તેમણે એક છોકરીની જીંદગી બચાવી. એક દિવસ વિધવા બ્રાહ્મણ મહિલા કાશીબાઈ આત્મહત્યા કરવા જઈ રહ્યા હતા. પરંતુ સાવિત્રીબાઈને તેમણે બચાવ્યા અને પોતાના ઘરમાં તેમના બાળકની ડિલીવરી કરાવી. તે બાળકનું નામ યશવંત રાખવામાં આવ્યું. જણાવી દઈએ કે, સાવિત્રીબાઈએ યશવંતને દત્તક લીધો અને તેની સંભાળ રાખી. મોટા થઈના યશવંત રાવ ડોક્ટર બન્યા અને તેનો શ્રેય તેમણે સાવિત્રીબાઈ ફૂલેને આપ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે