શું Maharashtra માં ફરી સાથે આવશે BJP-Shiv Sena? Athawale એ કહ્યું, 'સરકાર બનાવવાનો આ જ છે યોગ્ય સમય'
રામદાસ અઠાવલે (Ramdas Athawale) એ કહ્યું કે ભાજપ અને શિવસેના સહિત અન્ય પક્ષોની 'મહાયુતિ' (મહાગઠબંધન) સરકાર બનાવી શકાય છે. આ મહાયુતિમાં મુખ્યમંત્રી પદને અડધા-અડધા કાર્યકાળ માટે શિવસેનાની સાથે વહેંચી શકાય છે.
Trending Photos
મુંબઇ: ભાજપ અને શિવસેના (BJP & Shiv Sena) ના નજીક આવવાની અટકળો વચ્ચે કેંદ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ અઠાવલે (Ramdas Athawale) એ મોટું નિવેદન આપ્યું છે. અઠાવલેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના મળીને સરકાર બનાવી શકે છે. કેંદ્રીય મંત્રીએ તેના માટે એક ફોર્મૂલા પણ આપ્યો છે. તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદથી બંને પૂર્વ સહયોગીઓના નજીક આવવાની અટકળો શરૂ થઇ ગઇ છે.
Fadnavis સાથે કરી ચર્ચા
રામદાસ અઠાવલે (Ramdas Athawale) એ કહ્યું કે ભાજપ અને શિવસેના સહિત અન્ય પક્ષોની 'મહાયુતિ' (મહાગઠબંધન) સરકાર બનાવી શકાય છે. આ મહાયુતિમાં મુખ્યમંત્રી પદને અડધા-અડધા કાર્યકાળ માટે શિવસેનાની સાથે વહેંચી શકાય છે. અઠાવલેએ જણાવ્યું કે આ મુદ્દે તેમણે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) સાથે ચર્ચા કરી છે અને જલદી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ બેઠક કરવામાં આવશે.
Congress ની પરેશાની વધશે
મંત્રી રામદાસ અઠાવલેના આ નિવેદનથી કોંગ્રેસની પરેશાની વધશે. મહારાષ્ટ્ર સરકારમાં કોંગ્રેસ પણ સામેલ છે. એવામાં જો ભાજપ અને શિવસેના ફરીથી એક છત્રી નીચે આવે છે, તો તેને નિશ્વિતપણે બહાર જવું પડશે. પહેલાંથી જ કોંગ્રેસ ખરાબ સ્થિતિમાંથી પસાર થઇ રહી છે. ચૂંટણીમાં સતત મળી રહેલી હારની સાથે જ તેના નેતા તેને છોડી રહ્યા છે. પૂર્વ કેંદ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા જિતિન પ્રસાદ પણ બુધવારે ભાજપમાં સામેલ થઇ ગયા. આ પહેલાં જ્યોતિરાદિત્ય સિંધિયા તેમનાથી દૂર થઇ ગયા છે.
CM એ કરી હતી PM ની પ્રશંસા
તાજેતરમાં જ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જોકે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેમની મુલાકાત મરાઠા અનામત સહિર રાજ્ય સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓને લઇને હતી. આ મુલાકાત બાદ CM એ PM ની પ્રશંસા કરી હતી, જે પ્રકારે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં રામદાસ આઠવલેએ કહ્યું કે ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન સરકાર બનાવવાનો સાચો સમય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે