સૈફ અલી ખાન પર હુમલો કરનારો ઝડપાઈ ગયો? મુંબઈ પોલીસે એક સંદિગ્ધ વ્યક્તિને દબોચ્યો
આખરે 33 કલાક બાદ મુંબઈ પોલીસને સૈફ અલી ખાન એટેક કેસમાં મોટી સફળતા મળી છે. એક શંકાસ્પદ વ્યક્તને પોલીસે પકડ્યો છે અને હાલ તેની પૂછપરછ ચાલુ છે.
Trending Photos
બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનારા સંદિગ્ધ વ્યક્તિને પોલીસે દબોચ્યો છે. પોલીસ હાલ આ સંદિગ્ધને લઈને બાંદ્રા પોલીસ સ્ટેશન પહોંચી છે. જ્યાં તેની પૂછપરછ ચાલુ છે. હુમલાખોરને પકડવા માટે મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની 28 ટીમો મળીને આરોપીને શોધી રહી હતી. આ ઉપરાંત ખબરીઓનું નેટવર્ક પણ સતર્ક થયું હતું. હુમલાના 33 કલાક બાદ પોલીસને સફળતા મળી છે. આ અગાઉ એવી માહિતી સામે આવી હતી કે આરોપી બાન્દ્રા રેલવે સ્ટેશન પર જોવા મળ્યો છે. ત્યારબાદથી તેને પકડવાની કોશિશો તેજ થઈ હતી.
અત્રે જણાવવાનું કે 16 જાન્યુઆરીના રોજ મધરાતે મુંબઈના બાંદ્રા સ્થિત સૈફ અલી ખાનના ઘરમાં જ તેમના પર જીવલેણ હુમલો થયો હતો. પોલીસના જણાવ્યાં મુજબ એક અજાણી વ્યક્તિ ચોરી કરવાના હેતુથી સૈફ-કરીનાના ઘરમાં દાખલ થયો હતો. હુમલાખોરે સૈફ પર ધારદાર હથિયારથી છ વાર વાર કર્યા હતા. ત્યારબાદ સૈફને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
#WATCH | Saif Ali Khan Attack Case | Mumbai Police bring one person to Bandra Police station for questioning.
Latest Visuals pic.twitter.com/fuJX9WY7W0
— ANI (@ANI) January 17, 2025
33 કલાક બાદ પોલીસે પકડ્યો
અસલમાં સૈફ અલી ખાન પર થયેલા હુમલાના લગભગ 33 કલાક બાદ મુંબઈ પોલીસે સંદિગ્ધ વ્યક્તિને પકડ્યો છે. જલદી પોલીસ આ અંગે એક નિવેદન જાહેર કરી શકે છે. આ અગાઉ મુંબઈ પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ ડેટા ભેગો કર્યો છે જેમાં એ પણ સામેલ છે કે જ્યારે સૈફ પર હુમલો થયો ત્યારે વિસ્તારમાં કેટલા મોબાઈલ ફોન સક્રિય હતા.
ઘરની અંદર કે બહાર સીસીટીવી નહીં
એટલું જ નહીં અધિકારીના જણાવ્યાં મુજબ ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોડની મદદથી સૈફ અલી ખાનના ઘર અને ઈમારતમાંથી પુરાવા ભેગા કરાયા છે. હુમલાખોરની ભાળ મેળવવા માટે મુંબઈમાં અનેક જગ્યાએ સર્ચ અભિયાન પણ ચલાવાયું. આ ઉપરાંત પોલીસે જણાવ્યું હતું કે તેમના ઘરની અંદર કે બહાર ક્યાંય પણ સીસીટીવી કેમેરા નહતા. આ જ કારણ છે કે સંદિગ્ધની ગતિવિધિઓની ભાળ મેળવવામાં પોલીસને મુશ્કેલી પડી. ખાસ કરીને ઘરની અંદર શું થયું એ જાણી શકાતું નહતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે