જેનું નામ સાંભળી આખુ પાકિસ્તાન ફફડે છે તે NSG જવાનો તમારા ઘરે ચા પાણી કરવા આવશે

ગાંધીનગર BSF હેડ ક્વાર્ટર ખાતે આઝાદીના અમૃત મહોત્સવની સાઇકલ રેલી યોજી ઊજવણી કરી. સમસ્ત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળે  BSF હેડક્વાર્ટર ખાતે ભવ્ય સાઇકલ રેલીનું આયોજન કર્યું. જેની શરૂઆત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવી. ગાંધીનગરથી ઈમ્ફાલ સુધી 3040 કિલોમીટર લાંબી સાઇકલ રેલી કરશે. જેમાં, BSFના 15 જવાન, NSG, CRPF સહિત અનેક સુરક્ષા એજન્સીઓના 75 જવાનો સાઇકલ રેલીમાં ભાગ લીધો. 49 દિવસમાં 3040 કિમી સુધીનું અંતર કાપશે. આ જવાનો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારની ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સહિત અનેક યોજનાઓનો પ્રચાર કરશે.
જેનું નામ સાંભળી આખુ પાકિસ્તાન ફફડે છે તે NSG જવાનો તમારા ઘરે ચા પાણી કરવા આવશે

મૌલિક ધામેચા/ગાંધીનગર : ગાંધીનગર BSF હેડ ક્વાર્ટર ખાતે આઝાદીના અમૃત મહોત્સવની સાઇકલ રેલી યોજી ઊજવણી કરી. સમસ્ત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળે  BSF હેડક્વાર્ટર ખાતે ભવ્ય સાઇકલ રેલીનું આયોજન કર્યું. જેની શરૂઆત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવી. ગાંધીનગરથી ઈમ્ફાલ સુધી 3040 કિલોમીટર લાંબી સાઇકલ રેલી કરશે. જેમાં, BSFના 15 જવાન, NSG, CRPF સહિત અનેક સુરક્ષા એજન્સીઓના 75 જવાનો સાઇકલ રેલીમાં ભાગ લીધો. 49 દિવસમાં 3040 કિમી સુધીનું અંતર કાપશે. આ જવાનો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારની ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સહિત અનેક યોજનાઓનો પ્રચાર કરશે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બીએસએફ સહિત વિવિધ સાત અર્ધ લશ્કરીદળોના જવાનોની હાજરીથી મિનિ ભારતના દર્શન થયા હોવાનો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આનંદ વ્યક્ત કર્યો હતો. BSF ના ગુજરાત હેડક્વાર્ટર આયોજિત ૩,૦૪૦ કિ.મી. લાંબી ‘ફિટ ઇન્ડિયા સાયક્લોથોન’ને રાજ્યના ગૃહમંત્રીએ ફ્લેગ ઓફ આપી હતી. ગુજરાતની રાજધાની ગાંધીનગરથી મણિપુરની રાજધાની ઇમ્ફાલ સુધી ૩,૦૪૦ કિ.મી. લાંબી સાયક્લોથોનનો પ્રારંભ કરાવ્યો હતો. 

તા. ૩ જાન્યુઆરીથી ૨૦ ફેબ્રુઆરી-૨૦૨૨ દરમિયાન ૪૯ દિવસ સાયકલ રેલી યોજાશે. આઝાદીના અમૃત મહોત્સવ આયોજિત સાયકલ રેલીમાં બીએસએફ સહિત વિવિધ સાત અર્ધલશ્કરી દળોના ૭૫ જવાનો સમગ્ર કાર્યક્રમમાં જોડાયા હતા. ‘ફિટ ઇન્ડિયા સાયક્લોથોન’માં ભાગ લેનાર ૭૫ સાયકલવીરોને અભિનંદન આપી શુભેચ્છાઓ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતની ધરતી પર સાયકલ રેલીમાં દેશભરમાંથી ભાગ લેવા આવેલા બીએસએફ, સીઆઇએસએફ, સીઆરપીએફ, આઈટીબીપી, એનએસજી, એસએસબી અને આસામ રાઈફલ્સના જવાનોની હાજરીથી મિનિ ભારતના દર્શન થયા છે. ગુજરાતને સ્પર્શતી આંતરરાષ્ટ્રીય સીમા-સરહદી સુરક્ષામાં બીએસએફ અને ગુજરાત પોલીસનું પ્રદાન ખૂબ મહત્વનું છે. 

No description available.

ગુજરાતીઓ વતી બીએસએફ સહિતના સુરક્ષા જવાનોને વંદન કરતાં મંત્રીએ કહ્યું કે, બીએસએફ, ગુજરાત પોલીસ સહિતના સુરક્ષાદળોના પરીણામે ગુજરાતીઓ આજે શાંતિ-સુરક્ષાનો અહેસાસ કરી રહ્યાં છે. આઝાદીના અમૃત મહોત્સવ અને ફિટ ઇન્ડિયા અંતર્ગત બીએસએફ ગુજરાત દ્વારા આયોજિત ગુજરાતની રાજધાની ગાંધીનગરથી મણિપુરની રાજધાની ઇમ્ફાલ સુધી ૩,૦૪૦ કિલોમીટર લાંબી ‘ફિટ ઇન્ડિયા સાયક્લોથોન’નું આજે બીએસએફ કેમ્પસ, ગાંધીનગરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. 

ગાંધીનગર સ્થિત બીએસએફ, આર્મી, એરફોર્સ, સીઆરપીએફ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ સહિતના સુરક્ષાદળોના જવાનો અને તેમના પરિવારોને માન-સન્માન આપી પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકારના યુવા-સાંસ્કૃતિક વિભાગ દ્વારા દેશભક્તિ આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આગામી સમયમાં આયોજન કરવામાં આવશે. સાયકલ પ્રસ્થાન કાર્યક્રમમાં જવાનો દ્વારા આસામનું પારંપારિક નૃત્ય બિહુ, પંજાબનું ભાંગડા નૃત્ય, દેશભક્તિના ગીતો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. 

No description available.

કાર્યક્રમના પ્રારંભે બીએસએફ ગુજરાતના આઈજી જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અને ફિટ ઈન્ડિયાના ઉપલક્ષમાં બોર્ડ સિક્યોરિટી ફોર્સ દ્વારા ભારતભરમાં વિવિધ સાયકલરેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે બીએસએફના નેતૃત્વમાં વિવિધ ૭ દળોના ૭૫ સાયકલવીરો દ્વારા ગાંધીનગરથી ઈમ્ફાલ સુધી ૩,૦૪૦ કિ.મી.ની સાયક્લોથોનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તા. ૩ જાન્યુઆરીથી ૨૦ ફેબ્રુઆરી-૨૦૨૨ દરમિયાન ૪૯ દિવસ આ સાયકલ રેલી યોજાશે. જયારે કાર્યક્રમના અંતે બીએસએફના ડીઆઈજી ઈપન પી વીએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે ગુજરાત પોલીસના વડા આશિષ ભાટિયા, ભારતીય વાયુદળ, આર્મી, ભારતીય તટરક્ષકદળ સહિત બીએસએફના ઉચ્ચ અધિકારીઓ-જવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

કુલ દિવસો 24 દિવસ
યાત્રાના કુલ કિલોમીટર 3040 કિ.મી
આરામના દિવસો 05 દિવસ
કેટલા રાજ્યોમાંથી સાયકલ યાત્રા પસાર થશે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ
સરેરાશ રોજિંદા કિલોમીટર 76 કિ.મી
યાત્રાની તારીખ 03 જાન્યુઆરી- 20 ફેબ્રુઆરી,2022
   

કયા કયા સશસ્ત્ર દળના જવાનો ભાગ લેશે...

સશસ્ત્ર દળ જવાનોની સંખ્યા
BSF 15
CRPF 10
ITBP 10
SSB 10
AR 10
NSG 10
CISF 10
કુલ 75 (સાયકલિસ્ટ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news